
ડાંગ (આહવા)6 મિનિટ પહેલા
- આદિવાસી સમાજના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને વધાવી લીધો
ભારતના રાષ્ટ્રપતિ તરીકે એનડીએના ઉમેદવાર અને આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મુજીનો ભવ્ય વિજય થતા આદિવાસી સમાજમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. વિજેતા રાષ્ટ્રપતિના માનમાં ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકા આહવા, વઘઇ, સુબીર ખાતે ભાજપ દ્વારા યોજાયેલ કાર્યક્રમને લઈ ભાજપે વિશાળ અભિનંદન રેલી યોજી હતી.
ઢોલ નગારા વગાડી ઉત્સવને ધામધૂમથી મનાવવામાં આવ્યો
નાપરંપરાગત આદિવાસી વેશભૂષા વાજિંત્રો સાથે મોટી સંખ્યામાં આદિવાસી સમુદાયની અભિનંદન રેલી નીકળી હતી અને ત્રણેય તાલુકામાં આ રેલી સભાના રૂપમાં ફેરવાઈ હતી. ભારતનાં ઇતિહાસમાં પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મૂમુજીને અભિનંદન આપવા સરકારનો આભાર વ્યક્ત કરવા માટેના કાર્યક્રમને લઈ અને આ ઐતિહાસિક નિર્ણયને વધાવવા માટે ડાંગ જિલ્લામાં ત્રણેય તાલુકા વઘઈ, આહવા, સુબિરમાં ભાજપ દ્વારા ફટાકડા ફોડી, ઢોલ નગારા વગાડી આ ઉત્સવને ધામધૂમથી મનાવવામાં આવ્યો હતો.
આદિવાસી સમાજના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને વધાવી લીધો
દેશના 15માં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી વિજેતા થતાં ડાંગ જિલ્લાના આદિવાસીઓમાં ખુશીના માહોલ સાથે ફટાકડા ફોડીને આ વિજયોત્સવની ભાજપ દ્વારા ઉજવણી કરાઇ હતી. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના માન. મંત્રી જીતુભાઈ ચૌધરી, ડાંગ જિલ્લા ભાજપ પ્રભારી સીતાબેન નાયક, સાંસદ ડો.કે.સી.ડાંગ ભાજપ પ્રમુખ દશરથભાઈ પવાર, ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઈ ગાવિત, ધારાસભ્ય વિજયભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશભાઈ ગામિત અને કિશોરભાઈ ગાવિત, હરીરામ સાવંત, પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી સુભાષભાઈ ગાઈન, સુમનબેન દળવી પ્રમુખ ડાંગ ભાજપ મહિલા મોરચા સહિત માજી પાર્ટી પ્રમુખો, મંડલ પ્રમુખો અને મંડલ મહામંત્રીઓ તથા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી, સરપંચો, સદસ્યો, હોદ્દેદારો, કાર્યકર્તા મિત્રો સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમને વધાવી લીધો હતો.
[ad_2]