Sunday, April 2, 2023

હાલોલ બાયપાસ રોડ ઉપર રોંગ સાઈડમાં આવતી ઇકો ગાડીએ બાઈકને અડફેટે લેતા બે યુવકો ગંભીર રીતે ઘાયલ | Two youths seriously injured when an Echo car coming on the wrong side hit a bike on Halol Bypass Road | Times Of Ahmedabad

હાલોલ2 કલાક પહેલા

  • કૉપી લિંક

હાલોલ બાયપાસ વાહન ચાલકો માટે ભયજનક બની રહ્યો છે. આ માર્ગ ઉપર ઔદ્યોગિક વસાહત આવેલી હોવાથી અવારનવાર થતા અકસ્માતો નાના વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકી દેનારા સાબિત થાય છે. આજે બપોર બાદ એક મોટરસાયકલને ઇકો કાર ચાલકે અડફેટે લેતા મોટરસાયકલ ઉપર સવાર બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બંનેને 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલ સમુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

હાલોલ બાયપાસના કંજરી ચોકડીથી નવજીવન તરફનો માર્ગ વાહન ચાલકો માટે જોખમી બની ગયો છે. છાસવારે થતા અકસ્માતોમાં અનેક યુવકો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે આ ઔદ્યોગિક વસાહતમાંથી પસાર થતા માર્ગ ઉપર આજે વધુ એક મોટરસાયકલનો અકસ્માત થયો છે. ગોધરા તરફથી હાલોલ તરફ રોંગ સાઈડમાં પુર ઝડપે આવી રહેલી પ્રમોદ કેટરિંગ સર્વિસની ઇકો ગાડીએ ગોધરા તરફના લેફ્ટ ટ્રેક ઉપર જઇ રહેલા મોટર સાયકલ ઉપર સવાર બે યુવકોને ટક્કર મારી રોડ ઉપર ફંગોળ્યા હતા.

અકસ્માતમાં ઘવાયેલા બંને યુવકો મૂળ દાહોદના અંકિત વ્યાસ અને જીતેન્દ્ર પરમાર કાલોલ ખાતે ભાડાના મકાનમાં રહે છે. હાલોલ ઔદ્યોગિક વસાહતની એમજી મોટર્સમાં બંને નોકરી કરતા હોવાની વિગતો જાણવા મળી છે. બંને યુવકોને સારવાર માટે હાલોલ લઈ જવામાં આવ્યા છે.

ઇકો કાર ચાલકે હાલોલ તરફ આવતા હાઇવે ઉપર જમણી તરફ જવાનું હોવાથી પહેલા ડિવાઈડરનો કટ મારી રોંગ સાઈડમાં જમણા ટ્રેક ઊપર પુરઝડપે આવતો હતો. ત્યારે સામેથી આવતા અને ગોધરા તરફ જતા મોટર સાયકલ ચાલાકને ટક્કર મારી હતી. ઇકો કાર ચાલાકની ગંભીર ભૂલને કારણે બે યુવકોના જીવ દાવ ઊપર લાગી ગયા છે. જોકે ઇકો કાર ચાલાક ફરિયાદ આપવા પોલીસ મથકે પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: