No results found

    વિધાનગરમાં આવેલા મકાનમાં ત્રાટકેલા તસ્કરો રોકડ સહિત ડોક્યુમેન્ટ પણ ઉઠાવી ગયા | The smugglers raided the house in Vidhanagar and stole documents along with cash | Times Of Ahmedabad

    આણંદ6 કલાક પહેલા

    • કૉપી લિંક

    વિદ્યાનગરના ઇસ્કોન મંદિરની બાજુમાં રહેતા આર્મીમેનના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો રોકડા રૂ. આઠ હજાર સહિત અગત્યના દસ્તાવેજો ચોરી કરી ભાગી ગયાં હતાં. આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    વિદ્યાનગરના રાધા ગોવિંદ ફ્લેટમાં રહેતા હરજીદસીંગ સુદર્શનસીંઘ (મુળ રહે.અમૃતસર, પંજાબ) છેલ્લા 24 વર્ષથી ભારતીય સ્થળ સેનામાં ફરજ બજાવે છે. હાલ તેઓ નાયબ સુબેદારની પોસ્ટ પર છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવે છે. તેઓ ઓગષ્ટ-2021 મહિનામાં ગુજરાત બટાલીયન એનસીસી વલ્લભ વિદ્યાનગર ખાતે પોસ્ટીંગ સોંપવામાં આવ્યું હતું. જ્યાં તેમની સાથે અન્ય સુબેદાર લક્ષ્મણ મિશ્રા તથા સુબેદારમૂર્તી પણ રહે છે. હરજીદરસીંગ તેમના સહકર્મચારી સાથે 8મી એપ્રિલ,23ના રોજ તેમના રૂમ પાર્ટનર સાથે એનસીસીના મેશમાં જમવા માટે ગયાં હતાં. તેઓ દોઢેક વાગે જમીને પરત ફર્યા અને ફ્લેટ પાસે જતા જોયું તો તેમના ફ્લેટનો દરવાજો અડધો ખુલ્લો હતો. દરવાજાનો નકુચો કાપેલો હતો અને અંદર પ્રવેશીને જોયું તો કાપેલો દરવાજાનો નકુચો અને તાળુ લોખંડના પલંગ પર મુકેલું હતું. આ રૂમમાં મુકેલા લોખંડના કબાટ ખુલેલા હતાં. જેમાં એક કબાટની અંદર મુકેલુ વોલેટ નહતું. આ વોલેટમાં રૂ.આઠ હજાર રોકડા તથા આધારકાર્ડ, વોટર આઈડી, ડ્રાઈવીંગ લાયસન્સ, પાનકાર્ડ હતાં. આ ઉપરાંત સફેદ કલરની બેગ હતી, જેમાંથી કાલા કલરના પર્સમાંથી આર્મીનું આઈકાર્ડ, લીકરકાર્ડ, ગ્રોસરીકાર્ડ, એટીએમ ચોરી થઇ ગયાં હતાં. આ અંગે વિદ્યાનગર પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال