સુરેન્દ્રનગર34 મિનિટ પહેલા
- કૉપી લિંક

સુરેન્દ્રનગરની વેપાર-ધંધાથી ધમધમતી મહેતા માર્કેટમાં ટ્રાફીકની સમસ્યા માથાના દુ:ખાવા જેવી બની ગઇ છે. અહિં ટ્રાફીક નિયમન માટે પોલીસની હાજરી ન હોવાથી ટ્રક ચાલકો દાદાગીરી પૂર્વક આડેધડ પાર્ક કરતા હોવાથી વારંવાર ટ્રાફીકના ચક્કાજામ સર્જાતા હોવાની જાહેર ફરીયાદો ઉઠવા પામી છે.

સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં ટ્રક ચાલકો નિયત સમય પહેલા ટ્રક લઈને મહેતા માર્કેટમાં ઘુસી જાય છે. એટલુ જ નહી સાંકડા રસ્તાઓ ઉપર ટ્રક આડેધડ પાર્ક કરતા હોવાથી વારંવાર ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાય છે.અહીં ટ્રક ચાલકો ટ્રાફીકને નડતરરૂપ બને તે રીતે પાર્ક થાય અને નિયત સમયે જ મહેતા માર્કેટમાં આવે તે માટે પોલીસ કર્મીઓને ફરજ સોંપવામાં આવી છે. પરંતુ છેલ્લા પંદર દિવસથી માર્કેટમાં પોલીસની હાજરી દેખાતી ન હોવાનું જાણવા મળે છે.
પોલીસની હાજરી ન હોવાથી ટ્રકો આડેધડ ગમે ત્યાં પાર્ક થાય છે. ટ્રાફીકને નડતરરૂપ બને તે રીતે ટ્રકો કલાકો સુધી ઉભા રહેતા હોવાનું જાણવા મળે છે. પરિણામે વારંવાર ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાય છે. આથી મહેતા માર્કેટમાં પોલીસની નિયમીત હાજરી દેખાય અને ટ્રકો આડેધડ પાર્ક ન થાય તે માટે અસરકારક પગલા લેવામાં આવે તેવી લોકોની અને દુકાનદારોની લાગણી અને માંગણી છે.