الأربعاء، 31 أغسطس 2022

​​​​​​​વડોદરામાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનારને 10  વર્ષની કેદ, પીડિતાને 4 લાખ વળતર ચુકવવા આદેશ | 10 years in jail for kidnapping and raping a minor in Vadodara, ordered to pay 4 lakh compensation to the victim

વડોદરા7 મિનિટ પહેલા

પ્રતિકાત્મક તસવીર

શહેરના વાડી વિસ્તારમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના કેસમાં કોર્ટે આરોપી યુવકને દસ વર્ષની કેદની સજા સંભળાવી છે. સાથે જ પીડિતાને ચાર લાખ રૂપિયા વળતર ચુકવવા આદેશ આપ્યો છે.

ઘટનાની વિગત એવી છે કે શહેરના વાડી વિસ્તારમાં જાન્યુઆરી 2018માં બોરસદ તાલુકાના કંકાપુરા ગામના મહેશ ઉર્ફે શેટ્ટી ભુપતસિંહ વાઘેલાએ સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું હતું. જે અંગે વાડી પોલીસ સ્ટેશનમાં પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ થયો હતો.

આ મામલે પોલીસે સાયન્ટીફિક પુરાવાઓના ભાગરૂપે પીડિતા અને આરોપીના DNA સેમ્પલ તેમજ પીડીતાના ગર્ભનું DNA સેમ્પલ તેમજ કપડા સહિતના લોહીના નમૂના FSLમાં મોકલ્યા હતા. આ મામલે આરોપીની ધરપકડ કરી તેની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ કેસ કોર્ટમાં સ્પેશ્યલ (પોક્સો) કેસથી ચાર્જફ્રેમ થયો હતો. કોર્ટે પુરાવાના આધારે આરોપી મહેશ ઉર્ફે શેટ્ટી વાઘેલાને 10 વર્ષની સખત કેદની સજા અને 2500 રૂપિયા દંડ અને જો દંડ ન ભરે તો ત્રણ મહિનાની વધુ સખત કેદની સજા સંભળાવી છે. સાથે કોર્ટે પીડિતાને ચાર લાખ રૂપિયા વળતર ચુકવવા આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.