Sunday, April 30, 2023

રેલવે ફ્લાય ઓવર બ્રિજ માટે પ્રાંત અધિકારીઓની ટીમ નીરક્ષણ માટે પહોંચી, પિલરનું નિર્માણ શરૂ થશે | A team of provincial officials arrived to secure the railway fly over bridge, the construction of pillars will begin | Times Of Ahmedabad

નવસારી21 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સમગ્ર ભારતના રેલ્વે ફાટકને મેન લેશ કરવા હેતુથી તમામ રેલ્વે ફાટક ઉપર ફ્લાય ઓવર બ્રિજની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ થઈ છે,નવસારીના બે અલગ અલગ વિસ્તારમાં રેલ્વે બ્રીજની કામગીરીની શરૂઆત થઈ છે. જેના ભાગરૂપે વિજલપુર વિસ્તારમાં પૂર્વ વિસ્તારમાં હાલ મિલકત ખાલી થઈ રહી છે. જેમાં શિવાજી ચોકથી લઈને વિજલપોર રેલવે ફાટક સુધી આવતી તમામ નડતરરૂપ મિલકતના જમીન સંપાદનની કામગીરી પૂર્ણ થયા બાદ હવે તે મિલકતને ઉતારી પાડવાની કામગીરી શરૂ છે.

નવસારી પ્રાંત અધિકારી આર.આર.બોરડ,પાલિકા ચીફ ઓફિસર એન્જિનિયરની ટીમ આ મિલકતના નિરીક્ષણ માટે ગઈ હતી અને તમામ રહેવાસીઓને વહેલી તકે જાતે જ મિલકત ઉતારી પાડવા ની અપીલ પણ કરી હતી.વિસ્તારમાં બ્રિજના પીલરોનું કામ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.