Monday, April 3, 2023

અમરેલી જિલ્લાના ત્રણ આરોપીઓને પાસા હેઠળ સુરત, પાલનપુર અને વડોદરાની જેલમાં ધકેલાયા | Three accused from Amreli district were sent to Surat, Palanpur and Vadodara jails under PASA | Times Of Ahmedabad

અમરેલી3 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગુનેગારો અને અસામાજીક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો સામે પાસા અને તડીપાર કાયદા હેઠળ અટકાયતી પગલા લેવા સુચના મળતા અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ દ્રારા અમરેલી જિલ્લામા વાહન ચોરી, લૂંટ સહિતના મિલકત સબંધી ગુન્હાઓના ત્રણ આરોપીઓ સુરત, પાલનપુર અને વડોદરાની જેલમાં પાસા તળે ધકેલવામાં આવ્યા છે.

આરોપીઓના નામ

  • (1) ભરત વલ્લભભાઇ ગેલાણી (રહે.બાબરા, કરીચાણા શેડ તા.બાબરા, જિ.અમરેલી, પાલનપુર જિલ્લા જેલ જિ.બનાસકાંઠા)
  • (2) દિલીપ ઉર્ફ વિજય સુખાભાઇ પાટડીયા (રહે.બાબરા, કરીયાણા રોડ, તા.બાબરા, જિ,અમરેલી સુરત મધ્યસ્થ જેલ)
  • (3) મહેશ ભનુભાઇ જીલીયા (ઉં.વ.૨૦, રહે.બાબરા, કરીયાણા રોડ વડોદરા જેલ)

આમ, મિલકત સબંધી ગુનાઓ આચરતા અને આમ જનતાની માલ-મિલકત માટે જોખમરૂપ ઇસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરી જેલ હવાલે કરી અસામાજિક પ્રવૃતિ કરતા અમરેલી જિલ્લના ઇસમો સામે ચેતવણીરૂપ કામગીરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.