Sunday, August 14, 2022

10 દિવસ પહેલાં જ દિવ્ય ભાસ્કરે કહ્યું હતું- ગ્રેડ પે જાહેર નહીં થાય ઇન્ટરિમ પેકેજ જાહેર કરશે, અહેવાલ પર સરકારની મહોર | 10 days ago, Divya Bhaskar said - grade pay will not be announced, interim package will be announced for police, government stamp on the report

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 10 Days Ago, Divya Bhaskar Said Grade Pay Will Not Be Announced, Interim Package Will Be Announced For Police, Government Stamp On The Report

7 મિનિટ પહેલા

પોલીસ ગ્રેડ પે મુદ્દે ચાલી રહેલા આંદોલનનો અંત લાવવા માટે સરકારે વચગાળાના પેકેજની જાહેરાત કરી છે. દિવ્યભાસ્કરને 10 દિવસ અગાઉ જ સરકારના મુખ્ય માથા પૈકીના એક નેતાએ કહ્યું હતું કે, પોલીસ માટે ગ્રેડ પે જાહેર નહીં કરાય, પરંતુ વચગાળાના પેકેજની જ જાહેરાત કરાશે. આ અનુસંધાને તારીખ 4 ઓગસ્ટના રોજ દિવ્યભાસ્કરે અહેવાલ પ્રસારિત કર્યો હતો કે, સરકાર ઈન્ટરિમ પેકેજ જાહેર કરશે અને એ અહેવાલ શબ્દશઃ સાચો ઠર્યો છે. સરકારે પોલીસના ઈન્ટરિમ પેકેજ માટે રૂપિયા 550 કરોડના પેકેજની જાહેરાત કરી છે.
દિવ્યભાસ્કરના 10 દિવસ પહેલાંનો અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો

મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને માહિતી આપી
મુખ્યમંત્રીએ આજે 14 ઓગસ્ટે સાંજે 6 વાગ્યે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, પોલીસ કર્મચારીઓની માંગણીઓને ધ્યાને રાખીને કમિટીની નિમણૂક કરાયા બાદ મળેલી ભલામણને આધારે રૂપિયા 550 કરોડના ભંડોળની જાહેરાત કરું છું. આ ભંડોળ મંજૂર કરતાં અગાઉ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં અનેક બેઠકો પણ યોજાઈ હતી અને જે બાદ આ નિર્ણય લેવાયો છે.

વચગાળાનું પેકેજ એક લોલીપોપ? સોશિયલ મીડિયા પર કમેન્ટનો મારો શરૂ
જેવું મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને માહિતી આપી કે તરત જ ટ્વીટર પર પણ લોકો સક્રિય થઈ ગયા હતા. પેકેજની જાહેરાત અંગે લોકોએ વિવિધ કમેન્ટ કરીને આ પેકેજને લોલીપોપ તરીકે દર્શાવ્યું હતું.

પેકેજને પગલે પગારમાં વધારે થશે
સરકારે પેકેજ જાહેર કરતાં એ.એસ.આઇને 5,84,094 રૂપિયા પગાર મળશે. પોલીસ કોન્સ્ટેબલને વાર્ષિક 4,16,000 રૂપિયા પગાર મળશે.પોલીસ હેડ કોન્સ્ટેબલને વાર્ષિક 4,95,000 રૂપિયા પગાર મળશે. LRD જવાનોનો વાર્ષિક પગાર 3,47,250 રૂપિયા રહેશે.

10 દિવસમાં જ મુખ્યમંત્રી નિર્ણય લઈ લેશે એવું ભાસ્કરે કહ્યું હતું
તપાસ સમિતિ દ્વારા સોંપાયેલા રિપોર્ટના આધારે ગૃહ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં આખરી તબક્કામાં આ નિર્ણય હોવાની માહિતી વિશ્વાસપાત્ર માથાને આધારે મળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહ વિભાગને તાકીદ કરીને તમામ ફાઈલ પોતાના સુધી મગાવી હતી, જેને આગામી સપ્તાહમાં લીલી ઝંડી મળી શકે છે. આમ, પોલીસકર્મચારીઓ માટે સરકાર આગામી 15 દિવસમાં જ ખુશીના સમાચાર આપી શકે એમ દિવ્યભાસ્કરે જણાવી દીધું હતું.

એપ્રિલ, 2022માં જ તપાસ સમિતિએ રિપોર્ટ સોંપી દીધો હતો
વર્ષ 2021ના ઓક્ટોબર માસમાં પોલીસ ગ્રેડ પે અંગે આંદોલન ચાલ્યા બાદ સરકારે તપાસ સમિતિનું ગઠન કર્યું હતું. આ સમિતિની એક મુદત ડિસેમ્બર 2021માં પૂરી થયા બાદ ફરીથી એક વખત સમિતિની ટર્મ રિન્યુ કરી અને એપ્રિલ, 2022 સુધી કરવામાં આવી હતી.

ગ્રેડ પે ન આપો ત્યાં સુધી ઇન્ટરિમ પેકેજ આપવું જોઈએ: સરકારને ભલામણ
સરકારને સમિતિએ તપાસ રિપોર્ટ સોંપી દીધો છે. આ રિપોર્ટની અંદર અલગ અલગ રાજ્યોમાં અમલી ગ્રેડ પે સાથે ગુજરાતની સરખામણી કરવામાં આવી હતી. ગુજરાતમાં પોલીસ માટે ગ્રેડ પે પ્રમાણમાં ઓછો છે, તેથી રિપોર્ટ સોંપતી વખતે ભલામણ કરવામાં આવી હતી કે જ્યાં સુધી ગ્રેડ પે જાહેર ન કરવામાં આવે ત્યાં સુધી વચગાળાના પેકેજ જાહેર કરીને પોલીસ કર્મચારીઓને લાભ આપવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે…