- Gujarati News
- Local
- Gujarat
- Surat
- Jnr Clerk Exam Candidates Reach The ST Stand To Reach The Center, Said If The Paper Doesn’t Burst, It’s Good, The Rest Is Just Fear
સુરત40 મિનિટ પહેલા
- કૉપી લિંક
નવ એપ્રિલ રવિવારના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે. જેને લઈને સુરતમાં પોલીસ અને એસટી વિભાગ ખડેપગે રહ્યું છે. સુરત અને તાપીથી રાજ્યના અલગ અલગ સેન્ટરો પર જવા માટે પરીક્ષાર્થી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા અત્યારથી જ સુરત બસ સ્ટેશન પર પહોંચી ગયા છે. એસટી વિભાગ દ્વારા એકસ્ટ્રા બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે વિદ્યાર્થીઓમાં પેપર ફૂટવાનો ડર તો સતાવી જ રહ્યો છે.
ડેપો મેનેજર અને પોલીસના અધિકારીઓ ખડેપગે
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આયોજિત જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા નવ એપ્રિલે બપોરે 12:30થી 1:30 દરમિયાન યોજાનાર છે. પરીક્ષાને લઈને સુરતમાં તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તેમજ પોલીસ બંદોબસ્ત પણ ફાળવી દેવામાં આવ્યો છે. હાલ સુરત એસટી બસ સ્ટેશન ખાતે ડેપો મેનેજર અને પોલીસના અધિકારીઓ ખડેપગે છે.

બસ સ્ટેશન પર પરીક્ષાર્થીઓને લઈને એનાઉન્સમેન્ટ
ગઈકાલે સાંજે 6 વાગ્યાથી એસટી બસ સ્ટેશન ખાતે એકસ્ટ્રા બસો મૂકી દેવામાં આવી છે. આ સાથે જ પૂછપરછ બારીમાંથી થોડીવારે ને થોડીવારે પરીક્ષાર્થીઓને લઈને એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવી રહ્યું હતું. જેથી પરિક્ષાર્થીઓની એકસ્ટ્રા બસ મારફતે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં તકલીફ ન પડે.
અમદાવાદ, છોટાઉદેપુર અને સાપુતારાના પરીક્ષાર્થીઓ
સુરત ખાતેથી ઘણા વિદ્યાર્થીઓના અમદાવાદ સુધીના સેન્ટરો ફાળવવામાં આવ્યા છે. જેને પગલે આજથી જ તેઓ પોતાના પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવા મથામણ કરી રહ્યા છે. જેના કારણે પરીક્ષા સમયે સમયસર પહોંચી શકે. સુરતથી અમદાવાદ, છોટાઉદેપુર, સાપુતરા, બોડેલી, વલસાડ જેવા સ્થળોએ જવા માટે પરીક્ષાર્થીઓને એકસ્ટ્રા બસોમાં બેસાડવામાં આવ્યા છે.

પેપર ન ફૂટે તો સારુઃ પરીક્ષાર્થી
તાપી જિલ્લામાંથી સુરત બસ સ્ટેશન પર પહોંચેલા કમલેશ વસાવાએ જણાવ્યું હતું કે, મારું પરીક્ષાનું સેન્ટર છોટાઉદેપુર છે. પરીક્ષાની તૈયારીઓ તો સારી જ કરેલી છે. પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવાની થોડી તકલીફ છે પણ વ્યવસ્થા થઈ છે તો પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી પરીક્ષા સારી રીતે આપી શકીશ. પેપર ન ફૂટે તો સારી વાત છે. બાકી ડર તો છે જ. આ વખતે હસમુખ પટેલે જૈ તૈયારી કરી છે તો ડર થોડો ઓછો છે.

અંતરિયાળ વિસ્તારમાં પરીક્ષા કેન્દ્ર હોવાથી મુશ્કેલી
મકવાણા ગીરીશે જણાવ્યું હતું કે, મારી પત્નીનું પરીક્ષા કેન્દ્ર સંખેડાના બહાદતપુરમાં આવેલું છે. જ્યાં કોઈ વાહન જઈ શકતું નથી. અંતરિયાળ વિસ્તાર છે અને સુરત જેવું સેન્ટર નથી આપ્યું. સુરતથી ત્યાં જવું હોય તો કેવીરીતે જઈ શકે. સુરત બસ સ્ટેશન પર પૂછપરછ કરતા જાણવા મળ્યું કે પરીક્ષાર્થીઓ માટે એકસ્ટ્રા બસો મૂકેલી છે અને જેટલા પણ પરીક્ષાર્થીઓ છે તેમને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડી દેવામાં આવશે. હાલ થોડી અવ્યવસ્થા છે. બસ ક્યારે ઉપડશે તેને લઈને અટવાયેલા છીએ.

બાળક સાથે મહિલા પરીક્ષા આપવા નીકળી
સુરત બસ સ્ટેશન પર પહોંચેલા પરીક્ષાર્થીઓમાં એક મહિલા બાળક સાથે આવી હતી. તેનું પરીક્ષાનું કેન્દ્ર અમદાવાદ છે. જેને કારણે તે આજે જ સુરતથી અમદાવાદ પહોંચવા માટે મથામળ કરી રહી હતી. પણ બાળક સાથે હોવાથી થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. તેણ જણાવ્યું કે બાળક સાથે હોવાથી તકલીફ તો થશે. ત્યારબાદ તેને અમદાવાદની બસ મળી જતાં નીકળી ગયા હતા.