Thursday, April 27, 2023

ધારપુર હોસ્પિટલમાં મ્યુકોર માયકોસિસના ગંભીર રોગનો ભોગ બનેલી મહિલાની સારવાર કરાઈ, તબીબોએ ફંગસ તથા અન્ય રોગયુક્ત ભાગો દૂર કર્યાં | A woman suffering from severe mucor mycosis was treated at Dharpur Hospital, doctors removed the fungus and other diseased parts. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • A Woman Suffering From Severe Mucor Mycosis Was Treated At Dharpur Hospital, Doctors Removed The Fungus And Other Diseased Parts.

પાટણએક કલાક પહેલા

  • કૉપી લિંક

પાટણ નજીકના એક ગામની મહિલા દર્દીને ચહેરા પર સોજા અને અસહ્ય દુ:ખાવો હોવાથી, પાટણના તબીબે વધુ સારવાર અર્થે ધારપૂર હોસ્પિટલ ખાતે રીફર કર્યાં હતા. ત્યાં સારવાર દરમિયાન ફંગસ તથા અન્ય રોગયુક્ત ભાગો દૂર કર્યાં અને લેબોરેટરીમાં નિદાન માટે મોકલ્યાં હતા. જેના રિપોર્ટમાં મ્યુકોર માયકોસિસ જ હોવાની ખાતરી થઈ હતી. જેની સર્જરી કરી સારવાર કરવામાં આવી હતી. હાલ મહિલાની તબિયત સુધાર પર છે. જોકે, સારવાર હાલ ચાલી રહી છે.

પાટણ જિલ્લામાં મ્યુકોર માયકોસિસ નામનો ગંભીર રોગ હજી ગયો નથી. ગત સોમવારે પાટણ નજીકના ગામના આધેડ ઉંમરના એક સ્ત્રી દર્દીને ચહેરા પર સોજા અને અસહ્ય દુ:ખાવો હોવાથી પાટણના નામાંકિત તબીબે વધુ સારવાર અર્થે ધારપૂર હોસ્પિટલ ખાતે રીફર કર્યાં હતા. જ્યાં ઈ.એન.ટી.વિભાગે દર્દીની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક દાખલ કરી સઘન સારવાર ચાલુ કરી હતી.

આ રોગ મટાડવા માટે ખાસ જરૂરી એવા એમ્ફોટરસીનના ઈન્જેક્શન પણ શરુ કર્યાં હતા. ડાયાબિટીસની તકલીફ કાબૂમાં કરી ઓપરેશનની પૂર્વ તૈયારી કરવા મેડીસીન વિભાગ, લેબોરેટરી, સીટી સ્કેન તથા એનેસ્થેસિયા વિભાગના ડોક્ટર્સને રીફર કરી, બિલકુલ સમય ન વેડફતાં બીજા જ દિવસે ડીન તથા ઈ .એન. ટી.વિભાગના વડા ડો.હાર્દિકભાઈ શાહ તથા તેમની ટીમે એન્ડોસ્કોપની મદદથી ઓપરેશન કરી ફંગસ તથા અન્ય રોગયુક્ત ભાગો દૂર કર્યાં અને લેબોરેટરીમાં નિદાન માટે મોકલ્યાં હતા. જેના રિપોર્ટમાં મ્યુકોર માયકોસિસ જ હોવાની ખાતરી થઈ હતી.

આ રોગ એટલો ઘાતક છે કે, એક્સપર્ટ ટીમ દ્વારા આટલી તાત્કાલિક અને સઘન સારવાર પછી પણ રોગ આગળ વધીને પેઢા અને તાળવા સુધી ફેલાયો હતો. તેના ઉપાય માટે મેક્સિલોફેસિઅલ સર્જન ડો .જિગરભાઈની સાથે મળીને રોગથી સંક્રમિત તાળવાને દૂર કર્યું હતું. મહિલાની સારવાર કરાઈ હતી હાલમાં મહિલાની તબિયત સારી છે. પાટણની ધારપુર હોસ્પિટલમાં અમદાવાદ જેવાં શહેરોની મોટી હોસ્પિટલ જેવી સારવાર તદ્દન વિનામૂલ્યે કરવામાં આવી હતી. જેમાં ઈ.એન.ટી.વિભાગ તમામ સંલગ્ન વિભાગોનો, નર્સિંગ સ્ટાફનો તથા સરકારનો સહકાર બદલ સારવાર થયેલ મહિલાએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.