Friday, July 22, 2022

દમણમાં એક યુવતી પર દુષ્કર્મ બાદ હત્યા કરવાના ગુનામાં સંડોવાયેલા બે શખ્સો ઝડપાયા | Two persons involved in the crime of murder after rape of a girl were arrested in Daman

વલસાડ27 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • દમણ પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજુકરીને કોર્ટ પાસેથી 25 જુલાઈ સુધીના રિમાન્ડ મેળવ્યા

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ ખાતે એક યુવતીની ખેતરમાંથી દુષ્કર્મ કરી હત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી. તે કેસમાં દમણ પોલીસે બાતમીદારોની મદદ વડે બળાત્કાર અને હત્યાના કેસમાં સંડોવાયેલા 2 આરોપીઓની ધરપકડ કરી હતી. બંને આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા બંને આરોપીઓએ દુષ્કર્મ અને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

19 વર્ષીય યુવતી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરવામાં આવી
પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે ડાભેલના ક્રિકેટ ગ્રાઉન્ડ સામે આવેલા એક ખેતરના માલિક કાંતિભાઈ દ્વારા પોલીસને જાણકારી આપી કે તેમના ખેતરમાં કોઈ યુવતીની લાશ પડી હોવાનું જોવા મળ્યું છે. જે પ્રમાણેની બાતમી મળતા જ પોલીસની એક ટીમ ઉપરોક્ત જગ્યા સ્થળ પર જઈ જરૂરી તપાસ કાર્ય હાથ ધર્યું હતું. સાથે વલસાડ એફ.એસ.એલ.ની ટીમની પણ મદદ લઈ તેમને બોલાવી તપાસ કરાવતા જાણવા મળ્યું કે, મૃતક યુવતી 19 વર્ષની હોય અને તેના પર પહેલા બળાત્કાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી છે. ગુનાની ગંભીરતાને જોતા પોલીસે આ મામલે અજાણ્યા શખ્સો વિરુદ્ધ આઈ.પી.સી. ની કલમ 302, 376 મુજબ ગુનો દાખલ કરી અલગ અલગ પોલીસ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી.

બંને આરોપીઓએ ગુનાની કબૂલાત કરી
પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઈન્ટેલિજન્સ તથા ખબરીઓના માધ્યમ થકી જાણવા મળ્યું કે, આ કામ ડાભેલના ઘેલવાડ ફળિયામાં રહેતા બે શખ્સો એ આ યુવતી ઉપર દુષ્કર્મ અને હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. જે પ્રમાણેની જાણકારી મળતાં જ પોલીસની એક ટીમ જગ્યા સ્થળ પર જઈ ડાભેલના ઘેલવાડ ફળિયાની ચાલમાં રહેતા નીતીશ .અનુજ પાસવાન (ઉં.-28, મૂળ રહે. નાલંદા બિહાર ) તથા બજેન્દ્ર લોટન રાયકબાર ઉર્ફે ઈન્દ્રપાલ ( ઉં.-23, મૂળ રહે. લલિતપુર ઉત્તર પ્રદેશ ) ની ધરપકડ કરી સઘન પૂછપરછ કરતાં બન્નેએ પોતાનો ગુનો કબુલ કર્યો હતો. જ્યાં બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીના 25 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ પોલીસે આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી કરી રહી છે.

ઘટના ક્યારની સવાલ ઉભો રહ્યો​​​​​​​
જો કે, પોલીસે આ ઘટના કયા દિવસે ઘટીત થઈ હતી એનો કોઈ ફોડ પાડ્યો નથી. જે જોતા પોલીસની કાર્યશૈલી પર અનેક શંકા કુશંકા સેવાઈ રહી છે. ત્યારે વલસાડ જિલ્લાની સાથે ગુજરાત પોલીસ તથા દેશના અન્ય રાજ્યોની પોલીસ રોજબરોજ બનતા ગુનાની તમામ પ્રકારની માહિતી પત્રકારોને આપતી હોય છે. આ જ પ્રમાણે દમણ પોલીસ વિભાગ પણ પોતાની કાર્યશૈલીમાં જરૂરી પરિવર્તન લાવી મહત્વની માહિતી પત્રકારોને ઉપલબ્ધ કરાવે એ હવે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: