વડોદરા9 મિનિટ પહેલા
- કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર.
શહેરના સમતા વિસ્તારમાં રહેતી અને એક સ્પામાં કામ કરતી મિઝોરમની યુવતીએ પરિચિત યુવકે માર મારી તેની સાથે શરીર સંબંધ બાંધવા દબાણ કર્યાની ફરિયાદ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
યુવતીને આખો દિવસ માર માર્યો
ફરિયાદમાં યુવતીના જણાવ્યા અનુસાર ગત મંગળવાર રાત્રે પ્રશાંત સુર્વે નામનો પરિચિત યુવક તેની સાથે મારઝૂડ કરી હેરાન કરતો હોવાથી તેણે નરેન્દ્ર રાવત નામના એક વ્યક્તિને ફોન કર્યો. જેથી નરેન્દ્ર યુવતીના સમતા વિસ્તારમાં આવેલ ઘરે આવ્યો હતો અને તેનું કાઉન્સેલિંગ કરી પરત ગયો હતો. જો કે યુવતીએ ફરી નરેન્દ્રને ફોન કરી બોલાવ્યો હતો. જેથી નરેન્દ્ર આખી રાત તેની પાસે રહ્યો હતો. બીજા દિવસે પ્રશાંત સુર્વેએ સ્પામાં કામ કરતી મિઝોરમની યુવતીને આખો દિવસ માર માર્યો હતો. તેમજ હાથ પર ઇજા થતાં લોહી નિકળ્યું હતું અને પગમાં પણ મૂઢ માર માર્યો હતો.
પોલીસ યુવતીના ઘરે પહોંચી
જેથી યુવતીએ ફરી નરેન્દ્રને મદદ માટે ફોન કર્યો હતો. યુવતીનો ફોન આવ્યા બાદ નરેન્દ્ર પોલીસ સ્ટેશન ગયો હતો અને પોલીસને સાથે લઇને યુવતીના ઘરે પહોંચ્યો હતો અને તેને છોડાવી હતી. મિઝોરમની યુવતીનો આક્ષેપ છે કે પ્રશાંત સુર્વે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. જેથી યુવતીએ આ અંગે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.