વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ સરકારી કાર લઈ મહારાષ્ટ્ર સુધી જતા સવાલો ઉઠ્યા, ડીડીઓએ કહ્યું- આ મામલે તપાસ કરવામાં આવશે | Valsad district panchayat president going to Maharashtra with a government car, questions raised, DDO said - this matter will be investigated | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Valsad District Panchayat President Going To Maharashtra With A Government Car, Questions Raised, DDO Said This Matter Will Be Investigated

વલસાડ2 કલાક પહેલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ મહારાષ્ટ્રમાં આયોજીત એક સમાજના કાર્યક્રમમાં હાજરી આપવા માટે સરકારી કાર લઈને ગયા હોવાનો વીડિયો સામે આવ્યો છે. મહિલા પ્રમુખની આ મુસાફરીને લઈ સવાલો ઉઠ્યા છે ત્યારે વલસાડના ડીડીઓ મનીષ ગુરવાનીએ કહ્યું હતું કે, આ મામલે તપાસ કરવામાં આવશે.

વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા પાલઘરના ધર્મ ગુરુ અપ્પા સાહેબ ધર્માંધિકારીને નવી મુંબઇ ખાર્ગર ખાતે મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવાના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી, નાયબ મુખ્ય મંત્રી, વિવિધ વિભાગોના મંત્રીઓ સાથે મહત્વના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહ તેમના પતિ અને પરિવાર સાથે સરકારી ગાડી લઈને ગયા હતા. મહિલા પ્રમુખે કહ્યું હતું કે, સત્કાર સમારંભ માટે મને બોલાવવામાં આવી હતી એટલે હું અહીં આવી છું.

આ મામલે વલસાડના ડીડીઓએ કહ્યું હતું કે, મહારાષ્ટ્ર સુધી સરકારી ગાડી લઈ જવા બાબતે ગાડીની લોગ બુક સહિતની વસ્તુઓ ચેક કરવામાં આવશે. સાથે જિલ્લા પંચાયત કે અન્ય કોઈ પદાથિકારીઓએ ખાનગી ઉપયોગ માટે સરકારી વાહનનો ઉપયોગ કર્યો હશે તો તેમને નિયમ મુજબ સરકારમાં ગાડીનું ભાડું ચૂકવણી કરવાની રહેશે. આ મામલે તપાસ કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post