અમદાવાદના 82 બ્રિજોના ઇન્સ્પેકશન માટે ટેન્ડર પ્રક્રિયા કરી એજન્સી નક્કી થશે, એક જ કંપની હાલ પૂરતું ઇન્સ્પેકશન કરશે | Agency will be decided after tender process for inspection of 82 bridges of Ahmedabad, only one company will do inspection for now. | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

અમદાવાદના હાટકેશ્વર બ્રિજની ઘટના બાદ શહેરના તમામ ઓવરબ્રિજ, રીવરબ્રિજ, અન્ડરબ્રિજ, કેનાલનો કલ્વર્ટ તથા ફલાય ઓવરબ્રિજ મળી કુલ 82 બ્રિજનું ત્રણ તબક્કામાં ઇન્સ્પેક્શન કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા સ્ટ્રક્ચરલ ડિઝાઇનના ત્રણ કન્સલ્ટન્ટ કંપનીની પેનલ નક્કી કરવામાં આવી હતી. જેમાં બોપલના મુમુતપુરા બ્રિજમાં વિવાદમાં આવેલી પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ કંપનીનું નામ મલ્ટીમીડિયા પ્રાઇવેટ લિમિટેડ હતું. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના તમામ બ્રિજોની ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને ત્યારબાદ જે ટેન્ડર આગામી દિવસોમાં મંજુર થાય ત્યાં સુધી જે કંપની કમિશનર નક્કી કરે તે કંપની દ્વારા બ્રિજોનું ઇન્સ્પેક્શન કરવામાં આવશે.

બ્રિજોનું ઇન્સ્પેક્શન કઈ કંપની કરે તે કમિશનર નક્કી કરશે
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના તમામ 82 બ્રિજોનું ઇન્સ્પેક્શન કરવા માટેની વાતચીત થઈ અને ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે, જે ટેન્ડર પ્રક્રિયા હાલ ચાલી રહી છે અને જ્યાં સુધી આ ટેન્ડર પ્રક્રિયા થાય ત્યાં સુધી આ ત્રણ તપાસ પેનલમાંથી કોઈ એક કંપની દ્વારા હાલ પૂરતું બ્રિજોનું ઇન્સ્પેક્શન કરે તે કઈ કંપની કરશે તે નક્કી કરવાની સત્તા કમિશનરને સોંપવામાં આવી છે. જો કે, તેઓએ વધુમાં જણાવ્યું હતું કે મલ્ટીમીડિયા અને કસાડ સિવાય અન્ય કોઈ કંપનીને આ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવાની સૂચના આપવામાં આવી છે.

બ્રિજના ઇન્સ્પેક્શનમાં 1.60 કરોડ જેટલો અંદાજિત ખર્ચ થશે
​​​​​​​
શહેરના બ્રિજનું મુખ્ય ઇન્સ્પેક્શન, ચોમાસા પહેલા અને ચોમાસા બાદ ત્રણ તબક્કામાં કરવામાં આવશે. બ્રિજની લંબાઈ અને પહોળાઈ મુજબ સરકારના નક્કી કરેલા ભાવ મુજબ કંપનીને પૈસા ચૂકવવામાં આવશે. જે કન્સલ્ટન્ટ કંપની બ્રિજમાં અગાઉ કન્સલ્ટન્ટ કંપની તરીકે રહી ચૂકી હશે. તે કંપનીએ ફરીથી તે જ બ્રિજનું ઇન્ફેક્શન કરવાનું રહેશે નહીં. આ સુધારા મુજબ કામને રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં મંજૂર કરવામાં આવ્યું છે. જો કે, આ બ્રિજના ઇન્સ્પેક્શન પાછળ તેઓએ માત્ર 1.60 કરોડ જેટલો અંદાજિત ખર્ચ થશે તેમ જણાવ્યું હતું.

વિવાદિત કંપનીને બ્રિજોની તપાસ પેનલમાં સામેલ કરી​​​​​​​
ઔડા દ્વારા શહેરના રિંગરોડ ઉપર મુમતપુરા બ્રિજનો સ્લેબ તૂટવાની ઘટનામાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ કંપની મલ્ટીમીડિયા પ્રાઇવેટ લિમિટેડને હટાવી દેવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓએ સ્લેબ તૂટવાની ઘટનામાં જે જવાબદાર કન્સલ્ટન્ટ એજન્સી હતી તેને દૂર કરી છે, તેને જ હવે શહેરના તમામ બ્રિજોની તપાસ કરવા માટે પેનલમાં મૂકવામાં આવી હતી જેને રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈએ મંજૂરી આપતાં સવાલો ઉભા થયા હતા.

કન્સલ્ટન્ટ કંપનીઓના કામગીરી સામે સવાલો ઉભા થયા
​​​​​​​
શહેરના આશ્રમ રોડ પર બનાવવામાં આવેલો ઇન્કમટેક્સનો એકમાત્ર પાંચ લેનનો ફલાય ઓવરબ્રિજ બન્યો હોવાનું સામે આવ્યું છે. ઇન્ડિયન રોડ કોંગ્રેસના નિયમ મુજબ કોઈપણ શહેરમાં ચાર લેનથી વધુ લેનના ફ્લાય ઓવરબ્રિજ હોય નહીં પરંતુ, એકમાત્ર ઇન્કમટેક્સ બ્રિજ પાંચ લેનનો છે અને આ બ્રિજના ડિઝાઇન કન્સલ્ટન્ટ તરીકે કસાડ કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડ હતા. બંને કન્સલ્ટન્ટ કંપનીઓના કામગીરી સામે સવાલો ઉભા થયા છે છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ આ બંને કંપનીઓને હવે બ્રિજના ઇન્સ્પેક્શન માટે નિમણૂક કરી હતી.​​​​​​​

ઇન્સ્પેક્શન રિપોર્ટ તૈયાર કરી કોર્પોરેશનમાં સબમીટ કરવા દરખાસ્ત
અમદાવાદમાં જુદા-જુદા સમયે બનાવવામાં આવેલા રેલ્વે ઓવરબ્રિજ, રીવરબ્રિજ, અન્ડરબ્રિજ, કેનાલનો કલ્વર્ટ તથા ફલાય ઓવરબ્રિજ મળી કુલ 82 બ્રિજનું નિરીક્ષણ અને જાળવણી માટે હાલમાં બ્રિજના ઇન્સ્પેક્શન/મેઇન્ટેનન્સ કન્સલ્ટન્ટના એમપેનલમેન્ટ (EOI)ની મુદત પુર્ણ થઈ છે. જેથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની ગાઇડલાઇન્સ મુજબ પ્રથમ મુખ્ય ઇન્સ્પેક્શન, બીજું ચોમાસા પહેલાનું ઇન્સ્પેક્શન મે માસમાં તેમજ ચોમાસા પછીનું ઇન્સ્પેક્શન ઓકટોબર માસમાં કરવા તેમજ રીપોર્ટ તૈયાર કરી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સબમીટ કરવા માટેની પેનલ નક્કી કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવી હતી.

કંપનીઓની ટેન્ડર વગર કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક
તમામ 82 બ્રિજના સ્ટ્રક્ચરલ ડિઝાઇન કન્સલ્ટન્ટની એમ-પેનલમેન્ટમાં કામગીરી કરતા કન્સલ્ટન્ટસ તરીકે મલ્ટીમીડીયા કન્સલ્ટન્ટસ પ્રા.લી, કસાડ કન્સલ્ટન્ટસ પ્રા.લી અને c) પંકજ એમ. પટેલ કન્સલ્ટન્ટસ પ્રા.લી.ની નિમણૂંક કરવા માટેની દરખાસ્ત મુકાઈ છે. જો કે, મલ્ટીમીડિયા પ્રાઇવેટ લિમિટેડ અને કસાડ કન્સલ્ટન્ટ બંને વિવાદમાં આવેલા છે છતાં પણ હવે આ બંને કંપનીઓ વગર ટેન્ડરે કન્સલ્ટન્ટ તરીકે નીમવા માટેનો વિવાદ સામે આવ્યો હતો. જેથી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને ભાજપના સત્તાધીશો સામે અનેક સવાલ ઉભા થયા હતા.

આર.એન્ડ.બી. ડીઝાઈન સર્કલ, ગુજરાતના મંજુર થયેલા રૂા.22.10/પ્રતિ ચો.મી. (Consultancy service charges for preliminary inspection for major bridges in various districts of gujarat state during for stage-1)ના ભાવો મુજબ તથા રૂ. 81 પ્રતિ ચો.મી.(Consultancy service charges for detailed inspection and NDT testing of major bridges in various districts of gujarat state during_for_stage-2) ના ભાવો મુજબ તેમજ રૂ. 302 પ્રતિ ચો.મી. (Consultancy service charges for dpr prepartion for strengthening of major bridges in various districts of gujarat state during for stage-3) મુજબ કામગીરી કરાવવાની આ દરખાસ્ત મંજૂર કરાઈ છે.

أحدث أقدم