Saturday, April 8, 2023

ટેમ્પો, ગાડી અને બાઈક સહિત વાહનો ટેન્કર નીચે દબાયા; ત્રણ જેસીબી, એક હાઇડ્રા અને સ્થાનિકોની મદદથી લોકોને બહાર કઢાયા | Vehicles including tempos, carts and bikes were crushed under the tanker; With the help of three JCBs, one Hydra and locals, people were evacuated | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Vehicles Including Tempos, Carts And Bikes Were Crushed Under The Tanker; With The Help Of Three JCBs, One Hydra And Locals, People Were Evacuated

નર્મદા (રાજપીપળા)42 મિનિટ પહેલા

  • કૉપી લિંક

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના દેવલિયા ચોકડી તરફથી એક કન્ટેનર ચાલક પોતાના કબજાનો કન્ટેનર પૂરઝડપે હંકારી લાવતા તિલકવાડા ચોકડી નજીક આવતા અચાનક સ્ટિયરિંગ ઉપર કાબૂ ગુમાવી બેઠો હતો. જ્યાં એક ટેમ્પો, એક ઇક્કો ગાડી અને ચારથી પાંચ બાઈકોને અડફેટમાં લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે મહિલા અને એક યુવક ગાડી નીચે દબાતા કલાકોની મહેનત બાદ દબાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું.

મળતી માહિતી અનુસાર, એક કન્ટેનર ચાલકે પોતાની માલિકીનું ટેન્કર ફૂલ સ્પીડમાં હંકારી લાવતા તિલકવાડા ચોકડી આગળ આવતા ઓચિંતા અકસ્માત સર્જાયો હતો. અચાનક ચાલકે ગાડીના સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવી દેતા રોડની સાઈડમાં ઊભેલી એક 407 ટેમ્પો ગાડી તથા એક ઇક્કો ગાડી તથા રોડની સાઈડમાં ઊભેલી અંદાજિત ચારથી પાંચ બાઈકોને અડફેટમાં લીધી હતી અને ટેન્કર પલટી મારી જતા વાહનો ટેન્કર નીચે દબાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં રોડની સાઈડમાં ઉભેલી બે મહિલાઓ તથા એક યુવક ગાડી નીચે દબાઈ ગયા હતા સાથે ટેન્કર ચાલક પણ બેભાન હાલતમાં હતો.જેથી ગાડી ચાલકનું કાચ તોડીને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જ્યારે ત્રણ જેસીબી તથા એક હાઇડ્રાની મદદથી પોલીસ કર્મીઓ અને સ્થાનિક લોકો દ્વારા કલાકોની જહેમત બાદ ગાડી નીચે દબાયેલા બે મહિલા અને એક યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં બંને મહિલાઓ અને એક યુવકને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું જાણવા મળેલ છે. અકસ્માતને પગલે પોલીસ કર્મીઓ, આરોગ્ય કર્મીઓ, મામલતદાર તથા આગેવાનો અને સ્થાનિક લોકો ખૂબ મોટી સંખ્યામાં સ્થળ પર ઉમટી પડ્યા હતા. આખું વિસ્તાર 108 એમ્બ્યુલન્સના સાઇરનથી ગુંજી ઉઠ્યું હતું. અકસ્માતને પગલે તિલકવાડા ચોકડી આગળ બેરીકેટ અને સ્પીડ બ્રેકર મુકવા માટે લોકોમાં માગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: