- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- પાટણ
- મેઘમહેર, રેફરલ હોસ્પિટલ પટાંગણ અને નીચાણવાળા વિસ્તારોમાં મહત્તમ 6 ઇંચ સાથે રાધનપુર સહિતના તમામ તાલુકામાં પાણી ભરાયા હતા.
પાટણ33 મિનિટ પહેલા
- પાટણ શહેરના બન્ને રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી
હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે પાટણ જિલ્લામાં પણ રાત્રે વરસાદ વરસ્યો હતો. જિલ્લાના રાધનપુરમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત બાકીના તમામ તાલુકામાં પણ એકથી ત્રણ ઇચ સુધી વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ઘુસી આવ્યાં હતા. રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. તેમજ રાધનપુરની રેફરલ હોસ્પિટલના પટાંગણમાં પણ પાણી ભરાયા હતા.

રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા
પાટણ જિલ્લામાં રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી રોડ પર વરસાદી પાણી વહેતા થયા હતા અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. પાટણ શહેરના બન્ને રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી હતી. આ ઉપરાંત શહેરની કેકે ગલ્સ હાઈસ્કૂલ, સરદાર બાગ, બુકડી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ફળી વળ્યાં હતા. રાધનપુરમાં પણ ધોધમાર મેઘમહેરના પગલે રેફરલ હોસ્પિટલના પટાંગણ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેથી દર્દીઓના સગાઓને હાલાકી પડી હતી.

ક્યા કેટલો વરસાદ વરસ્યો?
પાટણ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદી આંકડા જોઈએ તો રાધનપુરમાં 159 MM, સરસ્વતી 90 MM,સિદ્ધપુર 84 MM,પાટણ 76 MM,હારીજ 73 MM,ચણસમા 61 MM,સાંતલપુર 51 MM,શંખેશ્વર 50 MM, અને સમી 17 MM વરસાદ નોંધાયો છે. સૌથી વધુ રાધનપુર તાલુકામાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે.

રેલવે ગરનાળામાં પાણી ભરાયા

રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યાં

