મહિસાગર (લુણાવાડા)5 કલાક પહેલા
- વિરામ બાદ આજે ફરીથી મેઘરાજાની પધરામણી થઈ
મહીસાગર જિલ્લામાં થોડા દિવસના વિરામ બાદ આજે ફરીથી મેઘરાજાની પધરામણી થઈ છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં વહેલી સવારથી વરસાદી માહોલ જમ્યો છે. બાપોર બાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. જેમાં કડાણા અને સંતરામપુર તાલુકામાં સૌથી વધુ સરેરાશ પોંણા બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.
તમામ તાલુકાઓમાં વહેલી સવારથી વરસાદી માહોલ જમ્યો
મહીસાગર જિલ્લામાં થોડા દિવસના વિરામ બાદ આજે ફરીથી મેઘરાજાની પધરામણી થઈ જિલ્લાના તમામ તાલુકાઓમાં વહેલી સવારથી વરસાદી માહોલ જમ્યો છે. ત્યાર બાદ કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. જેમાં કડાણા અને સંતરામપુર તાલુકામાં સૌથી વધુ સરેરાશ પોંણા બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તો અન્ય તાલુકાઓમાં એક ઇંચ, અડધા ઇંચ અને તેથી વધુ તે પ્રમાણે વરસાદ નોંધાયો છે. છેલ્લા 5 દિવસોથી વાતાવરણ ખુલ્લું હતું અને વરસાદ પડતો ન હતો જેથી વાતાવરણમાં ઉકળાટ જેવી સ્થિતી સર્જાઈ હતી.
ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો
નાપરંતુ રાજ્યમાં જે પ્રમાણે વરસાદની આગાહી કરાઈ છે, જેના લીધે ગઈકાલથી વતાવરણમાં બદલાવ આવ્યો હતો. અને આજે વહેલી સવારથી સાર્વત્રિક વરસાદી માહોલ વચ્ચે વરસાદનું ફરીથી આગમન થયું છે. જેમાં બપોર બાદ લગભગ દરેક તાલુકામાં વરસાદ નોંધાયો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, પરંતુ હજી સારા વરસાદની આશા સેવાઇ રહી છે. જિલ્લામાં છેલ્લા 12 કલાકમાં કડાણા તાલુકામાં 43mm, સંતરામપુર તાલુકામાં 41mm, લુણાવાડા તાલુકામાં 28mm, બાલાસિનોર તાલુકામાં 19mm, વીરપુર તાલુકામાં 15mm, અને ખાનપુર તાલુકામાં 7mm વરસાદ વરસ્યો છે.
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
નાલુણાવાડા શહેરમાં છેલ્લા ૧૨ કલાકથી સાર્વત્રિક એક ઇંચ થી વધુ વરસાદ વરસ્યો છે જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા જેમાં વરધરી રોડ પરની પરિશ્રમ પાર્ક સોસાયટી, જયશ્રી નગર સોસાયટી, હટાડીયા બજાર , દરકોલી દરવાજા , માંડવી બજાર, હુસેની ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાતાં અવર જવર કરતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી પડી હતી.




