Monday, July 25, 2022

કૂતરાએ બચાવ્યો બિલાડીનો જીવ, પછી બિલાડીએ બતાવ્યો તેનો રંગ! | The dog saved the cat life but the cat showed its colors while saving its life

Viral Video: સોશિયલ મીડિયા પર કૂતરા-બિલાડીની લડાઈના અનેક વીડિયો તમે જોયા હશે પણ હાલમાં કૂતરા-બિલાડીનો એક પ્રશંસનીય વીડિયો વાયરલ થયો છે.

કૂતરાએ બચાવ્યો બિલાડીનો જીવ, પછી બિલાડીએ બતાવ્યો તેનો રંગ!

વાયરલ વિડીયો

છબી ક્રેડિટ સ્ત્રોત: TWITTER

તમે બાળપણમાં ટોમ એન્ડ જેરી શો જોયો જ હશે. આ કાર્ટુનના માધ્યમથી આપણી સમજમાં આવ્યુ કે ઉંદરનો દુશ્મન બિલાડી હોય છે અને બિલાડીનો દુશ્મન કૂતરો. તમે સામાન્ય જીવનમાં પણ કૂતરા-બિલાડીની દોડભાગ જોઈ જ હશે. આ બન્ને પ્રાણીઓના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. સામાન્ય રીતે તે બન્ને પ્રાણીઓના લડાઈ-ઝગડાના અનેક વીડિયો વાયરલ (વાઈરલ વિડીયો) થતા જોય છે પણ હાલમાં વાયરલ થઈ રહેલો કૂતરા અને બિલાડીનો વીડિયો (કૂતરા-બિલાડીનો વીડિયો) તેનાથી તદ્દન વિપરીત છે.

તમે જોયુ જ હશે કે કૂતરાઓ જો એકવાર બિલાડીને જોઈ જાય તો તેની પાછળ પડી જાય છે અને તેને હેરાન કરવાનું શરુ કરી દે છે. એટલે જ ઘણીવાર બિલાડીઓ ઘણીવાર ચારે બાજુ જોતી અને બચતી ફરતી જોવા મળે છે. દુનિયામાં ઘણી જગ્યાએ આ પ્રાણીઓને સાથે પાળવામાં આવે છે અને એ પણ જોવામાં આવ્યુ છે કે તે પ્રાણીઓ મિત્રની જેમ એક સાથે રહે પણ છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક કૂતરો પાણીમાં પડેલી એક બિલાડીનો જીવ બચાવે છે.

તમે આ વીડિયોને ધ્યાનથી જોશો તો ખબર પડશે કે એક નાના પુલમાં એક બિલાડી પડી ગઈ છે અને ડૂબવા લાગે છે. તે જીવ બચાવવા તડફડીયા મારે છે. તેવામાં ત્યાં 2 કૂતરા આવે છે અને તેમાંનો એક કૂતરો તેને બચવાનો પ્રયાસ કરે છે. તે બિલાડીને તેને મોંઢા પર નખ મારે છે છતાં તે કૂતરો પાણીમાં ઉતરીને તે બિલાડીને પોતાની પીઠ પર બેસાડીને બચાવે છે. બહાર નીકળ્યા પછી તે બિલાડી કૂતરા તરફ આભારની નજરથી જોયા વગર ત્યાંથી ભાગી જાય છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ પણ વાંચો

આ વાયરલ વીડિયો ટ્વિટર પર @Happydog___ નામની આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે. તેના કેપ્શનમાં કૂતરાની તારીફ પણ કરી છે. આ વીડિયોને લોકોએ ખુબ પંસદ કર્યો છે. લોકો આ વીડિયોને લાઈક કરીને તેની પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે કહ્યુ,’બિલાડી હંમેશા સ્વાર્થી હોય છે.’ એક બીજા યુઝરે કહ્યુ કે, બિલાડી એહસાનફરામોશ હોય છે.


Related Posts: