Thursday, January 12, 2023

Irregular Construction Of GIDC Will Be Regularized

ગાઁધીનગર: ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે મહત્વની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, GIDCના અનિયમિત બાંધકામ નિયમિત કરવામાં આવશે. GIDC ઘણા સમય પહેલાની છે.  GIDCના અનેક એસોસિએશને માગણી કરી હતી. જે બાદ ગુજરાતના વેપારીઓના હિતમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. ૧૯૬૨ માા જીઆઇડીસીની સ્થાપના થયા બાદ ગુજરાતમાં હાલમાં ૨૨૦ કરતાં પણ વધુ ઔદ્યોગિક વસાહતો આવેલ છે. જેમાં ૭૦,૦૦૦ થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત છે. 

રાજ્યમાં ઔદ્યોગિક વિકાસના હેતુથી જીઆઇડીસીની રચના કરવામાં આવેલ 

રાજ્યમાં ઔદ્યોગિક વિકાસના હેતુથી જીઆઇડીસીની રચના કરવામાં આવેલ પરંતુ ઝડપી ઔદ્યોગિક વિકાસના કારણે જીઆઇડીસી વસાહતમાં અનઅધિકૃત બાંધકામના બનાવો વધવા પામેલ છે. આ પ્રકારના બાંધકામ દૂર કરવાથી આર્થિક પ્રવૃત્તિ, રોજગારી અને સંલગ્ન રોકાણ ઉપર નકારાત્મક અસર થવા પામે છે. આ બાબતો ધ્યાને લઇ જીઆઇડીસી દ્વારા અનઅધિકૃત બાંધકામ નિયમિત કરવાની નીતિ અમલમાં લાવવાનો નિર્ણય કરેલ છે. સદર નીતિ આ પરિપત્રના દિવસથી ચાર મહિના સુધી અમલમાં રહેશે.

આ જોગવાઇઓ જોખમી અને હાનિકારક ઉદ્યોગોને લાગુ પડશે નહિ

live reels News Reels

રહેણાંક વપરાશ માટે ખૂટતાં પાર્કિંગ માટે જે તે વસાહતના ફાળવણી દરના ૧૫ % તથા રહેણાંક સિવાય અન્ય વપરાશ માટે ફાળવણી દરના ૩૦ % ના દરે દંડ વસુલવામાં આવશે. રહેણાંક તથા વાણિજ્ય વપરાશ માટે સી -જીડીસીઆર -૨૦૧૭ ના ડી -૯ વર્ગ મુજબ મળતાં મહત્તમ એફ.એસ.આઇ. થી ૫૦ % વધારે તથા ઔદ્યોગિક વપરાશ માટે ૩૩ % વધારે એફ.એસ.આઇ. નિયમિત કરવાની જોગવાઇ રાખવામાં આવેલ છે. આ જોગવાઇઓ જોખમી અને હાનિકારક ઉદ્યોગોને લાગુ પડશે નહિ તથા પ્લોટની બહાર કરવામાં આવેલ કોઇ પણ બાંધકામને નિયમિત કરવામાં આવશે નહીં. 

આ પરિપત્રથી ચાર મહિનાની અંદર અરજી કરવાની રહેશે
 
અરજદાર દ્વારા નિયત નમુનામાં અને રીતથી આ પરિપત્રથી ચાર મહિનાની અંદર અરજી કરવાની રહેશે. તથા આ વિનિયમો કાયમી નથી તથા આ પરિપત્રની તારીખથી અગાઉ કરેલ બાંધકામ ઉપર લાગુ પડશે. આ દર રહેણાંક માટે અમલી રહેશે જ્યારે રહેણાંક ઉપરાંત બીજા વપરાશ માટે બે ગણા દર ફાળવણીદાર દ્વારા ચૂકવવાનો રહેશે. આ નીતિ અંતર્ગત રહેણાંક તથા વાણિજ્ય વપરાશ માટે કોમન પ્લોટમાં જમીન વપરાશના ૫૦ % સુધીનું બાંધકામ નિયમિત કરવામાં આવશે.  આ નીતિ અંતર્ગત વપરાશમાં ફેરફાર ( Change of use ) તથા મકાનની વધારાની ઉંચાઇ નિયમિત કરવાની જોગવાઇ રાખવામાં આવેલ નથી.

India Squad NewZealand Series: Indian Squad Announcement Coming Soon

India vs New Zealand T20 And ODI Series: ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે અને ટી-20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની નવી પસંદગી સમિતિ ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી માટે ભારતીય ટીમની પસંદગી કરશે. ચેતન શર્માની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિ આ સમયગાળા દરમિયાન રોહિત શર્મા અને વિરાટ કોહલીની T20 કારકિર્દી પર મોટો નિર્ણય લેશે. આ બંને ઉપરાંત રવિન્દ્ર જાડેજા, સંજુ સેમસન અને જસપ્રીત બુમરાહ પણ ચર્ચાનો વિષય બનશે. ઈજાના કારણે લાંબા સમયથી મેદાનથી દૂર રહેલા રવિન્દ્ર જાડેજાની ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં ભારતીય ટીમમાં વાપસી થાય તેવી શક્યતા છે.

ન્યૂઝીલેન્ડની ટીમ ત્રણ વનડે, ત્રણ ટી-20 રમશે

ન્યૂઝીલેન્ડની ટીમ ભારતના પ્રવાસ પર ત્રણ વનડે અને ત્રણ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. પ્રવાસની શરૂઆત વન-ડે શ્રેણીથી થશે અને પ્રથમ મેચ 18 જાન્યુઆરીએ હૈદરાબાદમાં રમાશે. જ્યારે બીજી વનડે 21 જાન્યુઆરીએ ઈન્દોરમાં અને ત્રીજી વનડે 24 જાન્યુઆરીએ રાયપુરમાં રમાશે. વનડે શ્રેણી બાદ બંને દેશો વચ્ચે ત્રણ ટી-20 મેચોની શ્રેણી રમાશે. આ શ્રેણીની પ્રથમ મેચ 27 જાન્યુઆરીએ રાંચીમાં, બીજી મેચ 29 જાન્યુઆરીએ લખનઉમાં જ્યારે ત્રીજી અને અંતિમ ટી20 મેચ 1 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાશે.

સંજુ સેમસન આઉટ થઈ શકે છે

live reels News Reels

ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝ માટે પસંદગીકારો રવીન્દ્ર જાડેજાની ઈજા અંગે એનસીએસ ચીફ વીવીએસ લક્ષ્મણ સાથે ફોન પર વાત કરશે. જો NCA ચીફ ક્લિયરન્સ આપશે તો જાડેજાની ટીમમાં પસંદગી નિશ્ચિત છે. જો જાડેજા ટીમમાં આવશે તો સંજુ સેમસને બહાર બેસવુ પડશે. સંજુ સિવાય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પણ ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર થઈ શકે છે. કારણ કે બુમરાહને પીઠની સમસ્યા છે અને તે શ્રીલંકા સામેની વનડે શ્રેણીના એક દિવસ પહેલા જ ખસી ગયો હતો. રોહિત શર્મા અને વિરાટ કોહલીના ભવિષ્ય અંગે પણ ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 શ્રેણીમાં નિર્ણય લેવામાં આવશે.

Australia vs Afghanistan Series: તાલિબાન સામે ઓસ્ટ્રેલિયાએ ખોલ્યો મોરચો, અફઘાનિસ્તાન સામે નહી રમે ક્રિકેટ

Australia vs Afghanistan Series:  ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની વન-ડે સીરિઝ રમવાનો ઇનકાર કરી દીધો છે. આ શ્રેણી માર્ચના અંતમાં યુએઇમાં રમવાની હતી. પરંતુ ઓસ્ટ્રેલિયન બોર્ડે તાલિબાનના કેટલાક નિર્ણયોના વિરોધમાં આ મોટું પગલું ભર્યું છે અને શ્રેણી રમવાનો ઇનકાર કરી દીધો છે

