108 ઈમરજન્સી સેવાકર્મીઓની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી ઉજવણી કરાઈ | 108 emergency service workers were celebrated for their outstanding performance | Times Of Ahmedabad

કચ્છ (ભુજ )42 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દર વર્ષે 26 મે ના દિવસે ઉજવાતા ‘ઇન્ટરનેશનલ પાયલેટ ડે’ પ્રસંગે ઇ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વિસીસ 108 ઈમરજન્સી સેવા દ્વારા કરવામાં આવી હતી. જેમાં 108 ઈમરજન્સી સેવા તેમજ ઇ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસીસમાં સેવા આપી ચુકેલા પાયલોટ તથા ઈ એમ ટી મિત્રોની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવામાં આવી હતી. “ઇન્ટરનેશનલ પાયલોટ ડે”ની રાજયસ્તરની ઉજવણી અમરેલી ખાતે આયોજિત કરવામાં આવી હતી, જેમાં કચ્છ જિલ્લાના 108 ઇમરજન્સી સેવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું.

અમરેલી ખાતે યોજવામાં આવેલા રાજયસ્તરના કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ હેડ ઓફિસના એચ.આર. ડીપાર્ટમેન્ટના અધિકારી આશિષ ધોમસે, 108 કચ્છ જિલ્લાના પ્રોગ્રામ મેનેજર સુજીત માલવિયા તેમજ કચ્છ 108 ના જિલ્લા અધિકારી હરેશ વાણિયા તથા પ્રદીપ જસોલીયા દ્વારા ઈ એમ ટી શ્યામ પરમારને ખાસ એવોર્ડ વડે સન્માનિત ક૨વામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાત રાજ્યના તથા સૌરાષ્ટ્ર ઝોનના ઇ.એમ.આર આઇ. ગ્રીન હેલ્થ સર્વિસના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

أحدث أقدم