Thursday, April 27, 2023

કોલેજમાં પરીક્ષા આપી બહાર નીકળેલા વિદ્યાર્થી પર સાથે અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓ લાકડાના ધોકા લઈ તૂટી પડયાં, અપશબ્દો બોલી ઢોર મારમાર્યો | A student who passed out from the college examination was attacked by other students who were studying with him with wooden sticks, abused and beat cattle. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • A Student Who Passed Out From The College Examination Was Attacked By Other Students Who Were Studying With Him With Wooden Sticks, Abused And Beat Cattle.

જામનગર16 મિનિટ પહેલા

  • કૉપી લિંક

જામનગર શહેરમાં પટેલ કોલોની વિસ્તારમાં આવેલી કોલેજમાં પરીક્ષા આપી બહાર નીકળેલા એક વિદ્યાર્થી પર 8 શખ્સો લાકડાના ધોકા સાથે તૂટી પડયા હતા. ‘કોલેજમાં સીન સપાતા મારતો નહી’ એમ કહી એક શખ્સે વિદ્યાર્થીને ટપાર્યા બાદ અન્ય શખ્સો પણ આવી ગયા હતા અને માર માર્યો હતો. આરોપીઓ પણ એક જ કોલેજમાં અભ્યાસ કરતા હોવાનું જાહેર થયું છે. વિદ્યાર્થીને ફેકચર સહિતની ઈજાઓ પહોચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

કોલેજમાં સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ માર માર્યો
શહેરના ગાંધીનગર વિસ્તારમાં રહેતો અજયસિંહ દિલિપસિંહ જાડેજા ગત તા. 25મીના રોજ બપોરે એક વાગ્યે પટેલ કોલોની શેરી નં 7માં વિદ્યાસાગર કોલેજમાંથી ટીવાય બીકોમનું પેપર આપી બહાર નીકળ્યો હતો. તે દરમિયાન સબવે રેસ્ટોરન્ટ પાસે પહોચ્યો ત્યારે આ જ કોલેજમાં અભ્યાસ કરતા સાવન ચાવડા તેની થાર ગાડીમાંથી ઉતરી વિદ્યાર્થી અજયસિંહ પાસે આવ્યો હતો. ‘કોલેજ મા ખોટા સીન સપાટા શું મારે છે? એમ કહેતા વિદ્યાર્થી અજયસિંહે કહ્યું કે ‘હું ખોટા સીન સપાટા મારતો નથી’ આમ કહેતા આરોપી એકદમ ઉશ્કેરાય ગયો હતો અને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યો હતો.

‘આજ પછી કોલેજમા દેખાતો નહી’ કહી અપશબ્દો બોલ્યાં
ત્યારબાદ વિદ્યાર્થીને પકડી તેની થાર ગાડી પાસે લઇ જઇ તેમા બેસેલ સાહીલ નામના તેના મિત્રને બોલાવ્યો હતા. સાહિલ અને સાગરે થાર ગાડીમાંથી લાકડાનો ધોકો લઇ આવી અજયસિંહને કહ્યું હતું કે, આજ પછી કોલેજમા દેખાતો નહી, જેના જવાબમાં અજયસિંહે કહ્યું હતું કે ‘હુ કોલેજમા અભ્યાસ કરૂ છું, કોલેજમાં આવીશ’ જેને લઈને બંને આરોપીઓએ ગાડીમાં રહેલ અન્ય બે શખ્સોને બોલાવ્યાં છે. આ વચ્ચે કારમાથી ચાર અજાણ્યા ઇસમો ઉતર્યા હતા અને આઠેય શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી જેમ ફાવે તેમ અપશબ્દો બોલી, વિદ્યાર્થીને ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ નીચે પાડી દઇ, લાકડાના ધોકા વડે માર મારી ફેકચર સહિતની ઈજાઓ પહોચાડી હતી.

વિદ્યાર્થીને હોસ્પિટલમાં ખસેડાયો
આ બનાવના પગલે હાહોદેકારો થઇ જતા અજયસિંહના બે મિત્રો મહેન્દ્રસિંહ જાડેજા અને સત્યરાજસિંહ જાડેજા વચ્ચે પડ્યા હતા. આ બંનેને પણ આરોપીઓએ ઢીકાપાટુનો માર માર્યો હતો. આરોપીઓએ જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ બાદ ઈજાગ્રસ્ત અજયસિંહને સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી
કોલેજીયન યુવાન પર હુમલો કરનાર 8 શખ્સો સામે રાઇટીંગ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે વીડિયો વાયરલ થયા બાદ પોલીસ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. હુમલાખોર ટોળકી અવારનવાર કોલેજ વિસ્તારમાં લુખાગીરી કરતા હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી. ભોગ બનનાર યુવાને પરિવારને જાણ કરતા મોટી સંખ્યામાં પરિવારજનો પણ દોડી આવ્યાં હતા, તે દરમિયાન હુમલાખોરો ભાગી ગયા હતા. જેથી મોટી માથાકૂટ તથા અટકી હતી. જામનગર સીટી બી ડિવિઝનના પીએસઆઇ સોનલ સામાણીએ તમામ આરોપી સામે આઈપીસી કલમ 323 , 325,504 506 2 તેમજ રાયોટિંગની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો.