No results found

    સૂર્યમંદિર સહિત સુજાણપુરા સ્થળની મુલાકાત કરી જરુરી સૂચનો કર્યા | Visited Sujanpura place including Sun Temple and made necessary suggestions | Times Of Ahmedabad

    મહેસાણા4 મિનિટ પહેલા

    • કૉપી લિંક

    ગાંધીનગર ખાતે 2 એપ્રિલથી જી-20ની બીજી એનર્જી વર્કીંગ ગ્રુપની બેઠક યોજાનાર છે.જે અંતર્ગત આ બેઠકમાં ઉપસ્થિત રહેનારના 120 જેટલા પ્રતિનિધિઓ આગામી 3 એપ્રિલે સાંજે 5 કલાકે સુજાણપુરા તેમજ મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લેનાર છે. મહેસાણા મોઢેરા સૂર્યમંદિર તેમજ સુજાણપુરા પ્લાન્ટની મુલાકાત અંગેનુ આયોજન જી.પી.સી.એલ, ટી.સી.જી.એલ,ઇન્ડેક-બી દ્વારા સંયુક્ત રીતે કરાયુ છે. અન્ય દેશોના પ્રતિનિધિઓની મુલાકાત અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશે મોઢેરા સૂર્યમંદિર સહિત સૂજાણપુરા ગામની મુલાકાત કરી કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શન આપી જરૂરી સૂચનો કર્યા હતા.

    આગામી 3 એપ્રિલે બીજી એનર્જી વર્કીંગ ગ્રુપની બેઠકનુ 120 પ્રતિનિધિઓ સાંજે 5 કલાકે સુજાણપુરની મુલાકાત લેનાર છે. આ પ્રતિનિધિ મંડળ સુજાણપુરા સાઇટની પ્લાન્ટ વીઝીટ કરશે જે પ્રસંગે પ્રતિનિધિઓંનું ભાતીગળ સ્વાગત કરવામા આવશે ત્યાર બાદ સુજાણપુરા સાઇટ પર 5 મિનીટની મુવી,ફોટો સેશન સહિત સોલર રૂપ ટોપના લાભાર્થીઓ સાથે સંવાદ કરી સુજાણપુરા પ્રોજેક્ટ સાઇટની વિગતો મેળવશે.

    આ 120 પ્રતિનિધિઓ ત્યાર બાદ મોઢેરા સૂર્યમંદિર ખાતે પ્રવાસ મુલાકાત કરી 10 મીનીટનો સાંસ્કૃતિ શો અને 20 મિનીટના લાઇટ એન્ડ સાઉન્ડ શોનો આનંદ માણશે. દેશનું પ્રથમ સોલર ગામની મુલાકાત અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી સહિત સંબધિત અધિકારીઓએ સ્થળ પર તૈયારી સંદર્ભે ચર્ચા કરી હતી.

    આ યુ.જી.વી.સી.એલના એમ.ડી પ્રભવ જોષી,જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી,નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા, પ્રાન્ત અધિકારી સર્વેશ્રીઓ જી.પી.સી.એલના પ્રતિનિધિ,ઇન્ડેક્ષ બીના પ્રતિનિધિ,સહિત જિલ્લાના સંબધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال