હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં ભગવાન શિવ (Lord Shiva) નંદી પર બેસીને રસ્તા પરથી જઈ રહ્યા છે.

છબી ક્રેડિટ સ્ત્રોત: TWITTER
ભારતના લોકો ઘણા ધાર્મિક છે. અહીં અલગ-અલગ ધર્મના લોકો રહે છે. સૌ પોત-પોતાના ધર્મને માને છે અને પોતાના ભગવાનને પૂજે છે. દેશનો દરેક વ્યક્તિ દરેક ધર્મના ભગવાનને સન્માન આપે છે. આ દેશના લોકોની આસ્થા વર્ષોથી અકબંધ છે. તેથી જ આ દેશના તીર્થ સ્થાનો ભક્તોની ઉભરાતા રહે છે. લોકોને ભગવાનની ભક્તિથી પોતાની અંદર શક્તિનો અનુભવ થાય છે. હાલમાં શ્રાવણનો મહિનો ચાલી રહ્યો છે. શ્રાવણનો મહિનો એટલે ભગવાન શિવની આરાધનાનો મહિનો. લાખો ભકતો ભગવાન શિવની ભકિતમાં ડૂબી જાય છે. સોશિયલ મીડિયા પર ભગવાન શિવને લઈને અનેક વીડિયો તેમના ભક્તો મુકતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ (વાઈરલ વિડીયો) થયો છે, જેમાં ભગવાન શિવ (ભગવાન શિવ) નંદી પર બેસીને રસ્તા પરથી જઈ રહ્યા છે.
આપણે જાણીએ છે તે હિન્દુ ધર્મના ભગવાન શિવનું વાહન નંદી છે. તે તેમની જ સવારી કરે છે તેવી માન્યતાઓ છે. આ વાયરલ વીડિયોમાં તમને નંદી અને ભગવાન શિવ દેખાશે. ભારતના લોકો ધાર્મિક હોવાની સાથે સાથે જુગાડુ પણ છે આ વીડિયોમાં પણ કઈ આવુ જ તમને જાણવા મળશે. આ વીડિયોમાં એક વ્યક્તિ શિવના વેશ ધરીને બેઠો છે, અને તે જે નંદી પર બેઠો છે તે તેની બાઈક છે. તેણે પોતાની બાઈકને નંદી જેવો બનાવી દીધો છે. અમે તેના પર સવાર થઈને ઝડપથી પસાર થઈ રહ્યો છે. તેણે બાઈક પર ભારતનો ધ્વજ પણ લગાવ્યો છે. તેણે ભગવાન શિવની ભક્તિ કરવા આ કર્યુ હતુ. તમે આવી જુગાડવાળી ભક્તિ ક્યારે નહીં જોઈ હોય.
આ રહ્યો એ વાયરલ વીડિયો
નંદી અને મોટર સાયકલના ફ્યુઝનમાંથી તૈયાર થયેલા વાહન પર સવાર પુરુષના મનમાં નારાયણની કેવી કલ્પના હશે? જેમ જેમ લોકો જીવે છે, તેઓ તેમની આસપાસ ભગવાનની કલ્પના કરે છે.
દુઃખી લાગણીઓ આ ક્યાં સમજી શકે! pic.twitter.com/vYmjj5pnrB
– સંદીપ સિંહ (@કૌનસંદીપ) 25 જુલાઈ, 2022
શિવજીનો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર સંદીપ સિંહ નામમી આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે. તેણે કેપ્શનમાં ખુબ સુંદર વાત પણ લખી છે. લોકો આ વીડિયોને ખુબ પંસદ કરી રહ્યા છે.