No results found

    પોરબંદરના બંદર રોડ વિસ્તારમાં વિજ સમસ્યા ગંભીર બનતા રજૂઆત | Presentation of power problem becoming serious in Bandar Road area of Porbandar | Times Of Ahmedabad

    પોરબંદરએક કલાક પહેલા

    • કૉપી લિંક
    • ફોન કરવા છતા જવાબ મળતો નથી, છેલ્લા ત્રણ ચાર દિવસથી સમસ્યા
    • જાણ કર્યા વગર વીજ પ્રવાહક બંધ થતો હોવાથી સ્થાનિકો બને છે પરેશાન

    પોરબંદર શહેરમાં આવેલ દરિયા કિનારા વિસ્તારમાં ખાસ કરીને નાગરવાડ, વ્હોરાવાડ વગેરે વિસ્તારમાં વીજ સમસ્યા ગંભીર બની હોવાના કારણે પાવર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પોરબંદરના સામાજિક કાર્યકર દિલીપભાઈ લીલાધરભાઇ મશરૂ દ્વારા આ અંગે ઉર્જા વિભાગના મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. અને તેઓએ જણાવ્યું છે કે છેલ્લા ત્રણ ચાર દિવસથી દરિયાકાંઠાના નજીકના આવેલ વિસ્તારોમાં ખારવા વાળ વોહરાવાડ સલાટવાળા વગેરે વિસ્તારોમાં વીજ કાપ મૂકી દેવામાં આવે છે.

    અગાઉથી કોઈ પ્રકારની જાણ કરવામાં આવતી નથી. જાણ કર્યા વગર જ અડધા દિવસ સુધી વીજકાપ મૂકી દેવામાં આવે છે. વીજળી ગુલ થતી હોવાના કારણે સ્થાનિક રહેવાસીઓને પારાવર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે, અને વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે પણ વીજળીના કારણે મુશ્કેલી વેઠી રહ્યા છે. સવારે કલાકો સુધી વીજળી બંધ કરી દેવામાં આવતી હોવાના કારણે ગૃહિણીઓને સહિતના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

    જાણ કર્યા વગર વીજ બંધ કરી દેવામાં આવતી હોવા અંગે પીજીવીસીએલ વિભાગના કંટ્રોલરૂમમાં ફોન રણકાવવામાં આવે ત્યારે જવાબ કોઈ પ્રકારનો મળતો નથી. જેથી બંદર રોડ વિસ્તારમાં વીજ સમસ્યા ગંભીર બની હોવા અંગે નિરાકરણ કરવામાં આવે તવી માંગ કરાઇ છે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال