Friday, January 13, 2023

Gujarat Weather Updates: રાજ્યના આ વિસ્તારોમાં કોલ્ડવેવની આગાહી, જુઓ હવામાન વિભાગને ઠંડી અંગે એંધાણ

https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/13/021352b41837935e6ca162e1679e5f1b167358508799473_original.png?impolicy=abp_cdn&imwidth=1200&imheight=628

Gujarat Weather Updates: રાજ્યના આ વિસ્તારોમાં કોલ્ડવેવની આગાહી, જુઓ હવામાન વિભાગને ઠંડી અંગે એંધાણ

{{unknown}}

હિંમતનગરના આકોદરા ગામમાં તસ્કરો પીકઅપ ડાલું લઈને આવી ખેડૂતના ઘરેથી 710 મણ કપાસની ચોરી કરી ફરાર | In Akodara village of Himmatnagar, smugglers stole 710 maunds of cotton from a farmer's house with a pickup truck and escaped.

https://images.bhaskarassets.com/web2images/960/2023/01/13/165e8d56-319c-4af9-bbd5-aa064803f2aa_1673588126827.jpg

સાબરકાંઠા (હિંમતનગર)14 મિનિટ પહેલા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના દેશના પ્રથમ ડીજીટલ ગામમાં તસ્કરો રાત્રે જીપ ડાલું લઇ આવી ખેડૂતના ઘરની ઓસરીમાંથી 70 મણ કપાસ જીપ ડાલામાં નાખી ચોરી કરી લઇ જતા એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની વિગત એવી છે કે દેશના પ્રથમ ડીજીટલ ગામ એવા આકોદરામાં રહેતા ખેડૂત ચેતન પટેલે 10 વીઘાના ખેતરમાં કપાસનું વાવેતર કર્યું હતું અને તૈયાર થયા બાદ એક મહિનામાં કપાસના ખેતરમાંથી રૂ વીણીને ઘરમાં આગળની ઓસરીમાં 70 મણ રૂ નો ઢગલો કર્યો હતો. દરમિયાન 11મી રાત્રે ચેતનભાઈ તેમની માતા અને બહેન ઘરમાં સુઈ ગયા હતા. અને ઓસરીમાં લાઈટ ચાલુ હતી. વહેલી સવારે આશરે 5 વાગ્યે ઉઠ્યા ત્યારે ઓસરીમાં લાઈટ બંધ હતી અને ચાલુ કરી તો રૂ નો ઢગલો ન હતો. તેથી ચેતને આજુબાજુમાં રહેતા માર્ગેશ પટેલને પૂછ્યું હતું. ત્યારે માર્ગેશે જણાવેલું કે રાત્રે ગામમાં આવેલા ICICI બેંકના ચોકીદાર વિજયસિંહ કરણસિંહ રાઠોડે રાત્રે 3:30 વાગ્યે મને મોબાઈલ પર ફોન કરી જણાવ્યું હતું કે તમે માલ સમાન ભરવા માટે કોઈ બોલેરો ડાલું મંગાવ્યું છે. ત્યારે જવાબમાં ના પાડી હતી. ત્યારે વિજયસિંહે જણાવેલું કે એક બોલેરો પીકઅપ ડાલું તમારા ઘર નજીકથી કઈ સમાન ભરી સ્પીડમાં નીકળી ગયેલી છે. તે વાતને લઈને માર્ગેશભાઈના ઘર નજીક થોડું રૂ વેરાયેલું જોવા મળ્યું હતું. જેથી આ અજાણ્યા બોલેરો પીકઅપ ડાલામાં શખ્સોએ 70 મણ પ્રતિકિલોના રૂ. 1700 લેખે રૂ.1 લાખ 19 હજારના કપાસની ચોરી થઇ ગયાની હિંમતનગર એ ડીવીઝનમાં ચેતન પટેલે ફરિયાદ નોંધાવી છે.

આ અંગે ખેડૂત ચેતન પટેલે જણાવેલું કે ડીજીટલ ગામમાં ક્યાંય તસ્કરો સીસીટીવીમાં કેદ થયા જ નથી. અને તસ્કરો મારા ઘરની પાછળ એરંડાના ખેતરની બાજુમાં બોલેરો પીકઅપ ડાલું મુક્યા બાદ ઓસરીમાંથી રૂ નો ઢગલો ખાલી કર્યો હતો અને આ ઢગલો ખાલી કરવા માટે 7 થી 8 માણસોની જરૂર પડે અને અંદાજીત અડધોથી પોણો કલાક લાગી શકે છે. તો ઓસરીમાં ચાલુ લાઈટ બંધ કરી હતી તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

{{unknown}}

પશુ-પંખીઓની આવી સેવા તમે ક્યાય નહીં જોઈ હોય, આટલા વર્ષથી કરે છે પ્રશંસનિય કામગીરી

https://images.news18.com/static-guju/uploads/2023/01/WhatsApp-Image-2023-01-12-at-19.04.35-1.jpeg?im=FitAndFill,width=1200,height=675

મહેસાણામાં બળવંતભાઇ આચાર્ય છેલ્લા 12 વર્ષથી શિવગંગા એનીમલ હેલ્પલાઇન ચલાવે છે. અહીં 12 જેટલા કર્મચારીઓ કામ કરે છે. તેમજ ત્રણ તબીબો 24 કલાક પશુ અને પક્ષીની સારવાર કરે છે. અહીં દરેક પશુની સારવાર થાય છે.

{{unknown}}

Rakhi Sawant's Lawyer Says Actor's Marriage With Adil Khan Durrani Entirely Legal

https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/11/1e47416782bc9a50122562f6810de3891673420989589398_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&imheight=628

Rakhi Sawant Adil Khan Wedding: ‘ડ્રામા ક્વીન’ તરીકે જાણીતી રાખી સાવંત આ દિવસોમાં બોયફ્રેન્ડ આદિલ ખાન દુર્રાની સાથેના લગ્નને લઈને ચર્ચામાં છે. જ્યાં રાખી સાવંત પોતાના લગ્નને કાયદેસર જણાવી રહી છે અને વીડિયો અને તસવીરો પણ શેર કરી છે. તે જ સમયે આદિલ ખાન આ લગ્નને સ્પષ્ટપણે નકારી રહ્યો છે. હવે રાખી સાવંતના વકીલ ફાલ્ગુની બ્રહ્મભટ્ટે તેના લગ્નની સત્યતા જણાવી છે.

આદિલ અને રાખીના લગ્નનું સત્ય આવ્યું સામે 

રાખીના વકીલે એક વાતચીતમાં સ્પષ્ટ કહ્યું છે કે રાખી સાવંત અને આદિલ ખાનના લગ્ન નકલી નહીં પરંતુ અસલી છે. રાખી સાવંતના વકીલે કહ્યું કે બંનેએ પહેલા લગ્ન કર્યા હતા અને પછી લગ્નની નોંધણી BMCમાં કરવામાં આવી હતી. બંનેના લગ્ન મે 2022માં થયા હતા. લગ્ન છુપાવવા પાછળના કારણ અંગે વકીલે કહ્યું કે આ નિર્ણય બંનેનો હશે. જો કે આદિલ ના પાડે કે સ્વીકારે તો વાંધો નથી કારણ કે લગ્ન થઈ ગયા છે. તેણે એ પણ કહ્યું કે લગ્નની જે તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે તે બિલકુલ જૂઠા નથી.

આદિલે રાખી સાથેના લગ્નને કાયદેસર બનાવવાનો આગ્રહ રાખ્યો હતો

રાખી સાવંતના વકીલે એમ પણ કહ્યું કે નિકાહનામા આવ્યા બાદ આદિલ ખાન અને ડ્રામા ક્વીન તેમના લગ્નને કાયદેસર બનાવવા માટે તેમની પાસે આવ્યા હતા. નવાઈની વાત એ છે કે આદિલે લગ્નને કાયદેસર કરવા પર વધુ ભાર મૂક્યો હતો. વકીલે કહ્યું કે આદિલ દ્વારા લગ્નની ખોટી વાતથી રાખી ખૂબ જ પરેશાન છે. રાખીના વકીલે એમ પણ કહ્યું હતું કે આદિલ જે રીતે આ લગ્નને નકારી રહ્યો છે તેનાથી લાગે છે કે કાં તો તે પોતાના ફાયદા માટે રાખીને મળ્યો હતો અને હવે જ્યારે તેને પ્રસિદ્ધિ મળી છે તો તે પાછળ ખસી રહ્યો છે. રાખીના વકીલે એમ પણ કહ્યું કે જ્યારે બંને લગ્નને કાયદેસર કરવા આવ્યા ત્યારે બંને ખૂબ જ ખુશ હતા અને તેમણે વિચાર્યું ન હતું કે આદિલ આવી રીતે લગ્નની વાતથી ફરી જશે


{{unknown}}

Uttarayan 2023: ઉત્તરાયણની ખરીદી માટે જતા રસિયાઓને લાગી રહ્યો છે ઝાટકો

https://images.news18.com/static-guju/uploads/2023/01/Uttarayan-2023-16735870653×2.jpg?im=FitAndFill,width=1200,height=675

Uttarayan Shopping: ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ છેલ્લી ઘડીએ ખરીદી કરવા જતા હોય છે જેથી કરીને તેમને ભાવમાં ફાયદો થયા. પરંતુ આ વર્ષે બજારમાં પતંગ અને માંજાની ખરીદી કરવા જઈ રહેલા લોકોને ઝાટકો મળી રહ્યો છે. બીજી તરફ સારો પવન રહેવાની આગાહીથી પતંગ રસિયાઓ ખુશ છે.

{{unknown}}

Sixes Record: Rohit Sharma Big Record With Most Sixes Against Sri Lanka And International Cricket Career

https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/13/263645a36bd32ad2b32f166847c10dc6167358722923077_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&imheight=628

ODI Sixes By Indian Batsman: ભારતીયી ટીમના હીટમેન ગણાતા રોહિત શર્મા સાથે વધુ એક રેકોર્ડ જોડાઇ ચૂક્યો છે. ગઇકાલે ભારત અને શ્રીલંકા વચ્ચે કોલકત્તાના ઇડન ગાર્ડન્સ મેદાનમાં રમાયેલી બીજી વનડેમાં રોહિત શર્માએ છગ્ગા ફટકરાવાની ખાસ ઉપલબ્ધિ પોતાના નામે કરી લીધી છે. 

ભારતીય વનડે કેપ્ટન રોહિત શર્માએ બીજી વનડેમાં છગ્ગો ફટકારતાની સાથે તેને પોતાની ઇન્ટરનેશનલ કેરિયરમાં 500 થી વધુ છગ્ગા મારવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. હવે તે માત્ર વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલથી જ પાછળ છે. ક્રિસ ગેલે પોતાની ઇન્ટરનેશનલ કેરિયરમાં કુલ 553 છગ્ગા ફટકાર્યા છે. રોહિત શર્મા લિસ્ટમાં બીજા નંબર પર છે, રોહિત શર્મા 505 છગ્ગા અત્યાર સુધી ફટકારી ચૂક્યો છે. જાણો કયા કયા ભારતીય ખેલાડીઓ વનડે ક્રિકેટમાં કઇ ટીમ વિરુદ્ધ સૌથી વધુ છગ્ગા ફટકારી ચૂક્યા છે. 

1 રોહિત શર્મા – 
રોહિત શર્મા વનડે ક્રિકેટમાં કોઇપણ ટીમ વિરુદ્ધ સર્વાધિક છગ્ગા ફટકારવાના મામલામાં નંબર વન છે. રોહિત શર્માએ વનડેમાં સૌથી વધુ છગ્ગા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ફટકાર્યા છે. તે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડેમાં 76 છગ્ગા ફટકારી ચૂક્યો છે. આ ઉપરાંત શ્રીલંકા વિરુદ્ધ વનડેમાં તેને 45 છગ્ગા માર્યા છે. તો વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ વનડેમાં તેને કુલ 35 સિક્સરો ફટકારી છે. 

2 મહેન્દ્ર સિંહ ધોની – 
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની વનડે કેરિયરમાં શ્રીલંકા વિરુદ્ધ સૌથી વધુ છગ્ગા ફટકાર્યા છે. તેને શ્રીલંકા વિરુદ્ધ વનડે ક્રિકેટમાં 45 છગ્ગા ફટકાર્યા છે. આ ઉપરાંત ઇંગ્લેન્ડ વિરુદ્ધ વનડેમાં તેને કુલ 34 છગ્ગા માર્યા છે. વળી, ઓસ્ટ્રેલિયા સામે ધોનીએ વનડેમાં 33 સિક્સરો ફટકારી છે. 

live reels News Reels

IND vs SL: ટીમ ઇન્ડિયાની જીત બાદ રોહિત શર્મા શું બોલ્યો ? કોણી કરી પ્રસંશા

રોહિત શર્માએ બીજી મેચ અને સીરીઝ જીત બાદ કેએલ રાહુલની બેટિંગ અને કુલદીપ યાદવની બૉલિંગની ખુબ પ્રસંશા કરી, તેને કહ્યું કે, આ એક નજીકની મેચ હતી, આ પ્રકારની રમત તમને ઘણુબધુ શીખવાડે છે. કેએલ રાહુલ નંબર 5 પર લાંબા સમયથી બેટિંગ કરતો આવી રહ્યો છે, એક અનુભવી બેટ્સમેનનું આ ક્રમે રમવુ તમારા માટે અને તમારી ટીમ માટે આત્મવિશ્વાસ આપે છે. અમને મેચમાં વાપસી કરાવી. કુલદીપે પણ બૉલિંગમાં ખુબ આત્મવિશ્વાસ બતાવ્યો અને સારી બૉલિંગનુ પ્રદર્શન કરીને ટીમને જીત અપાવી છે. 

ટૉપ ઓર્ડર બેટિંગ પર રોહિત શર્માને જ્યારે પુછવામા આવ્યુ તો, જવાબ મળ્યો, રોહિતે કહ્યું કે, ટૉપ ઓર્ડરમાં ડાબોડી બેટ્સમેન હોવો ખુબ સારી વાત છે, જેને પણ ઇશાન કિશન, શિખર ધવનને મોકો આપવામા આવ્યો તેમને છેલ્લા એક વર્ષમાં સારુ કર્યુ છે. અમે એક લેફ્ડ હેડર બેટ્સમેન રાખવાનુ પસંદ કરીશું, ડાબોડી બેટ્સમેનની કાબેલિયન પણ જાણીએ છીએ, હાલમાં અમને આ જ કૉમ્બિનેશન પર ટકી રહેવુ પડશે. ત્રીજી વનડેમાં અમે વિચાર કરીશું કે કોઇ ફેરફાર કરવો છે કે નહીં.

{{unknown}}

પાટણ જિલ્લામાં 155 લોકો ધરાવે છે હથિયારના લાયસન્સ, છેલ્લા બે વર્ષમાં એકપણ નવી અરજી મંજૂર ન કરાઈ | 155 people hold arms license in Patan district, no new applications approved in last two years

https://images.bhaskarassets.com/web2images/960/2023/01/13/1ee336ed-f177-45ab-8e7b-77819344e7a0_1673582761912.jpg

પાટણ29 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણ જિલ્લામાં 31 ડિસેમ્બર 22 સુધીમાં 155 હથિયારધારી સ્વરક્ષણ માટે નોંધાયેલ છે. અત્યાર સુધીમાં 80 જેટલા પર્વાનેદારોએ હથિયાર લાયસન્સ રીન્યુ કરાવ્યા છે 75 જેટલા લાયસન્સ ધારકો માટે આ મહિનો રીન્યુ માટે અપાયો છે. જે 75 પરવાનેદારો છે તેમાં 30 જેટલા પરવાનેદારની સુનાવણી ચાલુ છે. કેટલાક નિયમો પણ છે જેમાં જેને 60 વર્ષની ઉંમર છે તેમની આરોગ્ય ચકાસણી સાથે તેમને હથિયાર રાખવા માં20 વર્ષ થયા હોય તો તેમને અલગ રીતે સુનાવણી થતી હોય છે.

છેલ્લા બે વર્ષમાં એકપણ નવી અરજી મંજુર ન થઈ
​​​​​​​છેલ્લા બે વર્ષમાં જિલ્લામાં નવી એક પણ અરજી મંજૂર થઈ નથી. અંદાજે પાંચથી દસ વ્યક્તિઓએ લાયસન્સ માટે અરજી કરી હતી. હથિયારધારી પરવાનો રાખવા પાછળ અનેક કારણો છે. તેમાંથી સૌથી મોટું કારણ સ્ટેટસ સિમ્બોલ અને પ્રજામાં વટ પાડવાનું હોવાની ચર્ચા છે. જ્યારે કેટલાક વેપારીઓ નેતાઓ સ્વબચાવને લઇ લાયસન્સ રાખતા હોય છે.

પાંચ વર્ષ એકપણ લાયસન્સ ધારકે કાયદો ન તોડ્યો
પાંચ વર્ષમાં જિલ્લામાં ફાયરિંગ ગોળીબાર એસોલ્ટ ની જે ઘટના બની છે. તેમાં એક પણ પરવાનેદારએ કાયદો તોડવામાં આવ્યો નથી. જ્યારે છેલ્લા પાંચેક વર્ષમાં પાટણ જિલ્લામાં અંદાજે સાતથી આઠ ગેરકાયદે પિસ્તોલ પોલીસ વિભાગ દ્વારા ઝડપવામાં આવેલા છે.

અન્ય સમાચારો પણ છે…