વાસ્તવમાં ઓસ્ટ્રેલિયન ટીમને ફેબ્રુઆરીમાં ભારતના પ્રવાસ પર ચાર ટેસ્ટ અને ત્રણ વનડે મેચોની શ્રેણી રમવાની છે. આ પછી યુએઈ પહોંચ્યા બાદ અફઘાનિસ્તાન ટીમ સામે ત્રણ વનડે મેચોની શ્રેણી પણ નક્કી કરવામાં આવી હતી. પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમ હવે આ શ્રેણી રમી શકશે નહીં

બાપુનગર અને દાણીલીમડામાં નજીવી બાબતે છરી ઉડી, બે યુવકો પર જીવલેણ હુમલો

અમદાવાદઃ શહેરના બાપુનગર અને દાણીલીમડા વિસ્તારમાં છરી વડે હુમલો કરવાની બે ઘટનાઓ સામે આવતા ચકચારમચી ગઇ છે. બાપુનગર વિસ્તારમાં જૂની અદાવતમાં ત્રણ શખ્સોએ હુમલો કર્યો છે, જ્યારે દાણીલીમડામાં ઝઘડાનું સમાધાન કરાવવા માટે વચ્ચે પડેલા યુવક પર બે શખ્સોએ છરી વડે હુમલો કર્યો છે. બાપુનગરમાં હાઉસીંગ બોર્ડના મકાનમાં રહેતા અને ગેરેજ ચલાવીને પોતાનુ અને પરિવારનું ગુજરાન ચલાવતા સમીરખાન પઠાણે બાપુનગર પોલીસ સ્ટેશનમાં આશીફ કોશરઅલી, તોસીફ કોશરઅલી અને અજાણ્યા શખ્સો વિરૂદ્ધ મારમારીની ફરિયાદ કરી છે.

બાપુનગરની હુમલાની ઘટના

થોડા દિવસ અગાઉ સમીરખાનનો ભાઈ મોઇન ઘરની બહાર નીકળ્યો હતો ત્યારે રાતે સાડા બાર વાગ્યાની આસપાસ મોઇનનો ભાઈ સલમાન ઉર્ફે કાળીયો આવ્યો હતો અને સમીરખાનને કહ્યુ હતું કે મોઇનખાનનો ઝધડો થયો છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા છે. સમીરખાન એક્ટીવા પર શારદાબેન હોસ્પિટલમાં ગયા હતા જ્યા મોઇને કહ્યુ હતું કે તે સુંદરમનગર ખાતે બેઠો હતો ત્યારે આશીફ તેનો ભાઇ તોસીફ અને એક યુવક આવ્યા હતા.આ પણ વાંચોઃ અંબાલાલ પટેલની આગાહીઃ ગુજરાત ફરી ઠંડુંગાર થશે, હાડ થીજવતી ઠંડી પડશે

ત્રણેએ બે દિવસ પહેલાની અદાવત રાખીને ઝઘડો કર્યો હતો અને મોઇનને મારમારવા લાગ્યા હતા. ત્રણેએ મોઇનને માથામાં દંડો મારીને છરીથી હુમલો કર્યો હતો. બનાવની જાણ બાપુનગર પોલીસને થતા ત્રણે શખ્સો વિરૂદ્ધ મારામારીની ફરિયાદ કરી છે.

દાણીલીમડામાં બની મારામારીની ઘટના

આ સિવાય દાણીલીમડા વિસ્તારમાં રહેતા નાસીર છીપાએ અલ્તાફ ઉર્ફે અબ્બાસ અને સમીર છીપા વિરૂદ્ધ મારમારીની ફરિયાદ કરી છે. નાસીર રિક્ષા ચાલાવીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઇકાલે નાસીર તેના ફ્લેટની નીચે ઉભો હતો ત્યારે તેના માસીયાઇ ભાઇ જાવેદની રૂપિયાની લેતીદેતી મામલે અલ્તાફ સાથે બબાલ ચાલતી હતી.

” isDesktop=”true” id=”1318793″ >

અલ્તાફ જાવેદને મારતો હતો ત્યારે નાસીર છોડાવવા માટે ત્યા દોડી ગયો હતો. અલ્તાફે નાસીરને ગાળો આપીને ઘરે દોડીને જતો રહ્યો હતો અને બાદમાં હથીયાર લઇને આવ્યો હતો. અલ્તાફ સાથે સમીર પણ આવ્યો હતો જ્યા બન્ને જણાએ નાસીર પર હુમલો કરી દીધો હતો. નાસીરના ગાલ તેમજ છાતીના ભાગે છરીનો ધા ઝીંકીને બન્ને નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત નાસીરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યારે દાણીલીમડા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Tejas Jingar

First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad crime news, Ahmedabad police

J&Kમાં બરફનું ભયંકર તોફાન, જુઓ તોફાનના LIVE દ્રશ્યો

J&Kમાં બરફનું ભયંકર તોફાન, જુઓ તોફાનના LIVE દ્રશ્યો 

Ahmedabad: Vadajમાં દબાણની કામગીરી બંધ રાખવા માટે સ્થાનિકો પહોંચ્યા કલેક્ટર કચેરીએ

Ahmedabad: Vadajમાં દબાણની કામગીરી બંધ રાખવા માટે સ્થાનિકો પહોંચ્યા કલેક્ટર કચેરીએ

અંબાલાલ પટેલની આગાહીઃ ગુજરાત ફરી ઠંડુંગાર થશે, હાડ થીજવતી ઠંડી પડશે

અંબાલાલ કહે છે કે, “દેશના પર્વતીય પ્રદેશોથી આવતા સીઘા પવનોના કારણે ઉત્તર અને મધ્યગુજરાતમાં ભારે ઠંડીનો અહેસાસ થશે. મહેસાણા, સિદ્ધપુર, બનાસકાંઠા સહિતના ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનો કહેર વર્તાશે. કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન 7 ડિગ્રીએ પહોંચી શકે છે. ક્યાંક 6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પણ પહોંચી શકે છે.”

Bharuch: ઝઘડિયાના MLA Ritesh Vsavaએ CMને લખ્યો પત્ર, જાણો શું કરી માંગ?

Bharuch: ઝઘડિયાના MLA Ritesh Vsavaએ CMને લખ્યો પત્ર, જાણો શું કરી માંગ?

Jamnagar child murder case crime branch

કિંજલ કારસરીયા, જામનગર: તાલુકાના પસાયા બેરાજા ગામમાં 12 વર્ષના બાળકની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. મૃતક બાળકની બહેન સાથે પ્રેમ સંબંધ ધરાવનાર શખ્સના પિતા એ જ બાળકની હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. જામનગર તાલુકાના પસાયા બેરાજા ગામમાં એક માસ પહેલા 12 વર્ષના એક બાળકની હત્યા નીપજાવાઈ હતી. જે હત્યા કેસનો ભેદ ઉકેલવામાં જામનગરની એલસીબી ટીમને સફળતા મળી છે. પસાયા બેરાજા ગામમાં જ રહીને મજૂરી કામ કરતા એક પરપ્રાંતિય શખ્સને ઝડપી લીધો છે. જેણે બાળકની હત્યા કર્યાની કબુલાત આપી છે.

બાળકની બહેન સાથે આરોપીનો પુત્ર પ્રેમ સંબંધ ધરાવતો હતો, જેની બાળકને જાણકારી થઈ જતાં બાળક પરિવારના અન્ય સૌને જાણકારી આપી દે તેમ હોવાથી તેનું કાસળ કાઢી નાખ્યાનું કબુલ્યું હતું. જામનગર તાલુકાના પસાયા બેરાજા ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપુરના વતની કાળુભાઈ ગોવિંદભાઈ ડામોરના 12 વર્ષના પુત્ર પંકજની ગત 7 મી ડિસેમ્બર, 2022ના રોજ હત્યા નિપજાવાઈ હતી.  કોઈ અજ્ઞાત હુમલાખોરે માથાના ભાગે તેમજ ગુપ્ત ભાગે બોથડ પદાર્થ અથવા તો તીક્ષણ હથીયારના ઘા મારી દઈ હત્યા કરી નાખી હતી.

જે અંગે પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ઉપરોક્ત હત્યાનો વણ શોધાયેલો ગુનો કે જેના આરોપીને શોધી કાઢવા માટે જામનગરની લોકલ ક્રાઈમની ટીમ તથા પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ સ્ટાફ તપાસ કરી રહ્યો હતો.

આ પણ વાંચો: સુરત: નિંદર માણી રહેલા શ્રમિકનું દબાઇ જતા થયું કરૂણ મોત

આ દરમિયાન પોલીસની સંયુક્ત ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલ જામનગર તાલુકાના પસાયા બેરાજા ગામમાં જ રહીને ખેત મજૂરી કામ કરતો હેમંત પપ્પુભાઈ વાખલા આદિવાસી હત્યાના બનાવ પછી એકાએક લાપતા બન્યો છે. જેથી તેની શોધખોળના આધારે અટકાયત કરી હતી. યુક્તિ પ્રયુક્તિના માધ્યમથી તેની પૂછપરછ કરતાં આખરે તેણે હત્યાની કબુલાત કરી લીધી છે.

આ પણ વાંચો: નવનાથ મહાદેવના દર્શન બીજે ક્યાંય નહીં કરવા મળે

આરોપી હેમંત વાખલાનો પુત્ર દિવ્યેશ વાખલા મરનાર બાળક પંકજની બહેન સાથે પ્રેમ સંબંધ ધરાવતો હતો. બંને પ્રેમીઓને પંકજ જોઈ ગયો હતો. જેથી પંકજને મૌન રહેવા જણાવ્યું હતું, પરંતુ તેણે સમગ્ર પરિવારને આ વાત કરી દેશે, તેમ કહી તેઓની વાત માની ન હોવાથી આરોપી હેમત વાખલા ઉશકેરાઈ ગયો હતો. પંકજની હત્યા નિપજાવીને નાસી ગયો હતો. જે આરોપી હાલ પોલીસની ટીમના હાથે ઝડપાઈ ગયો છે. તેની હત્યા કેસમાં ધરપકડ કરી લઇ રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી સામે અગાઉ પણ હત્યાના બે ગુના નોંધાયેલા છે. જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પસાયા બેરાજા ગામમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. જામનગર તાલુકાના પસાયા બેરાજા ગામમાં જ રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની હેમંત વાખલાની અટકાયત કરી લીધી છે. જેની પૂછપરછ કરવામાં આવતાં તેણે અગાઉ જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનના વર્ષો પહેલા માવાપર ગામમાં તેના સાગ્રીતો સાથે લૂંટની અને હત્યાની ઘટનામાં જોડાયો હતો અને વાડી માલિકનું ખૂન કરી નાખ્યું હતું.જે બાદ લૂંટ ચલાવી હતી. જે કેસમાં પોતે સંડોવાયેલો છે.

આ ઉપરાંત તેના વિરુદ્ધ આજથી સાત વર્ષ પહેલાં દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં પણ હત્યા અને લૂંટ સહિતનો ગુનો નોંધાયો છે. જેમાં તે સાત વર્ષથી ફરાર છે. જેથી દાહોદ પોલીસનો પણ સંપર્ક સાધવામાં આવી રહ્યો છે.

