Friday, April 28, 2023

દાહોદની લિટલ ફ્લાવર સ્કૂલમા ફી વધારો પરત લેવા વાલીઓની નવજીવન ઉદ્યાનમા બેઠક,ફી ઘટાડવા ગાંધીનગર સુધી જવા વિચારણા | Parents' meeting at Navjeevan Udyan to withdraw fee hike in Dahod's Little Flower School, consideration of going to Gandhinagar to reduce fees | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Parents’ Meeting At Navjeevan Udyan To Withdraw Fee Hike In Dahod’s Little Flower School, Consideration Of Going To Gandhinagar To Reduce Fees

દાહોદ5 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદના ગોવિંદનગરના નવજીવન ઉદ્યાનમાં ફી વધારાના વિરોધમાં લિટલ ફ્લાવર સ્કુલમા ભણતા બાળકોના વાલીઓની બેઠક યોજાઈ હતી. આ ફી વધારો પરત ખેચવામા આવે તેવી માંગ કરવામા આવી છે.

ફી વધારો કરી તાત્કાલિક ફી ભરવા ફરમાન
દાહોદની લિટલ ફ્લાવર સ્કુલમા શહેરમાંથી ઘણી મોટી સંખ્યામા બાળકો અભ્યાસ કરે છે.તેવા સમયે સ્કૂલના સંચાલકો દ્વારા એકાએક જ ફી વધારો કરવામાં આવ્યો છે. ઉપરાંત વાલીઓને વહેલામાં વહેલી તકે ફી ભરવા કહેવામાં આવ્યું છે.

તો ગાંધીનગર સુધી રજુઆતો કરાશે
45 થી 50 ટકા ફી વધારો કરાતા અને એ ફી ભરવા વાલીઓને કહેતા વાલીઓમાં એકતરફ નારાજગી જોવા મળી હતી. જેને લઈ દાહોદના ગોવિંદનગર વિસ્તારમાં આવેલા નવજીવન ઉદ્યાનં ગાર્ડનમાં તમામ વાલીઓ ભેગા થઈ લિટલ ફ્લાવર સ્કૂલના સંચાલકો દ્વારા જે ફી વધારો કર્યો છે એનો સખત વિરોધ કર્યો હતો. આવનાર સમયમાં જિલ્લા કલેક્ટરં જિલ્લા શિક્ષણાધિકારી અને શિક્ષણ વિભાગ ગાંધીનગર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી ફી ઓછી કરવા રજુઆતો કરવાની ચર્ચા વિચારણા બેઠકમાં કરવામાં આવી હતી.

Related Posts: