Saturday, April 8, 2023

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદથી પાલનપુર અને વલસાડ માટે વધારાની પરીક્ષા વિશેષ ટ્રેનોનું સંચાલન | Operation of additional examination special trains from Ahmedabad to Palanpur and Valsad by Western Railway | Times Of Ahmedabad

અમદાવાદ16 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગુજરાત પંચાયત સેવા સિલેકશન બોર્ડ – દ્વારા રવિવારના રોજ વિવિધ સ્થળોએ “જુનિયર ક્લાર્ક”ની પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે. આ પરીક્ષામાં બેસનાર ઉમેદવારોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા આવતીકાલે અમદાવાદથી પાલનપુર અને વલસાડ માટે “પરીક્ષા સ્પેશિયલ” ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ-પાલનપુર પરીક્ષા વિશેષ ટ્રેન
અમદાવાદ-પાલનપુર પરીક્ષા વિશેષ 09.04.2023ના રોજ અમદાવાદથી 16.00 કલાકે ઉપડશે અને 19.00 કલાકે પાલનપુર પહોંચશે. આ ટ્રેન રૂટમાં સાબરમતી, કલોલ, આંબલિયાસણ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર અને છાપી સ્ટેશને ઉભી રહેશે.

અમદાવાદ-વલસાડ પરીક્ષા વિશેષ ટ્રેન
અમદાવાદ-વલસાડ પરીક્ષા વિશેષ 09 એપ્રિલ 2023ના રોજ અમદાવાદથી 16.00 કલાકે ઉપડશે અને 21.15 કલાકે વલસાડ પહોંચશે. માર્ગ માં આ ટ્રેન મણિનગર, વટવા, બારેજડી, મહેમદાવાદ ખેડારોડ, નડિયાદ, આણંદ, વડોદરા, મિયાગામ કરજણ, પાલેજ, ભરુચ, કોસંબા, કીમ અને સુરત સ્ટેશનો પર રોકાશે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: