કુલ્લુ2 કલાક પહેલા
- લિંક કૉપિ કરો

મનાલી હોટેલમાં આ ઘટના બની હતી.
હિમાચલ પ્રદેશના મનાલીની એક ખાનગી હોટલમાં એક વ્યક્તિએ પહેલા તેની પત્નીના મિત્રને ગોળી મારી અને પછી પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંનેના મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હીની બે મહિલાઓએ મનાલીમાં હોટલ લીઝ પર લીધી છે. ગુરુવારે રાત્રે બંને મહિલાઓએ તેમના મિત્રને જમવા બોલાવ્યા હતા. જે બાદ એક મહિલા તે મિત્ર સાથે રૂમમાં રહી હતી. તે જ સમયે, દિલ્હીથી મહિલાનો પતિ ત્યાં પહોંચ્યો અને બંનેને એકસાથે જોતા ઉશ્કેરાઈ ગયો. જે બાદ તેણે પહેલા તેના મિત્રને ગોળી મારી અને પછી પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી.
બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કર્યા હતા. હાલ પોલીસે બંનેના મૃતદેહનો કબજો મેળવીને હોસ્પિટલ મોકલી આપ્યા હતા. પોલીસ સમગ્ર મામલાને પ્રેમ પ્રકરણ સાથે જોડીને જોઈ રહી છે.