Monday, April 10, 2023

RTE એકટ હેઠળ નબળા અને વંચિત જૂથના બાળકોને ધો-1માં વિનામુલ્યે પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરાશે | Under the RTE Act, online form will be filled for free admission of children belonging to weaker and disadvantaged groups to class 1. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Under The RTE Act, Online Form Will Be Filled For Free Admission Of Children Belonging To Weaker And Disadvantaged Groups To Class 1.

વલસાડ9 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • વર્ષ 2023-24 માટે તા.10 એપ્રિલથી તા.22 એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરવી

ગુજરાત સરકાર દ્વારા મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-2009ની કલમ 12(1)(ક) હેઠળ બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% મુજબ વિનામુલ્યે ધો-1 માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે હેઠળ જે બાળકોએ 1લી જુન 2023ના રોજ 6 વર્ષ પુર્ણ કર્યા હોય તેઓ આ યોજના હેઠળ પ્રવેશપાત્ર બને છે. વર્ષ 2023-24માં વલસાડ જિલ્લામાં 250 શાળાઓ પૈકી 2,873 જગ્યાઓ RTE એકટ અંતર્ગત પ્રવેશ મળવાપાત્ર છે. www.rte.orpgujarat.com વેબસાઈટ ઉપર તા.10મી એપ્રિલ, 2023થી તા.22 એપ્રિલ 2023 દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકાશે.

વલસાડ જિલ્લામાં RTE હેઠળ નબળા અને વંચિત જૂથના બાળકોને ગુણવત્તા ભેર શિક્ષણ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા RTE હેઠળ વલસાડ જિલ્લાની નોન ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રવેશ આપશે. વિદ્યાર્થીઓનો RTE હેઠળ પ્રવેશ મેળવવા ઓનલાઇન અરજી કરવાની રહેશે. જિલ્લાની ખાનગી શાળાઓમાં ધો 1ના વર્ગોમાં વિદ્યાર્થીઓની ક્ષમતાના 25% વિદ્યાર્થીઓને પ્રેવશે આપવામાં આવશે. ફોર્મ ભરવા સબંધિત જરૂરી આધાર પુરાવાની વિગતો વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ યોજના હેઠળ પ્રવેશ માટે જરૂરી માર્ગદર્શન માટે જિલ્લા કચેરીના હેલ્પલાઈન નં. 02632 253210 ઉપર સંપર્ક કરી શકાશે.. ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જરૂરી લાગુ પડતા આધાર પુરાવાઓ જેવા કે, જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ- કેટેગરીનો દાખલો, તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો કે ઈન્કમટેક્ષ રીટન તથા ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી એવા અંગેનુ સેલ્ફ ડિકલેરેશન (લાગુ પડતું હોય ત્યાં) વગેરે ઓરિજિનલ આધારો ઓનલાઈન અપલોડ કરવા. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ સાથે રાખવી. આ ફોર્મ કશે જમા કરાવવાનું રહેતું નથી. પ્રવેશ કન્ફર્મેશન માટે વેબસાઇટ જોતા રહેવું તેમજ આ અંગે મોબાઈલ નંબર ઉપર રાજ્યકક્ષાએથી એસએમએસ દ્વારા જાણ કરવામાં આવશે એવું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ અખબારીયાદીમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: