સંઘ પ્રદેશ દમણમાં તળાવમાં ગરમીથી બચવા ન્હાવા ગયેલા બાળકો પૈકી એકનું ડૂબી જવાથી મોત | One of the children who took a bath to escape the heat in the lake in Sangh Pradesh Daman died due to drowning | Times Of Ahmedabad

વલસાડ3 કલાક પહેલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના અડીને આવેલા સંઘ પ્રદેશ દમણના ડાભેલ વિસ્તારના તળાવમાં કેટલાક બાળકો ન્હાવા ગયા હતા. જે પૈકી એક 7 વર્ષીય બાળકને તરતા ન આવડતું હોવાથી ડૂબવા લાગ્યો હતો. જેથી સાથે ન્હાવા પડેલા બાળકોએ અન્ય લોકોની મદદ મેળવીને મિત્રને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ડૂબી ગયેલા બાળકને બચાવવામાં સફળતા મળી ન હતી. ઘટનાની જાણ દમણ પોલીસની ટીમને થતા પોલીસની ટીમે લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી હતી.

સંઘ પ્રદેશ દમણના ડાભેલના ચંચળ તળાવમાં કેટલાક બાળકો અસહ્ય ગરમીથી કંટાળી તળાવમાં ન્હાવા ગયા હતા. જે પૈકી એક બાળકને તરત આવડતું ન હોવાથી તળાવમાં ડૂબવા લાગ્યો હતો. જેથી તળાવમાં તરી રહેલા બાળકોએ ડૂબી રહેલા મિત્રને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ અન્ય એક બાળકે કિનારા નજીક રહેતા સ્થાનિક લોકોની મદદ લઈને તળાવમાં ડૂબી રહેલા બાળકને બચાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જોકે, બાળકને બચાવી શક્યા ન હતા. દમણ પોલીસ અને ફાયર વિભાગની ટીમે તાત્કાલિક લાશને બહાર કાઢી કબ્જો મેળવી લાશનું PM કરાવી આગળની તજવીજ હાથ ધરી છે. તળાવ કિનારે રહેતા લોકો અને બાળકોના નિવેદન નોંધી ઘટનાનો ચિતાર દમણ પોલીસે મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post