Sunday, April 2, 2023

ખંભાળિયા સહિત જિલ્લામાં મંગળવારથી બે દિવસ ભાજપની ખાસ બેઠકોનો દૌર શરૂ થશે | The round of special meetings of BJP will start for two days from Tuesday in the district including Khambhalia | Times Of Ahmedabad

દ્વારકા ખંભાળિયાએક કલાક પહેલા

  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા આગામી તારીખ 4 તથા 5 એપ્રિલના રોજ જિલ્લાના દરેક મંડળના પ્રત્યેક બુથ સાથે બેઠક કરવા માટે પ્રત્યેક મંડળનો બેઠક પ્રવાસ યોજવામાં આવશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના પ્રમુખ મયુર ગઢવી ઉપરાંત જિલ્લા ભાજપ મહામંત્રી યુવરાજસિંહ વાઢેર, રસિક નકુમ તેમજ ભરત ગોજીયા દ્વારા મંગળવાર તારીખ 4ના રોજ દ્વારકા શહેર તથા તાલુકા, ઓખા શહેર, કલ્યાણપુર તથા રાવલ શહેરનો પ્રવાસ બેઠક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

જ્યારે બુધવાર તારીખ 5ના રોજ ખંભાળિયા તાલુકાની બેઠક જિલ્લાના મુખ્ય કાર્યાલય દ્વારકેશ કમલમ ખાતે સવારે 10થી 11 અને ત્યારબાદ આ જ સ્થળે ખંભાળિયા શહેર તથા સલાયા શહેરની બેઠક યોજવામાં આવશે.

આ બેઠકમાં બુથ સશક્તિકરણ અભિયાન, રાષ્ટ્રપતિ અભીભાષણ કાર્યક્રમ, 100મી મન કી બાતનું આયોજન, મતદારયાદી સુધારણા કાર્યક્રમ સહિતના છ જેટલા મુદ્દાઓની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.