A Middle aged Man Was Trapped When The Lock Of The Old Sub jail Broke Near Lal Darwaza In Patan, And Was Rescued By Locals Who Asked For Help.
પાટણ7 મિનિટ પહેલા
પાટણ શહેરના લાલ દરવાજા નજીક જૂની સબ જેલના કમ્પાઉન્ડમાં આવેલા મેલડી માતાના મંદિરની આજુબાજુમાં સાંજના સુમારે સાફ-સફાઈ કરવા ગયેલ એક આધેડ કુંડી તૂટતા અંદર ખાબકતા અને આ બાબતની અહિ ઉભેલા એક ઈસમને જોઈ જતા તેણે બુમાબુમ કરતાં આજુબાજુના યુવાનોએ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી મહામુસીબતે કુડીમાં દીવાલ નીચે દટાયેલ આધેડ ને બહાર કાઢી 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ ની મળતી હકીકત મુજબ પાટણ શહેરના લાલ દરવાજા નજીક આવેલી જુનીસબ જેલ ના કમ્પાઉન્ડમાં આવેલા મેલડી માતાના મંદિરની આજુબાજુ મા ફેલાયેલી ગંદકી ની સફાઇ કરવા ગુરૂવારે મોડી સાંજે આવેલા પ્રવિણભાઈ નામનો આધેડ અગમ્ય કારણોસર મંદિરની બાજુમાં આવેલી કુંડી ઉપર સફાઈ કરતા અચાનક કુંડી તૂટતા અંદર ખાબક્યો હતો અને કુંડીની ફરતે જજૅરિત બનેલ દિવાલનો કાટમાળ તેની ઉપર પડતાં તેને બુમાબુમ કરી હતી આ સમયે આ જગ્યા પર રહેલા અન્ય વ્યક્તિએ જેલની બહાર આવી કુડીમાં આધેડ ખાબક્યો હોવાની બૂમો પાડતા આજુબાજુ માથી રાહુલ પટેલ જૈનિષ પટેલ, દિનેશ પટેલ સહિતના યુવાનોએ ધટના સ્થળે દોડી જઈને મહામુસીબતે આધેડને કુડી માથી બહાર કાઢી 108 ને જાણ કરી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
લાલ દરવાજા નજીકની જુની સબજેલની ખુલ્લી કુડીમા આધેડ ખાબક્યો હોવાની ઘટનાને પગલે લોકો ટોળે વળ્યાં હતાં. તો આ જુની સબજેલમાં દર્શન માટે લોકો આવતા હોઈ આ ખુલ્લી કુંડીનું પુરાણ કરવામાં આવે તેવી લોક માગ ઉઠવા પામી હતી.
ભોપાલઃ દેશના દિગ્ગજ નેતા અને જનતા દળ યુનાઈટેડના પૂર્વ અધ્યક્ષ શરદ યાદવનું 12 જાન્યુઆરીએ નિધન થયું છે. તેઓ 7 વખત લોકસભા અને 4 વખત રાજ્યસભાના સાંસદ બન્યા છે. બિહારમાં ભલે શરદ યાદવની રાજકીય કારકિર્દીનું ઘર રહ્યું હોય, પરંતુ તેઓનો પરિવાર અને સામાજિક સંબંધ મધ્યપ્રદેશ સાથે થયો રહ્યો હતો. તેમનો જન્મ મધ્યપ્રદેશના નર્મદાપુર (હોશંગાબાદ) જિલ્લાના એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેઓનો જન્મ જિલ્લાના એક નાનાકડા ગામ આંખમઉમાં થયો હતો.
1 જુલાઈ 1947 પહેલા જન્મેલા શરદ યાદવે રાજકીય જીવનમાં એક અલગ ઓળખ બનાવી હતી, શરદ યાદવે રાજકારણમાં ત્યારે રસ લેવાનું શરુ કર્યું જ્યારે 1971માં જબલપુર એન્જિનિયરિંગ અભ્યાસ કરવા માટે આવ્યા હતા. તેમણે અહીંથી ચૂંટણી લડી અને વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ બન્યા હતા. આ પછી રાજકારણ જ તેમનું કરિયર બની ગયું હતું. આ પછી તેમણે પાછળ વળીને જોયું નથી.
માત્ર રાજકારણમાં જ નહીં તેઓ ભણવામાં પણ આગળ રહ્યા હતા, તેમણે રામ મનોહર લોહિયાને પોતાના આદર્શ માન્યા હતા. તેઓ તેમના વિચારોથી પ્રભાવિત રહ્યા હતા. આ કારણે તેમણે ઘણી વખત રામ મનોહર લોહિયાના આંદોલનમાં પણ જોડાયા હતા. રાજકીય જીવનમાં તેઓ ઘણી વખત મિસા (MISA) હેઠળ જેલમાં પણ ગયા હતા. મંડળ કમિશનની ભલામણને લાગુ કરવામાં શરદ યાદવનો મોટો હાથ છે.
” isDesktop=”true” id=”1319039″ >
નાટકીય રીતે રાજકારણમાં કરી હતી એન્ટ્રી
75 વર્ષેની ઉંમરે અંતિમ શ્વાસ લેનારા શરદ યાદવે નાટકીય રીતે રાજકારણમાં એન્ટ્રી કરી હતી. જય પ્રકાશ નારાયણ 1974માં ઈન્દિરા ગાંધી સરકાર સામે આંદોલન શરુ કરી ચૂક્યા હતા. જેપી આંદોલને દેશમાં પક્કડ મજબૂત બનાવી લીધી હતી. આ સમયે મધ્યપ્રદેશના જબલપુરમાં કોંગ્રેસ સાંસદના અચાનક મોત થયું અને જયપ્રકાશ નારાયણે પેટા ચૂંટણીમાં એક યુવા વિદ્યાર્થીને સંયુક્ત વિપક્ષના રૂપમાં ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો હતો. 27 વર્ષના શરદ યાદવે કોંગ્રેસના ઉમેદવારને હરાવવાની સાથે ઈન્દિરા ગાંધીને નીચું બતાવીને ઇતિહાસ રચ્યો હતો. આ પછી તેમણે પાછળ વળીને જોયું નહોતું.
Published by:Tejas Jingar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Sanjay Chouhan Passed Away: ‘પાન સિંહ તોમર’ જેવી ઘણી શાનદાર ફિલ્મોના પ્રખ્યાત લેખક સંજય ચૌહાણનું ગુરુવારે 12 જાન્યુઆરીએ મુંબઈની એક હોસ્પિટલમાં અવસાન થયું છે. તેઓની ઉંમર 62 વર્ષની હતી.સંજય ચૌહાણના મૃત્યુથી તેમનો આખો પરિવાર ખરાબ રીતે ભાંગી પડ્યો છે. છેલ્લા દિવસે એટલે કે 12 જાન્યુઆરીએ તેમણે મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. લેખક લાંબા સમયથી લીવરની બીમારીથી પીડિત હતા. ‘પાન સિંહ તોમર’ ઉપરાંત સંજય ચૌહાણ પાસે ‘આઈ એમ કલામ’ જેવી ઘણી શ્રેષ્ઠ ફિલ્મો છે. તેણે તિગ્માંશુ ધુલિયા સાથે ‘સાહેબ બીવી ગેંગસ્ટર’ ફિલ્મ પણ લખી હતી.
સંજય ચૌહાણને ‘આઈ એમ કલામ’ માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો
સંજય ચૌહાણના પરિવારમાં તેમની પત્ની સરિતા અને પુત્રી સારા છે. ચૌહાણ લેખન બંધુત્વના અધિકારોમાં સક્રિયપણે ભાગ લેવા માટે પણ જાણીતા છે. તેમણે તેમની કારકિર્દીમાં ઘણું કામ કર્યું છે અને તે માટે પ્રશંસા પણ મેળવી છે. ચૌહાણને તેમની ફિલ્મ આઈ એમ કલામ (2011) માટે શ્રેષ્ઠ વાર્તાનો ફિલ્મફેર એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. ‘મૈને ગાંધી કો નહીં મારા’ અને ‘ધૂપ’ પણ ચૌહાણની પ્રશંસનીય ફિલ્મો રહી છે.
સંજય ચૌહાણ આજે બપોરે પાંચ તત્વોમાં વિલીન થઈ જશે
News Reels
અહેવાલો અનુસાર સંજય ચૌહાણનો જન્મ અને ઉછેર મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં થયો હતો. તેમના પિતા ભારતીય રેલ્વેમાં નોકરી કરતા હતા. જ્યારે તેમની માતા શાળાના શિક્ષક હતા. સંજય ચૌહાણે તેમની કારકિર્દી દિલ્હીમાં પત્રકાર તરીકે શરૂ કરી અને સોની ટેલિવિઝન માટે ગુના આધારિત ટીવી શ્રેણી ‘ભંવર’ લખ્યા પછી 1990ના દાયકામાં મુંબઈ આવી ગયા. ચૌહાણના પ્રશંસનીય યોગદાનમાંનું એક છે સુધીર મિશ્રાની 2003ની પ્રખ્યાત ફિલ્મ હજારોં ખ્વાશીં ઐસી માટેના સંવાદો.
આજે બપોરે થશે તેમના અંતિમ સંસ્કાર
તેમના પરિવારમાં પત્ની સરિતા અને પુત્રી સારા છે. સંજયના અંતિમ સંસ્કાર આજે બપોરે 12.30 વાગ્યે મુંબઈના ઓશિવારા સ્મશાન ભૂમિમાં કરવામાં આવશે.
એમ.એસ.યુનિ.ની વીપી સલોની મિશ્રા તેમજ અન્ય વિદ્યાર્થીનીઓને એસિડ એટેકની ધમકી આપવાના ચકચારી બનાવમાં વર્ષ 2019માં પઠાણ ગેંગ સામે કેસ નોંધાયો હતો. આ કેસની ટ્રાયલ કોર્ટમાં શરૂ થતાં સલોની મિશ્રાની અઢી કલાક સુધી જુબાની થતા સલોની મિશ્રાએ કોર્ટમાં સ્પષ્ટ જણાવ્યું હતું ‘હા પઠાણ ગેંગના જુબેર સહિતના આરોપીઓએ એસિડ એટેકની ધમકી આપી હતી’ આ કેસમાં આજે પાંચ સાક્ષીની જુબાની થઇ હતી.
વર્ષ 2019માં પઠાણ ગેંગના જુબેર પઠાણ સહિતના આરોપીઓ સામે સયાજીગંજમાં ફરિયાદ નોંંધાઇ હતી ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં યુનિ.ની વીપી તરીકે સલોની મિશ્રાની જીત થઇ હતી. એપ્રિલ મહિનામાં હોસ્ટેલમાં રેગીંગનો મુદ્દો સપાટી પર આવતાં તેમાં સંડોવાયેલ વિદ્યાર્થી સામે કાર્યવાહી કરવી જોઇએ તેવી રજૂઆત માટે સલોની મિશ્રા તેમજ અન્ય વિદ્યાર્થીઓ હેડ ઓફિસ ખાતે રજૂઆત માટે ગયા હતા. આ સમયે પઠાણ ગેંગના જુબેર પઠાણ તેમજ ફજલ પઠાણે સલોની મિશ્રા તેમજ અન્ય વિદ્યાર્થીનીઓને એસિડ એટેકની ધમકી આપતા ભારે ચકચાર મચી જવા પામી હતી.
સયાજીગંજ પોલીસે જે તે સમયે ગુનો દાખલ કરી આઠ આરોપીની ધરપકડ કરી હતી. આજે આ કેસની સુનાવણીમાં સલોની મિશ્રા સહિતના પાંચ વિદ્યાર્થીઓની જુબાની થઇ હતી, જેમાં સલોની મિશ્રાએ પઠાણ ગેંગે એસિડ એટેકની ધમકી આપી હોવાની વાતને વળગી રહી હતી. એસિડ એટેકની ધમકી આપનાર પઠાણ ગેંગ સામે ફરિયાદ નોંધાવનાર સલોની મિશ્રાએ જણાવ્યું હતું કે, પઠાણ ગેંગે ધમકી આપતાં તેના પરિવારજનો ખુબ જ ગભરાઇ ગયા હતા અને તેને અભ્યાસ છોડવો પડ્યો હતો. હાલ તે યુપીએસસીની તૈયારી કરી રહી છે. પઠાણ ગેંગ હાલ પણ યુનિ.માં છેડતીઓ કરી રહી છે ત્યારે અન્ય વિદ્યાર્થીનીઓ સાથે આવુ ન થાય તેની મારી લડાઇ છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી થવી જોઇએ.તેણે વધુમાં જણાવ્યું હતું કે, આરોપીઓએ ’ આ છોકરીઓને જોઇ લો, તેમને તેમની ઓકાત બતાવી દઇશુ, એસિડ એટેક કરીશુ તેમ કહ્યું હતું ’
કોર્ટમાં 5 વિદ્યાર્થિનીઓની જુબાની લેવાઇ એસિડ એટેકની ધમકી આપવાના કેસમાં આજે પાંચ વિદ્યાર્થીઓની જુબાની થઇ હતી. જેમાં સલોની મિશ્રા સહિતના વિદ્યાર્થીઓ શામેલ હતા. જુબાની સમયે કોર્ટમાં મોટી સંખ્યામાં લોકો હાજર હોવાના કારણે કોર્ટ ભરાઇ ગઇ હતી. કોર્ટમાં આજે અઢી કલાકથી વધુ સમય સુધી જુબાની થઇ હતી અને તેમાં સલોની મિશ્રાએ ફરિયાદમાં જણાવેલ એસિડ એટેકની ધમકીને વળગી રહી હતી.
