الاثنين، 25 يوليو 2022

Ranveer Singhથી પ્રભાવિત થયો સાઉથનો આ એક્ટર, કરાવ્યું ન્યૂડ ફોટોશૂટ

અતરંગી ફેશન સેન્સને કારણે વારંવાર ચર્ચાનું કેન્દ્ર બની રહેલો એક્ટર રણવીર સિંહ તેના ન્યૂડ ફોટોશૂટને કારણે ટ્રેન્ડ થઈ રહ્યો છે. રણવીરથી પ્રભાવિત થઈને તમિલ એક્ટર વિષ્ણુ વિશાલે પણ ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો પોસ્ટ કરીને લખ્યું છે કે Well… joining the trend! એક્ટરે એ પણ લખ્યું છે કે આ તસવીરો બીજા કોઈએ નહીં તેની જ પત્નીએ ક્લિક કરી છે. યુઝર્સને વિષ્ણુ વિશાલનો સેમી ન્યૂડ અવતાર પસંદ આવી રહ્યો છે અને તેના ચાહકો એક્ટરની પ્રશંસા કરી રહ્યા છે.

નોંધનીય છે કે એક્ટર વિષ્ણુ વિશાલ પ્રખ્યાત બેડમિંટન સ્ટાર જ્વાલા દત્તાનો પતિ છે.


પોસ્ટ દૃશ્યો:
91