પાક નુક્સાનીના વળતર અંગે કૃષિમંત્રીએ શું કહ્યું? તાજ હોટલના માલિક જુગાર રમતાં પકડાયા, હનુમાન જયંતીની ઉમંગભેર ઉજવણી | What did Agriculture Minister Raghavji Patel say about crop damage survey? How is the restaurant launched by Amit Shah in Salangpur? See seven big news | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • What Did Agriculture Minister Raghavji Patel Say About Crop Damage Survey? How Is The Restaurant Launched By Amit Shah In Salangpur? See Seven Big News

એક કલાક પહેલા

  • કૉપી લિંક

અમિત શાહે સાળંગપુરમાં ભોજનાલયનું લોકાર્પણ કર્યું

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સાળંગપુરમાં પહોંચી ગયા છે અને તેમની સાથે જય શાહ પણ ઉપસ્થિત છે. અમિત શાહ અને જય શાહે દાદાની મૂર્તિની પૂજા વિધિ કરી હતી. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે વિરાટ અને ભવ્ય ભોજનાલયનું લોકાર્પણ કર્યું હતું. આ ભવ્ય ભોજનાલય 7 વીઘામાં પથરાયેલું છે. જેમાં એકસાથે 8 હજાર ભક્તો પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.દાદાના ધામમાં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો માનતા પૂર્ણ કરવા આવે છે. ભક્તોને દાદાના દર્શનની સાથે સાથે તેમને પ્રસાદ પણ આપવામાં આવે છે. આજે સંયોગ છે કે આજે હનુમાન જયંતી અને ભાજપનો સ્થાપના દિવસ છે. તે દિવસે બપોરે 1 વાગ્યે પાર્ટીની સ્થાપના થઇ હતી અને આજે પણ 1 વાગવાની તૈયારી છે. 1980માં આજના દિવસે જ અટલજી અને અડવાણીજીએ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી. ત્યારે અમારી બહુ જ મજાક ઉડાવવામાં આવી હતી. તે સમયે સ્થાપના બાદની ચૂંટણીમાં 2 સીટ આવી હતી, જેથી રાજીવ ગાંધીએ ‘અમે બે અને અમારા બે’નું નિવેદન આપી મજાક ઉડાવી હતી. આજે દાદાની કૃ્પાની સંપૂર્ણ બહુમત સાથે દેશમાં ભાજપની સરકાર છે. આ સાથોસાથ આજે અમિત શાહની પૌત્રીનો પણ જન્મદિવસ છે.

કૃષિમંત્રી રાઘવજી પટેલનું મહત્ત્વનું નિવેદન

કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે કમોસમી વરસાદને કારણે સૌથી વધારે નુકસાન અમરેલી જિલ્લામાં થયું છે. જ્યાં ઘઉં, જીરૂ, લસણ જેવા રવિ પાક અને બાગાયતી પાકને નુકસાન પહોંચ્યું છે, જે અંગેની સમીક્ષા કરવામાં આવી રહી છે.રાજ્યમાં છેલ્લા દોઢ મહિનામાં 5 વખત કમોસમી વરસાદ પડ્યો છે અને આ કમોસમી વરસાદને કારણે સૌથી વધારે મુશ્કેલીનો સામનો ખેડૂતોને કરવો પડ્યો છે. કમોસમી વરસાદને કારણે રવિ પાક અને બાગાયતી પાકને મોટું નુકસાન પહોંચ્યું છે ત્યારે કૃષિમંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને સહાયને લઇને મહત્વનું નિવેદન આપ્યું હતું.કૃષિમંત્રી રાઘવજી પટેલે વધુમાં કહ્યું હતું કે કમોસમી વરસાદને કારણે સૌથી વધારે નુકસાન અમરેલી જિલ્લામાં થયું છે. જ્યાં ઘઉં,જીરૂ,લસણ જેવા રવિ પાક અને બાગાયતી પાકને નુકસાન પહોંચ્યું છે, જે અંગેની સમીક્ષા કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા 565 જેટલી ટીમો દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. જે જ્યાં કમોસમી વરસાદ પડ્યો હશે, ત્યાં સર્વે કરીને રિપોર્ટ તૈયાર કરશે. 33 ટકાથી વધારે નુકસાન હશે, તેવા ખેડૂતોને સરકાર સહાય ચૂકવશે. આ ઉપરાંત નિયમોને બાજુએ મુકીને ખેડૂતોની ચિંતા કરીને સહાય ચૂકવવામાં આવશે.

આધારકાર્ડ અને ચેક આપો એટલે પેપર મળી જશે

ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારીઓ કરતા લાખો ઉમેદવારોનાં સપનાં એક જ રાતમાં રોળાઈ ગયાં હતાં. પરીક્ષા શરૂ થાય તે પહેલાં જ પરીક્ષા રદ કરવામાં આવી કારણ કે, પરીક્ષા પહેલાં જ પરીક્ષાના પેપર લોકો વચ્ચે ફરતાં થઈ ગયાં હતાં. એટલે કે એજન્ટોએ લાલચુ પરીક્ષાર્થીઓને પેપર વેચી દીધા હતા. કોઈની પાસેથી 10 લાખ તો કોઇની પાસેથી 15 લાખના ચેક તમામના ઓરિજનલ ડોક્યુમેન્ટ મેળવ્યા બાદ તેમને પેપર આપી દીધાં હતાં. ગુજરાત સરકારની શાખમાં ડાઘ લગાડતું કામ પેપરલીક કરનારા દલાલોએ કર્યું હતું. જેમાં ખાસ કરીને ગુજરાતના દલાલો અને અન્ય રાજ્યના દલાલોએ ભેગા મળીને અંદાજે 100થી વધુ લોકોને પેપર આપી દીધા હતા. હાલ પોલીસના હાથે યુવતીઓ સહિત કુલ 30 લોકો ઝડપાયા છે. જે પરીક્ષા પહેલાં જ તેમના હાથમાં પેપર આવી ગયા હતા. આ તમામે દલાલોને કોરા ચેક આપીને અન્ય ઉમેદવારોના ભાવિ સાથે ચેડાં કર્યાં હતાં. હાલ તમામની સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

PCBએ માલિક સહિત 10 લોકોની ધરપકડ કરી

અમદાવાદમાં PCBએ સિંધુભવન રોડ પર આવેલી તાજ હોટલમાં રેડ કરી હતી. આ રેડમાં ખબર પડી કે, તાજ હોટલના માલિક બહારથી લોકોને બોલાવીને હોટલમાં જુગાર રમાડતા ઝડપાયો હતો. હોટલના માલિક સહિત PCBએ 10 લોકોની ધરપકડ કરી છે. રોકડ રકમ 9.83 લાખ સહિત 10,48,350 રૂપિયાના મુદ્દામાલ સહિત આરોપીઓ સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ધરપકડ કરવામાં છે.PCBને બાતમી મળી હતી કે, કૈલાસ ગોયન્કા નામનો વ્યક્તિ તાજ હોટલનો માલિક છે, જે પોતાની હોટલમાં માણસો રાખીને તીન પત્તીનો જુગાર રમાડે છે, જેને લઈને PCBની ટીમ તાજ હોટલ પહોંચી અને ત્યારબાદ સીડીથી સાતમા માળ સુધી ગયા હતા. 721 નંબરનો રૂમનો દરવાજો ખખડાવતા અંદરથી હોટલ માલિક કૈલાસ ગોયન્કાએ દરવાજો ખોલ્યો હતો. અંદર જતા રૂમમાં ખુરશીઓમાં અન્ય 9 લોકો બેઠા હતા.રૂમમાં ટેબલ પર ચાદર પાથરી હતી. 9 લોકોના હાથમાં જુગારનાં પત્તાં તથા કોઈન હતાં. આ તમામ લોકો રૂમમાં બેઠા-બેઠા જુગાર રમતા હતા. PCBએ કાર્યવાહી શરૂ કરતાં સૌપ્રથમ હોટલ માલિક કૈલાસ ગોયન્કાની પૂછપરછ કરી તો તેણે જણાવ્યું હતું કે, ‘હું હોટલનો માલિક છું, મારા મિત્રોને બોલાવીને હું જુગાર રમાડું છું. અમે કોઈનથી જુગાર રમીએ છીએ. છેલ્લે જેની પાસે જેટલા કોઈન હોય તે મુજબ પૈસા આપીએ છીએ. પકડાયેલ તમામ લોકોની ઉંમર 47 થી 59 વર્ષની હતી.

