الخميس، 11 أغسطس 2022

1 લાખ અમદાવાદી 21 કિ.મી.ની નાઈટ હાફ મેરેથોન દોડશે, જોન અબ્રાહમ-વિકી કૌશલ સહિત 5 લાખથી વધુ લોકો ઉત્સાહ વધારશે | 1 lakh Ahmedabadis to run 21 km night half marathon, more than 5 lakh people including John Abraham-Vicky Kaushal

અમદાવાદ29 મિનિટ પહેલાલેખક: ચેતન પુરોહિત

અમદાવાદમાં 27મી ઓગસ્ટની આખી રાત લાખો લોકો સડકો પર ઉતરી આવશે. પોલીસે આમના માટે ખાસ બંદોબસ્ત પણ કર્યો છે. ઈનફેક્ટ આટલા બધા લોકોને આખી રાત રોડ પર ખુદ પોલીસ જ લાવી રહી છે. કારણ કે, રથયાત્રાની ભવ્યતાને યાદ દેવડાવે તેવી 21 કિ.મી.ની નાઈટ હાફ મેરેથોન તે રાત્રે અમદાવાદમાં યોજાશે. અમદાવાદ અને ગુજરાત પોલીસ અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય ન સર્જાનારી ભવ્યતા આ ઈવેન્ટને અપાવવા કમર કસી રહી છે, જેનું આયોજન ડ્રગ્સની બદીની નાબૂદી માટે થઈ રહ્યું છે.

રિવરફ્રન્ટથી સિંધુભવન સુધી દોડનો રુટ બનશે
પશ્ચિમ અમદાવાદના 21 કિલોમીટરના પોશ વિસ્તારમાંથી આ નાઈટ હાફ મેરેથોન પસાર થશે. રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરથી શરૂ થઈને આ હાફ મેરેથોન સિંધુભવન રોડ સુધીના વિસ્તારને આવરી લેશે. તેમાં ગુજરાત યુનિવર્સિટીનો પણ ભાગ સામેલ થશે. આ હાફ મેરેથોનની પાછળનો ઉદ્દેશ અમદાવાદના પરિવારો અને યુવાનોને ડ્રગ્સ સામે અવાજ ઉઠાવવા અને હેલ્ધી લાઈફ સ્ટાઈલ જીવવા માટે મેસેજ આપવાનો છે.

બોલિવૂડ-ઢોલીવૂડ સ્ટાર્સ એન્ટરટેઈનમેન્ટ કરશે
આ હાફ મેરેથોનમાં શહેર પોલીસ કમિશનર, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને તમામ સેલિબ્રિટી એક સરખી ટી-શર્ટ અને ટ્રેક પહેરીને દોડતા નજરે પડશે. અમદાવાદમાં ડ્રગ્સની સામે લડાઈ માટે એક લાખ લોકોને શહેરના રસ્તા પર લાવવાનું પોલીસનું પ્લાનિંગ છે. શહેરના રસ્તાઓ પર આવનારા આ 1 લાખ લોકો 21 કિ.મી. સુધી દોડશે. આ મેરેથોનમાં બોલિવૂડ તેમજ ઢોલિવૂડના કલાકારો દેશની સુરક્ષા એજન્સીઓના ચુનંદા અધિકારીઓ અને તેઓના સન્માનનીય બેન્ડ તેમજ ડીજે સાથે સ્ટેજ પર પરફોર્મ કરશે.

ડિફેન્સના હથિયારોની ઝાંખીનું આકર્ષણ જામશે
આ મેરેથોનમાં ડિફેન્સના હથિયારોની ખાસ ઝાંખી દેખાશે. યુવાનોને હેલ્થ માટે અવેર કરવા અને ડ્રગ્સના વિરોધમાં જોડાવા માટે એક નવતર પ્રયોગ અમદાવાદ પોલીસ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હાથ ધરશે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવની સાથે આ કાર્યક્રમમાં તમામ આઇપીએસ અને હાલના ઈન્ચાર્જ પોલિસ કમિશનર અજય ચૌધરી ખાસ ભાગ લેશે.

મેરેથોનમાં ભાગ લેવા આ QR કોડ સ્કેન કરવો પડશે.

મેરેથોનમાં ભાગ લેવા આ QR કોડ સ્કેન કરવો પડશે.

અન્ય સમાચારો પણ છે…

https://images.bhaskarassets.com/web2images/960/2022/08/10/11cover_1660151261.gif

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.