રાયોટિંગ અને મારી નાખવાની ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો પઠાણ ગેંગના શખ્સોએ એસિડ એટેકની ધમકી આપી હોવાનો વીપી સલોની મિશ્રાએ આક્ષેપ કરતાં પોલીસે જે તે સમયે આરોપીઓ સામે રાયોટીંગ, તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી હતી.
જુબેરને જે તે સમયે પાસા થઇ હતી એસિડ એટેકની ધમકી આપતાં પોલીસે જે તે સમયે ગુનો દાખલ કરી પઠાણ ગેંગના આઠ આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે જે તે સમયે NSUIના પૂર્વ પ્રમુખ જુબેરની પાસા હેઠળ ધરપકડ કરતા ભારે ચકચાર મચી જવા પામી હતી.
Parth Patel, Ahmedabad :અમદાવાદના ચામુંડાબ્રિજ પાસે આવેલી જીસીએસ મેડિકલ કોલેજ, હોસ્પિટલ અને રીસર્ચ સેન્ટર ખાતે છેલ્લાં 4 વર્ષથી ઓફિસર મેડિકલ કેમ્પ પદનો કાર્યભાર સંભાળતા સરફરાજ કાસમભાઈ મન્સુરીએ પોતાના ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા વ્યસનમુક્તિ અભિયાન છેલ્લાં 6 વર્ષથી અવિરત ચલાવી સમાજમાં પ્રસરેલી વ્યસનની બદીને દૂર કરવાની આહલેક જગાવી છે.
ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા આજ સુધીમાં અંદાજે હજારો માણસોને વ્યસનમુક્ત કર્યા છે. આ સાથે ગરીબ દર્દીઓને આર્થિક સહાય આપવી, અપાવવી, ગરીબ બાળકોને કપડા આપવા જેવા અસંખ્ય સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવે છે.
વ્યસનના બંધાણીને 15-20 દિવસ નિદાન કેમ્પમાં રાખી વ્યસનમુક્ત કરાશે
ઉમંગ સેવા ટ્રસ્ટના પ્રમુખ સરફરાજ મન્સુરીએ જણાવ્યું હતું કે, સમાજમાં પ્રસરેલી વ્યસનની બદીની ભયાનકતા લોકોને સમજાવી તેમાંથી મુક્ત કરવા જનજાગૃતિ લાવવાનું કામ ઉમંગ સેવા ટ્રસ્ટ કરે છે. આ સાથે વ્યસનમુક્તિ કેન્દ્ર સ્થાપવાનો ઉદ્દેશ એ છે કે, જ્યાં વ્યસનના બંધાણીને 15-20 દિવસ રાખી નિદાન કરી વ્યસનમાંથી મુક્તિ અપાવવાનો પ્રયાસ કરાશે.
આ ઉપરાંત ગરીબ દર્દીઓને રાહતદરે દવા તથા સારવાર કરાવી આપવા માટે ખડેપગે હાજર રહે છે. ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા ચાલતા વ્યસનમુક્તિ અભિયાન અંતર્ગત પ્રદર્શન યોજવા, સ્કૂલ-કોલેજમાં લેક્ચર યોજવા, વ્યસનમુક્તિ કેમ્પ યોજવા, મેડિકલ કેમ્પ કરવા, કેન્સરથી પીડિત બાળકોને મદદ કરવી એ ઉમંગ સેવા ટ્રસ્ટનો મુખ્ય ધ્યેય છે.
સરફરાજ મન્સુરીને માતા-પિતા લાડમાં નરસિંહ મહેતા કહે છે
સરફરાજ મન્સુરી ગુજરાત વિદ્યાપીઠમાં ધોરણ-5 થી ભણ્યા હોવાથી સામાન્યતઃ સફાઇના ગુણ અને ગાંધીજીના વિચારોને પચાવ્યા છે. તેથી તેમની નસે નસમાં સમર્પણની ભાવના દોડી રહી છે.
તેમાં પણ સીડબ્લ્યુની ડિગ્રી ગાંધી સંસ્થામાંથી મેળવી છે. એકંદરે કહેવામાં જરાય અતિશ્યોક્તિ નથી કે સરફરાજ મન્સુરીને ગાંધી વિચારો ગળથુથીમાં મળ્યા છે. સતત સેવાકિય કાર્યોમાં ગળાડૂબ રહેતા હોવાથી તેમના માતા-પિતા તેમને લાડમાં નરસિંહ મહેતા કહે છે.
ચલણી નોટો અને સિક્કાનું ક્લેક્શન કરવાનો અનોખો શોખ છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લાં એક વર્ષથી સ્વચ્છતા મિશન દ્વારા ગાંધી બાપુના વિચારોને મૂર્તિમંત કરવા સાથે બાપુને સ્મરણાંજલી અર્પી છે. જ્યારે ગાંધી વિચારોને વરેલા સરફરાજ મન્સુરીએ છેલ્લા 6 વર્ષથી સમાજમાં ઘર કરી ગયેલી અને સમાજને તથા પરિવારોને ખોખલા કરતી વ્યસનની બદીથી મુક્તિ અપાવવાની ધૃણી ધખાવી છે.
નાનો છે પણ રાઇનો દાણો છે.આ બધી ભાગદોડમાં તેમણે 13 વર્ષની ઉંમરથી દેશ-વિદેશની નવી-જુની ચલણી નોટો અને સિક્કાનું ક્લેક્શન કરવાનો અનોખો શોખ છે. જે આજે પણ બરકરાર રહ્યો છે. તેમનો એક જ ધ્યેય છે. સતત પ્રયત્નશીલ રહેવું. આટલી વ્યસ્તતા વચ્ચે પણ પરિવાર માટે સમય કાઢી લે છે. પરિવાર તેમનું બળ છે અને ગરીબ તથા જરૂરિયાતવાળા માનવીને મદદ કરવી તે તેમનો ધ્યેય છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
Published by:Santosh Kanojiya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
India vs New Zealand Team Announcement: ન્યૂઝીલેન્ડે ભારતના પ્રવાસ માટે તેની T20 ટીમની જાહેરાત કરી છે. મિશેલ સેન્ટનર ન્યૂઝીલેન્ડ માટે ટી-20 સીરીઝની કેપ્ટનશીપ કરશે. આ વખતે ટીમે બે નવા ખેલાડીઓને તક આપી છે. બેન લિસ્ટર અને હેનરી શિપલે પ્રથમ વખત ન્યૂઝીલેન્ડ માટે ટી20 મેચ રમશે. આ સાથે ઘણા અનુભવી ખેલાડીઓને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 27 જાન્યુઆરીથી ત્રણ મેચની ટી-20 સીરીઝ શરૂ થશે. આ પહેલા વનડે શ્રેણી પણ રમાશે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 સીરીઝની પ્રથમ મેચ 27 જાન્યુઆરીએ રાંચીમાં રમાશે. ન્યૂઝીલેન્ડે આ સીરીઝ માટે મિશેલ સેન્ટનરને કેપ્ટનશિપ સોંપી છે. આ પહેલા વનડે શ્રેણી માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે. ન્યૂઝીલેન્ડે બેન લિસ્ટર અને હેનરી શિપલેને ટી20 સીરીઝ માટે પ્રથમ વખત તક આપી છે. આ બંને ખેલાડીઓએ ડોમેસ્ટિક મેચોમાં સારું પ્રદર્શન કર્યું છે. આ કારણથી બંનેને ભારત પ્રવાસ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
News Reels
હેનરી શિપલેના ડોમેસ્ટિક T20 રેકોર્ડ પર નજર કરીએ તો તેણે 33 મેચમાં 28 વિકેટ ઝડપી છે. આ સાથે તેણે 20 ઇનિંગ્સમાં 298 રન પણ બનાવ્યા છે. આમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 39 રહ્યો છે. બેન લિસ્ટરની વાત કરીએ તો તેણે 39 મેચમાં 40 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 21 રનમાં 3 વિકેટ લેવાનું રહ્યું છે.
ન્યૂઝીલેન્ડની ટીમ ભારતના પ્રવાસ પર ત્રણ વનડે અને ત્રણ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. પ્રવાસની શરૂઆત વન-ડે શ્રેણીથી થશે અને પ્રથમ મેચ 18 જાન્યુઆરીએ હૈદરાબાદમાં રમાશે. જ્યારે બીજી વનડે 21 જાન્યુઆરીએ ઈન્દોરમાં અને ત્રીજી વનડે 24 જાન્યુઆરીએ રાયપુરમાં રમાશે. વનડે શ્રેણી બાદ બંને દેશો વચ્ચે ત્રણ ટી-20 મેચોની શ્રેણી રમાશે. આ શ્રેણીની પ્રથમ મેચ 27 જાન્યુઆરીએ રાંચીમાં, બીજી મેચ 29 જાન્યુઆરીએ લખનઉમાં જ્યારે ત્રીજી અને અંતિમ ટી20 મેચ 1 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાશે