Thursday, April 27, 2023

હાઈકોર્ટમાં PIL મુદ્દે સરકારે દસ્તાવેજો રજૂ કરી પોલીસ કાર્યવાહીનો બચાવ કર્યો, મૃતકનો સગીર પુત્ર પોલીસની સામે પડ્યો હતો | In the PIL issue in the High Court, the government presented documents and defended the police action, the minor son of the deceased fell in front of the police. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In The PIL Issue In The High Court, The Government Presented Documents And Defended The Police Action, The Minor Son Of The Deceased Fell In Front Of The Police.

અમદાવાદ9 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સુરેન્દ્રનગરના કુખ્યાત ગેંગસ્ટર હનીફ ખાન અને તેના સગીર પુત્ર મદિન ખાન એનકાઉન્ટર મામલે થયેલી PIL સંદર્ભે આજે હાઇકોર્ટમાં વધુ સુનવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં એન્કાઉન્ટરને લગતી માહિતી અને દસ્તાવેજો સરકારે હાઇકોર્ટમાં રજૂ કર્યા હતા.

રાજ્ય સરકારે પોલીસ કાર્યવાહીનો બચાવ કર્યો
સરકારે જણાવ્યું હતું કે, હનીફ ખાન અને મદિન ખાન ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા. મૃતકે પહેલા પોલીસ પર હુમલો કર્યો હતો. પોલીસે આ કામગીરી સ્વબચાવમાં કરી હતી. જેમાં મૃતકનો સગીર પુત્ર પોલીસની સામે પડ્યો હતો.

હાઇકોર્ટે એન્કાઉન્ટરની ​​​​​​​તમામ વિગતો રજૂ કરવા રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો​​​​​​​
અગાઉની સુનવણીમાં ગુજરાત હાઇકોર્ટે પોલીસ દ્વારા ગુન્હેગાર પિતા સાથે સગીર વયના બાળકના એન્કાઉન્ટર મુદ્દે કેસને લગતી તમામ વિગતો રજૂ કરવા રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો. ઘટના સમયે વપરાયેલા હથિયારોનો અહેવાલ પણ હાઇકોર્ટે મંગાવ્યો હતો. જ્યારે અરજદાર દ્વારા દલીલ કરાઈ હતી કે સગીર વયનો બાળક કઈ રીતે આટલા બધા અધિકારીઓ માટે ખતરા રૂપ હોઈ શકે ? પોલીસ દ્વારા એન્કાઉન્ટર કરવા મામલે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું પાલન ન થયું હોવાનો પણ અરજદારે આક્ષેપ કર્યો હતો.

Related Posts: