الثلاثاء، 26 يوليو 2022

પાલઘરમાં સ્કૂલ વેન અને બાઈકની જોરદાર ટક્કર થતાં બાઈક સવારનું મોત, 10ને ઈજા

પાલઘરઃ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં સ્કૂલ વેન અને બાઈકની ટક્કર થતાં બાઈક સવારનું મોત થયું હોવાની ઘટના સોમવારે સવારે નવ વાગ્યે બની હતી. સ્કૂલ વેન બાળકો અને શિક્ષકને લઈને સવારે પાલઘર જિલ્લા મુખ્યાલયથી દસ કિમી દૂર સત્પતિથી એક ખાનગી સ્કૂલ વેન પસાર થઈ હતી ત્યારે બાઈક સાથે જોરદાર ટક્કર થઈ જતાં વેનના ડ્રાઈવરે સંતુલન ગુમાવ્યું હતું અને તે વીજળીના થાંભલા સાથે અથડાઈ જતાં નવ બાળકો અને એક શિક્ષકને મામૂલી ઈજા પહોંચી છે. જોકે, આ ઘટનામાં 45 વર્ષીય બાઈક સવારનું ઘટનાસ્થળે મોત થયું હતું, એવું સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
આ મામલે સ્કૂલ વેનના ડ્રાઈવર સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી કરી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.


પોસ્ટ દૃશ્યો:
53