Sunday, April 16, 2023

જામનગર એરફોર્સ સ્ટેશન પર સ્વાગત કરવામાં આવ્યું, ગીર સોમનાથમાં આયોજિત સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમમાં હાજરી આપવા જશે | Received at Jamnagar Air Force Station, Gir will proceed to attend the Saurashtra-Tamil Sangam program organized in Somnath | Times Of Ahmedabad

જામનગર7 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ગીર સોમનાથમાં આયોજિત સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે. ત્યારે જામનગર એરફોર્સ ખાતે તેમનું આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.સંરક્ષણમંત્રીના સ્વાગતમાં અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, કર્નલ રજાવત અને એર કમાન્ડો આનંદ સોઢી સહભાગી બન્યા હતા.

ઉલ્લેખનીય છે કે, તમિલનાડુમાં સ્થાયી થયેલા મૂળ સૌરાષ્ટ્રના તમિલ ભાઈ બહેનોને પોતાની માતૃભૂમિ સાથેનું સંગમ કરાવવાના હેતુથી યોજાનાર સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં તમિલ ભાઈ-બહેનોને પુનઃ સૌરાષ્ટ્ર સાથે જોડવા “સૌરાષ્ટ્ર તમિલ સંગમ” કાર્યક્રમ આગામી 17 થી 30 એપ્રિલ સુધી ગુજરાતમાં યોજાશે. તમિલ ભાઈ-બહેનો સૌરાષ્ટ્ર વાસીઓનો મુખ્ય કાર્યક્રમ સોમનાથ ખાતે યોજાશે અને ત્યારબાદ તમામ તમિલ યાત્રીઓ ગુજરાત ભ્રમણમાં જોડાશે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.