Monday, July 25, 2022

ન્યૂડ ફોટોઝને કારણે મુશ્કેલીમાં મુકાયો રણવીર સિંહ, મહિલાઓએ નોંધાવી પોલીસ ફરિયાદ | Ranveer Singh got into trouble due to nude photos women of this city filed a police complaint

હાલમાં રણવીર સિંહ (Ranveer Singh) પોતાની ન્યૂડ ફોટોઝને કારણે ભારે ચર્ચામાં છે. હવે તે મોટી મુશીબતમાં મુકાયો છે. આ શહેરની મહિલાઓએ તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ન્યૂડ ફોટોઝને કારણે મુશ્કેલીમાં મુકાયો રણવીર સિંહ, મહિલાઓએ નોંધાવી પોલીસ ફરિયાદ

રણવીર સિંહ મુશ્કેલીમાં મુકાઈ ગયો

છબી ક્રેડિટ સ્ત્રોત: Instagram

બોલિવૂડનો સૌથી ચર્ચિત અને બિંદાસ અભિનેતા રણવીર સિંહ (રણવીર સિંહ) હાલ ભારે ચર્ચામાં છે. અવારનવાર તે પોતાના યુનિક ડ્રેસને કારણે ચર્ચામાં રહેતો અને કેટલીકવાર ટ્રોલ પણ થતો હતો. હાલમાં તે પોતાના ડ્રેસને કારણે નહીં પણ ડ્રેસ ના પહેરવાના કારણે ચર્ચામાં છે. થોડા દિવસ અગાઉ તેણે એક મેગેઝિન માટે ન્યૂડ ફોટો શૂટ (નગ્ન ફોટોશૂટ) કરાવ્યુ હતુ. જેના ફોટોઝ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયા હતા. દેશમાં ચારે તરફ તેની જ ચર્ચા હતી. લોકો એ તેને ઘણો ટ્રોલ કર્યો હતો. કેટલાક લોકો અને બોલિવૂડ સેલેબ્સે તેને સમર્થન પણ આપ્યુ હતુ પણ હાલમાં તેના કામને કારણે તે મુશ્કેલીમાં મુકાયો છે.

ભારતના ઘણા રાજ્યોમાં આ ફોટોઝને કારણે અભિનેતા રણવીર સિંહ વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. સામાજિક સંગઠનોએ પણ તેનો વિરોધ કર્યો હતો. હવે તેની મુશ્કેલીમાં વધારો થયો છે, કેટલીક મહિલાઓએ તેના વિરુધ ફરિયાદ નોંધાવી છે. મુંબઈ પોલીસને અભિનેતા રણવીર સિંહ વિરુદ્ધ મહિલાઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાની ફરિયાદ મળી છે.

પોલીસને રણવીર વિરુદ્ધ મળી હતી ફરિયાદ

મુંબઈ પોલીસને અભિનેતા રણવીર સિંહ વિરુદ્ધ મહિલાઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાની ફરિયાદ મળી છે. પોલીસને મળેલી ફરિયાદમાં રણવીર સિંહ પર મહિલાઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જ્યારે ઘણા સેલેબ્સે રણવીર સિંહના નગ્ન ફોટોશૂટ પર અભિનેતાને ટેકો આપ્યો છે, ત્યારે TMC સાંસદ અને બંગાળી અભિનેત્રી મિમી ચક્રવર્તીએ પૂછ્યું કે , જો સ્ત્રીઓ આવા સમાન ચિત્રો શેયર કરે તો તેની પ્રશંસા કરવામાં આવી હોત.

આ પણ વાંચો

ટ્રોલ થતા રણવીરે આપ્યો આ જવાબ

ન્યૂડ ફોટોશૂટને કારણે સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ થયો હતો. ન્યૂડ ફોટોશૂટને લઈને રણવીરે કહ્યું કે, ફિઝિકલી ન્યૂડ બનવું મારા માટે બહુ નાની વાત છે. આ ફોટોશૂટ કરવામાં મારે કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. તેણે કહ્યું કે મારા માટે બધાની સામે નગ્ન થવું ખૂબ જ સરળ છે. તમને જણાવી દઈએ કે રણવીર બોલિવૂડનો સૌથી સફર અભિનેતામાંથી એક છે. ભૂતકાળમાં તેની ઘણી ફિલ્મો સુપરહિટ થઈ હતી. આવનારા સમયમાં તે રોકી ઔર રાની ફિલ્મમાં આલિયા ભટ્ટ સાથે જોવામાં મળશે. જોવાનું એ રહ્યુ કે મુંબઈમાં થયેલી આ ફરિયાદ બાદ તેના પર કેવી કાર્યવાહી થાય છે.

Related Posts: