મોરબીએક કલાક પહેલા
- કૉપી લિંક
મોરબી શહેરના વિવિધ વિસ્તારમાં નવી લાઈન કામગીરી અને મેન્ટેનન્સને પગલે બુધવારે વીજકાપ રાખવામાં આવશે. જેમાં પીજીવીસીએલ મોરબી શહેર 1 પેટા વિભાગ હેઠળ આવતા 11 કેવી કાલિકા પ્લોટ ફીડરમાં સવારે 07:30 થી બપોરે 2 કલાક સુધી નવી લાઈનકામ અને નવા ટીસી ઉભા કરવાની કામગીરી કરવાની હોવાથી વીજકાપ રહેશે. જેથી શ્યામ પાર્ક, હીરાસરીના માર્ગવાળો વિસ્તાર, માર્કેટીંગ યાર્ડ, સુભાષ નગર, નરસંગ ટેકરી મંદિરની આજુબાજુનો વિસ્તાર, શ્રીરામ સોસાયટી, અમૃતનગર, અનુપમ સોસાયટી, ગૌતમ સોસાયટી, ગોકુલનગર, નિલકંઠ સ્કૂલની આજુબાજુનો વિસ્તાર, ગાયત્રીનગર, હરીહર નગર, કુંજ ગલી, રામેશ્વર સોસાયટી, વિજયનગર, યોગેશ્વર નગર, યદુનંદન 12,13,14,15 વિવેકાનંદ નગર, જયરાજ પાર્ક, વ્રજ વાટીકા, એવન્યુ પાર્ક તેમજ રવાપર રોડ વિસ્તારની સોસાયટી વગેરે જેવા વિસ્તારમાં પાવર બંધ રહેશે.
તે ઉપરાંત પીજીવીસીએલ મોરબી શહેર 2 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી પીપી વર્કસ ફીડર સવારે 7 થી બપોરે 2 સુધી બંધ રહેશે. જેથી શ્રીમદ્ સોસા, રાજ સોસા, અનુપમ સોસા, ધરમસિદ્ધી 1 & 2 સુભાષ નગર, ગેલેકસી સોસા, જિલ્લા સેવા સદન, ઋષભ નગર, વગેરે વિસ્તારો તથા આસપાસના વિસ્તારોમાં પાવર સપ્લાય બંધ રહેશે.
તેમજ ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ મેન્ટેનન્સને પગલે બુધવારે સવારે 7 થી બપોરે 2 સુધી, પીપળી અને જૂની પીપળી ગામ આસપાસ સોસાયટીમાં સવારે 7 થી બપોરે 2 સુધી અને નવા વાંકડા તેમજ જુના વાંકડા ગામમાં સવારે 7 થી બપોરે 2 સુધી વીજ પુરવઠો બંધ રહેશે.