ટોઈલેટમાં એક્ઝોસ્ટ ફેન સાથે ચાદર બાંધી ફાંસો ખાધો

અડાજણ પોલીસમાં ગત સપ્ટેમ્બર 2022માં નોંધાયેલા અપહરણ અને પોક્સો એક્ટના ગુનાના આરોપી અવિનાશ ઉર્ફે અવી કાશીનાથ સામુદ્રે (ઉ.વ. 23 રહે. લોનખેડા, તા. સહાદા, જિ. નંદુરબાર, મહારાષ્ટ્ર) 20 ફેબ્રુઆરી 2023થી લાજપોર મધ્યસ્થ જેલમાં યાર્ડ નં. 10ની બેરેક નં. 4 માં કેદ હતો. ગત રાતે 2.15 કલાક ઊંઘમાંથી ઊઠેલો અવિનાશ ટોઈલેટમાં ગયો હતો અને એક્ઝોસ્ટ ફેન સાથે ચાદર બાંધી ફાંસો ખાઇ લીધો હતો.સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં કેદ અડાજણ પોલીસ સ્ટેશનના પોક્સો એક્ટ હેઠળના આરોપીએ પ્રેમમાં હતાશ થઇ આપઘાત કર્યો હતો. માતા-પિતા અને સગીર પ્રેમિકાને ઉદ્દેશીને બે પેજની સુસાઇડ નોટ લખી હતી. ત્યારબાદ જેલમાં ટોઈલેટમાં એકઝોસ્ટ ફેન સાથે ચાદર બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સુસાઈડ નોટમાં પ્રેમિકાને ઉદ્દેશીને લખ્યું હતું કે, હું તને બહુ પ્રેમ કરું છું, શક્ય હોય તો દર મહિને મારાં મમ્મી-પપ્પાને મળતી રહેજે.

પત્નીએ એક મહિના પહેલાં પુત્રને જન્મ આપ્યો હતો

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં દીપિકા ગાર્ડન પાસે ખાનગી સ્કૂલના સફાઈ કામદારને સ્કૂટરચાલકે (GJ-06-JN-3813) ટક્કર મારતાં તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. યુવક સમા ખાતેના આવેલા પોતાના ઘેરથી વારસિયા ખાતે સાસરીમાં પત્ની અને પુત્રની કાઢવા જઇ રહ્યા હતા, ત્યારે આ અકસ્માત થયો હતો. સમા વિસ્તારમાં જવાહર ફળિયામાં રહેતા નિલેશભાઈ રાજેશભાઈ સોલંકી (ઉં.વ.26)ની પત્નીએ એક મહિના પહેલાં જ પુત્રને જન્મ આપ્યો હતો. જેથી વારસિયામાં પિયરમાં ગયેલી પત્ની અને પુત્રની ખબર જોવા માટે નિલેશભાઈ બાઈક પર સમાથી વારસિયા જઈ રહ્યા હતા.આ સમયે સ્કૂટરચાલકે બાઇકને ટક્કર મારતાં યુવકને ગંભીર ઇજાઓ થઈ હતી અને તે લોહીલુહાણ થઈ ગયો હતો. જેથી ગંભીર હાલતમાં નિલેશ સોલંકીને સયાજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતા. તેઓ પ્રતાપનગરની ખાનગી સ્કૂલમાં સફાઈ કામદાર હતા, તેવું પોલીસની તપાસમાં આવ્યું છે. કારેલીબાગ પોલીસે અકસ્માતને લઈને તપાસ હાથ ધરી છે. પોલીસે સ્કૂટરચાલકની પણ શોધખોળ શરૂ કરી છે.

ગુજરાતમાં હનુમાન જયંતીની ઉજવણી

આજ રોજ દેશભરમાં ચૈત્ર સુદ પૂર્ણિમા અંતર્ગત હનુમાન જયંતીની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ ઠેર ઠેર હનુમાન દાદાનાં મંદિરોમાં સવારથી ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી ભાવિકોની ભીડ મંદિરોમાં જોવા માળી રહી છે. રાજકોટમાં રામનાથપરાથી ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી છે. તેમજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં મુસ્લિમ પોલીસમેન 11 વર્ષથી હનુમાન જયંતીની ઉજવણી કરતા હોવાથી કોમી એકતાનાં દર્શન પણ કરાવી રહ્યા છે. બીજી તરફ સુરતમાં 4500 કિલોનો સવામણી લાડુનો ભોગ દાદાને ચડાવવામાં આવતા આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જ્યારે અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિરમાં 1100 કિલોની બુંદીમાંથી નવ ગ્રહની પ્રતિકૃતિએ પણ આકર્ષણ જમાવ્યું છે.અમદાવાદના કેમ્પ હનુમાન મંદિરમાં આજે હનુમાજીના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી આજે મંદિરમાં ભક્તો દર્શન કરવા આવી રહ્યા હતા. આજના દિવસ નિમિત્તે મંદિરમાં 1100 કિલો બુંદીની 9 ગ્રહોની પ્રતિકૃતિ બનાવી ભગવાનને ભોગ ધરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત મંદિરમાં આજે 7000 લોકોનો ભંડારો રાખવામાં આવ્યો છે તથા સવારથી રાતના 12 વાગ્યા સુધી અલગ અલગ કાર્યક્રમ ચાલશે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post