તમારા શહેરમાંથી (જામનગર)

Published by:Kaushal Pancholi

First published:

Tags: ક્રાઇમ સમાચાર, ગુજરાત, જામનગર

Amreli: પોલીસ જાપ્તામાંથી દુષ્કર્મનો આરોપી ફરાર થતા કાર્યવાહી, ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ

અમરેલીના રાજુલામાં કોર્ટ મુદતમાં લવાયેલો દુષ્કર્મનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો. મળતી જાણકારી અનુસાર, બે દિવસ અગાઉ રાજુલા કોર્ટમાં હાજરી આપવા આવેલો એક કેદી હોટલમાં જમવા ગયો હતો. આ સમયે હાથમાં પહેરેલી હાથકડી કાઢી નજર ચૂકવીને ફરાર થઈ ગયો હતો. અમરેલી SP હિમકર સિંહ દ્ધારા ત્રણ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો છે. 

અમરેલી સબ જેલમાંથી તેને પોલીસ જાપ્તા સાથે રાજુલા કોર્ટમાં મુદતે લાવવામાં આવ્યો હતો. હોટલમાં જમ્યા બાદ હાથકડી કાઢી આરોપી સવજી ઉર્ફે સંજય ગુજરીયા ફરાર થઈ ગયો હતો.

આરોપી ફરાર થવાના કેસમાં અમરેલીના જિલ્લા પોલીસવડાએ પોલીસ જાપ્તાના ત્રણેય પોલીસ કર્મચારીઓને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દીધા. પોલીસ કર્મચારી મનુભાઈ વાઘેલા, ડાયાભાઈ પરમાર, હિમાલયભાઈ કાલાવડિયાને જિલ્લા પોલીસવડા હિમકંરસિંહે સસ્પેન્ડ કરી દીધા છે.

Crime News: 68 વર્ષીય ઉદ્યોગપતિ યુવતી સાથે રંગરેલીયા કરવાના ચક્કરમાં હનીટ્રેપમા ફસાયો, ઠગ ટોળકીએ 2.70 કરોડ રૂપિયા પડાવ્યા

અમદાવાદઃ અમદાવાદના નવરંગપુરામાં ઉદ્યોગપતિ હનીટ્રેપમાં ફસાયો હતો. મળતી જાણકારી અનુસાર, 68 વર્ષીય ઉદ્યોગપતિને પોર્ન વીડિયો વાયરલ કરવાની, પોલીસ કેસ, સીબીઆઈ કેસ અને કોર્ટ મેટરની વિવિધ ધમકીઓ આપી જૂદા જૂદા અધિકારીઓના નામે ફોન કરી સાયબર ઠગ ટોળકીએ ૨.૭૦ કરોડ રૂપિયા ઓનલાઈન પડાવી લીધા હતા.

ઉદ્યોગપતિની ફરિયાદ મુજબ રાત્રિના સમયે તેમના મોબાઈલમાં એક યુવતીનો વ્હોટ્સએપ મેસેજ આવ્યો. જેથી તેમણે મેસેજનો રિપ્લાય આપતાં યુવતીએ મોરબીથી વાત કરતી હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ તેણે વીડિયો કોલ કર્યો હતો. આ કોલમાં તેણે બિઝનેસમેનને વર્ચ્યુઅલ સેક્સ કરવાની ઓફર કરી હતી. યુવતી સાથે ફોન પર રંગરેલીયા મનાવવાના ચક્કરમાં વીડિયો કોલ પર વર્ચ્યુઅલી સેક્સ કરનાર ઉદ્યોગપતિનો ટોળકીએ વીડિયો બનાવી લીધો હતો

બાદમાં આ વીડિયોના આધારે વૃદ્ધને બ્લેકમેઇલિંગ કરવાનું શરૂ કરાયુ હતું. આરોપીઓએ ઉદ્યોગપતિને કહ્યુ હતું કે વીડિયો વાયરલ થવાના ડરથી યુવતીએ સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતી મરી ગઈ છે. યુવતીના પરિવારજનોએ કેસ કર્યાની તેમજ કોર્ટમાં વકીલે કેસ કર્યાની વિવિધ ધમકી આપી ધરપકડનો ડર બતાવી ચાર મહિનામાં ટુકડે ટુકડે 2 કરોડ 70 લાખની રકમ પડાવી હતી. બનાવને પગલે સાયબર સેલે ઉદ્યોગપતિની ફરિયાદ આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Health Health Benefits Of Eating Green Onion

Benefits Of Green Onion: લીલી ડુંગળીને સ્પ્રિંગ ઓનિયન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે પોષક તત્વોનો ભંડાર છે. તેનું સેવન કરવાથી તમે ઘણી બીમારીઓથી બચી શકો છો. 

ફૂડનો  સ્વાદ વધારવા ઉપરાંત લીલી ડુંગળી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સામાન્ય રીતે લીલી ડુંગળીનો ઉપયોગ શાક, દાળ અને સલાડ તરીકે થાય છે. લીલી ડુંગળી પોષક તત્વોનો ભંડાર છે. તે વિટામિન-સી, વિટામિન-એ અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર છે. જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. ચાલો જાણીએ લીલી ડુંગળી ખાવાના ફાયદા.

હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ

લીલી ડુંગળીમાં સલ્ફર પૂરતી માત્રામાં જોવા મળે છે. જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે તેમના માટે લીલી ડુંગળીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. તે હાઈ બ્લડ પ્રેશરને સામાન્ય કરવામાં મદદરૂપ છે.

live reels News Reels

 હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

લીલી ડુંગળીના સેવનથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલની સમસ્યાને દૂર કરી શકાય છે. જેના કારણે હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઓછું થઈ શકે છે.

રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદરૂપ

લીલી ડુંગળીમાં હાજર વિટામિન-સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદરૂપ છે. તેનું સેવન કરવાથી તમે શરદી અને અન્ય રોગોથી બચી શકો છો.

પાચન સંબંધી સમસ્યાઓ દૂર કરવામાં અસરકારક

લીલી ડુંગળીમાં ફાઈબર પૂરતી માત્રામાં જોવા મળે છે. જે પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી તમે કબજિયાત જેવી સમસ્યાથી બચી શકો છો.

આંખો માટે ફાયદાકારક

આંખોને સ્વસ્થ રાખવા માટે લીલી ડુંગળીનું સેવન કરી શકાય છે. તેમાં વિટામિન-એ પૂરતી માત્રામાં જોવા મળે છે, જે આંખો માટે ફાયદાકારક છે. તેના સેવનથી આંખોની રોશની વધે છે.

હાડકાંને મજબૂત બનાવવામાં મદદરૂપ

લીલી ડુંગળીનું સેવન હાડકા માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં હાજર વિટામિન-કે હાડકાના વિકાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

વજન ઓછું કરવામાં ફાયદાકારક

લીલી ડુંગળીમાં કેલરી ઘણી ઓછી હોય છે. જો તમે વજન ઓછું કરવા માંગો છો, તો તમે તેને ડાયટમાં સામેલ કરી શકો છો.

Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓને માત્ર સૂચનો તરીકે જ લો, abp અસ્મિતા તેની  પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનનો અમલ કરતા પહેલા, કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક  લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

Kutch: ખેડૂતો એક વખત જરૂર ટ્રાય કરજો, ખેતીમાં કેવી રીતે ઉપયોગી સાબિત થાય રાખ?

Dhairya Gajara, Kutch: ખેતીમાં પાકને નુકસાન પહોંચાડતા જીવાત ખેડૂતોના સૌથી મોટા દુશ્મન બની રહે છે. અને આ જીવાતને દૂર કરવા ખેડૂતો રાસાયણિક ખાતર વાપરવા મજબૂર બને છે. પરંતુ પ્રકૃતિ પાસે આ સમસ્યાનો પણ હળ છે જેથી જીવાત પણ દૂર થાય અને પાકને નુકસાન પહોંચતું નથી. કચ્છમાં પ્રાકૃતિક ખેતી કરતી સંસ્થા શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા ખેડૂતોને જીવાતથી બચવા રાખનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી રહી છે. સંસ્થા ખાતે વાવેલા રીંગણાં અને ટામેટામાં પણ જીવાત થયા બાદ રાખનો ઉપયોગ કરતા પાંદડા સુધી પહોંચેલો જીવાતનો અસર તેના ફળ સુધી પહોંચતા અટકી ગયું હતું.

પ્રાકૃતિક ખેતીમાં હવે ગુજરાતની સાથે કચ્છ પણ સતત પ્રગતિ કરી રહ્યો છે. કચ્છના કુકમા ગામની શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ છેલ્લા અનેક વર્ષોથી પ્રાકૃતિક અને સજીવ ખેતી તરફ ખેડૂતોને પ્રેરિત કરી રહી છે. સંસ્થા ખાતે કરાતી પ્રાકૃતિક ખેતી થકી તેમાં આવતા અડચણો અને મુસીબતોથી વાકેફ રહે છે અને તેનો પ્રાકૃતિક નિદાન શોધવા પ્રયત્ન કરે છે.

હાલમાં જ સંસ્થા ખાતે વાવેલા રીંગણાં અને ટામેટાના પાકમાં જીવાત પડ્યા હતા. ઋતુ મુજબ માટીનું પ્રકાર અને વાતાવરણની અસરો વચ્ચે જીવાત પડતા રીંગણાં અને ટામેટાના પાંદડા પર તેની અસર દેખાઈ હતી અને પાંદડા ખવાઈ ગયા હતા. આ જીવાતને દૂર કરવા રાસાયણિક ખાતરને બદલે રાખનો વપરાશ કરવામાં આવતા આ જીવાતની અસર તેના ફળ સુધી પહોંચી ન હતી અને સારી માત્રાની સાથે સારી ગુણવત્તા વાળા ફળ પણ આવ્યા હતા.

આ પ્રકારની પરિસ્થિતિમાં ખેડૂતો યોગ્ય સમજના અભાવે રાસાયણિક જંતુનાશક દવાનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ લાકડાની રાખ એ પ્રાકૃતિક રીતે જીવાતોના નિયંત્રણ માટે ઉપયોગી નીવડે છે. રાખમાં કેલ્શીયમ અને પોટેશીયમ જેવા પોષક તત્ત્વો તો હોય જ છે, સાથે-સાથે રાખનો કરકરો સ્વભાવ પોચી ચામડીવાળા ચુસીયા પ્રકારના જીવાતોના નિયંત્રણ માટે ઉપયોગી થાય છે. રાખનો ઉપયોગ પાક ઉપર તથા થડ આસપાસની માટી પર છંટકાવ કરીને કરી શકાય છે.

રાખની અંદર એન્ટી બેકટોરિયલ, એન્ટી ફન્ગલના ગુણો છે અને સૂકું હોવાના કારણે બેક્ટેરિયા વાયરસની કોલોની વધવા દેતો નથી અને પાકને એક પ્રકારની પ્રોટેક્શન લેયર આપે છે. રસાયણીક ખાતરનું વપરાશ કરવાથી તેની અસર તેના ફળ પર પણ પડે છે અને તેને આરોગતા રાસાયણિક તત્વો આપણા શરીરમાં પ્રવેશે છે. બીજી તરફ રાખ એક એવું પદાર્થ છે જેને આરોગવાથી એસિડિટી જેવા રોગો નિયંત્રણમાં આવે છે.

તમારા શહેરમાંથી (કચ્છ)

First published:

Tags: Kutch, Local 18, ખેડૂત

Ahmedabad: ફાયર NOC ન મેળવતા રહેણાંક ઈમારતો સામે મનપા એક્શનમાં, જાણો શું કરી કાર્યવાહી?

Ahmedabad: ફાયર NOC ન મેળવતા રહેણાંક ઈમારતો સામે મનપા એક્શનમાં, જાણો શું કરી કાર્યવાહી?

અમરેલીમાં સિંહ પાછળ દોડાવી દેવાયું JCB, ત્રણ યુવકની કરાઈ ધરપકડ

અમરેલીમાં સિંહ પાછળ દોડાવી દેવાયું JCB, ત્રણ યુવકની કરાઈ ધરપકડ