દેવગઢ બારીયાના ભથવાડા ટોલ નાકેથી પોલીસે દારૂ ઝડપ્યો, તપાસમાં બે બુટલેગરો એક કરતા વધુ ચોરીના ગુનામાં પણ સામેલ | Police seized liquor from Bhathwara toll gate of Devgarh Baria, two bootleggers were also involved in multiple thefts during the investigation | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Police Seized Liquor From Bhathwara Toll Gate Of Devgarh Baria, Two Bootleggers Were Also Involved In Multiple Thefts During The Investigation

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક

દેવગઢ બારીઆના ભથવાડા ટોલનાકા પરથી ગઈ કાલે કારમા દારુ લઈ જતા બૂટલેગર પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. આ પૈકી બે બુટલેગર ચોરીના ગુનાઓમા વોન્ટેડ હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસે હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાતમીને આધારે પોલીસે નાકાબંધી કરી
દેવગઢબારિયા તાલુકાના પીપલોદ પોલીસને બાતમી મળી હતી કે, એક ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લઈ ભથવાડા ટોલનાકા પરથી પસાર થવાનો છે. જે બાતમીના આધારે પીપલોદ પોલીસ મથકના પી.એસ.આઇના નેતૃત્વમાં પોલીસની ટીમ ભથવાડા ટોલનાકા પર વોચ ગોઠવી વાહન ચેકિંગમાં લાગી ગઈ હતી. તે સમયે બાતમીમાં દર્શાવેલ GJ-09-AH-4950 નંબરની મારુતિ સુઝુકી SX ગાડી ટોલનાકા પર આવતા પોલીસે ગાડી ને રોકી તલાશી લીધી હતી.

દારૂની 364 બોટલ કારમાંથી ઝડપાઈતેમાંથી વિવિધ બ્રાન્ડ ની 364 બોટલ મળી 67,652 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે ત્રણ લાખ રૂપિયા કિંમતની ફોરવીલ ગાડી, 6000 રૂપિયા કિંમતના ત્રણ મોબાઇલ ફોન મળી કુલ 3.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જયારે વિદેશી દારૂના જથ્થા સાથે પકડાયેલા મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કરમસિંગ સુરકતાભાઈ જમરા,દિનેશભાઈ અમરસિંગ ભાઈ લોહારીયા તથા છોટાઉદેપુર જિલ્લાના કાકડપા ગામના ડોલર ફળિયાના સમાભાઈ ઉર્ફે ચમાયડા ગહવાનીયા ભાઈ રાઠવાના ગુનાહિત ઇતિહાસ અંગે ખરાઈ કરવા માટે ઈ-ગુજકોપ તેમજ ફેસ ટેગર એપ્લિકેશનની મદદ લેવામા આવી હતી.

એક પાંચ અને બીજો છ ગુનામાં સામેલ નીકળ્યો
આ પકડાયેલા કરમસિંગ સુરકતાભાઈ જમરા વડોદરા રૂરલ,વલસાડ રૂરલ,નર્મદા જિલ્લાના તિલકવાડા તેમજ ડેડીયાપાડા તથા વડોદરા જિલ્લાના મકરપુરા સહિત પાંચ જેટલા ચોરીના ગુનામાં સંડોવાયેલો તેમજ છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો હોવાનું સામે આવ્યું હતું.તેમજ પકડાયેલા છોટાઉદેપુરના સમાભાઈ ચમડિયા નર્મદા જિલ્લાના દેડીયાપાડા, બોડેલી,વડોદરાના મકરપુરા તેમજ વલસાડના પારડી મળી કુલ છ જેટલા ચોરીના ગુનાઓમાં સામેલ હોવાનું સામે આવ્યું હતું.

પોલીસને ટેકનોલોજીનો ઉપયોગ ફળ્યો
આમ પીપલોદ પોલીસે બાતમીના આધારે ભથવાડા ટોલનાકા પર વિદેશી દારૂ સાથે પકડાયેલા આરોપીઓના ગુનાહિત ઇતિહાસની ખરાઈ અંગે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતા આ આરોપીઓ પાંચ થી છ જેટલા ચોરીના ગુનાઓમાં સામેલ હોવાનું ઘટસ્ફોટ થયો છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم