
નડિયાદ4 કલાક પહેલા
કૉપી લિંક
ખેડા જિલ્લાના કઠલાલ પંથકમાં સ્થાનિક પોલીસે ટ્રકમાં ઘઉના કટ્ટાની આડમાં લઈ જવાતો લાખોની કિંમતનો પોશડોડાનો જથ્થો ઝડપી લીધો છે. પોલીસે આ પોશડોડાના જથ્થા સાથે ટ્રક ચાલક અને ક્લીનરની અટકાયત કરતાં અન્ય 3 વ્યક્તિઓની સંડોવણી ખુલ્લી છે.રૂપિયા 81.68 લાખના પોશ ડોડાનો જથ્થો સાથે ટ્રક મળી કુલ રૂપિયા 1 કરોડ 1 લાખ 32 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. અને તમામ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે....