Saturday, April 8, 2023

ગાંધીનગરના ડભોડા ગામની સીમમાં જુગારની બાજી માંડીને બેઠેલા પાંચ જુગારીઓને પોલીસે ઉઠાવી લીધા | Police nabbed five gamblers sitting on the edge of Dabhoda village in Gandhinagar. | Times Of Ahmedabad

ગાંધીનગર30 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગાંધીનગરના ડભોડા ગામની સીમમાં ખુલ્લેઆમ જુગારની બાઝી માંડીને બેઠેલા પાંચ જુગારીઓને પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડીને ઝડપી પાડી રોકડ રકમ સહિત કુલ રૂ. 11 હજારનો મુદામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગરના ડભોડા પોલીસ મથકના પીએસઆઇ એમ એસ રાણાની સૂચનાથી સ્ટાફના માણસો પોલીસ મથક હદ વિસ્તારમાં દારૂ જુગારની પ્રવૃતિઓ ઉપર અંકુશ મેળવવા પેટ્રોલિંગ કરી રહી હતી. એ દરમ્યાન બાતમી મળી હતી કે ડભોડા ગામની સીમ ચાવડા નગર નજીક જાહેરમાં કેટલાક ઈસમો જુગારની બાઝી માંડીને બેઠા છે.

જેનાં પગલે પોલીસે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડતાં પાંચ જુગારીઓ રંગેહાથ જુગાર રમતાં ઝડપાઈ ગયા હતા. જેમને જેતે સ્થિતિમાં બેસી રહેવાની સૂચના આપી દરોડાની કાર્યવાહી હાથ ધરતાં પાંચેય પાસેથી 10 હજાર 850 ની રોકડ તેમજ જુગાર રમવાનું સાહિત્ય મળી આવ્યું હતું.

બાદમાં પોલીસે પાંચેયની પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ પરબતજી ચેહરા વાઘેલા, નરેશ રીઇજીજી સોલંકી, ભરત અમરસંગ સોલંકી, દશરથજી પ્રહલાદજી ચાવડા તેમજ વિક્રમજી પ્રહલાદજી ચાવડા (તમામ રહે ડભોડા) હોવાનું જણાવ્યું હતું. આ પાંચેય જુગારીઓ પોલીસે ગુનો નોંધી તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: