તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન, હજારોની સંખ્યામાં ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ 10 ઓગસ્ટે તિરંગા યાત્રા કાઢશે | Tiranga Yatra organized grandly, thousands of textile market traders will take out Tiranga Yatra on August 10

સુરતએક કલાક પહેલા

  • કૉપી લિંક
10 ઓગસ્ટના દિવસે સુરતમાં ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવશે. - Divya Bhaskar

10 ઓગસ્ટના દિવસે સુરતમાં ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવશે.

તિરંગા યાત્રાને લઈને સુરત શહેરમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિશેષ કરીને સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ તિરંગા યાત્રાને યાદગાર દિવસ બનાવવા માટે પૂરજોરથી તૈયારી કરી રહ્યું છે. અલગ અલગ કાર્યક્રમો ટેક્સટાઇલ માર્કેટમાં આયોજન કરવામાં આવી રહ્યા છે. 10 ઓગસ્ટના દિવસે સુરતના રીંગરોડ વિસ્તારના અલગ અલગ ટેક્સટાઇલ માર્કેટ ઓના વેપારીઓ યાત્રામાં જોડાવા માટેનો આહવાન કરવામાં આવ્યું છે

રીંગરોડ સ્થિત ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ યાત્રામાં જોડાશે
દરેક માર્કેટના એસોસિએશનના પ્રમુખ તેમજ અન્ય પદાધિકારીઓ સાથે મળીને બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. જેમાં વધુમાં વધુ સંખ્યામાં તિરંગા યાત્રામાં વેપારીઓ જોડાઈ તેવી અપીલ કરવામાં આવી રહી

એસટીએમ માર્કેટથી યાત્રાની શરૂઆત થશે
ના
ભાજપના કોર્પોરેટર દિનેશ પુરોહિતે જણાવ્યું કે તિરંગા યાત્રાનું આયોજન ખૂબ મોટાપાયે કરવામાં આવી રહ્યું છે.સુરત ટેક્સટાઇલ માર્કેટથી યાત્રાની શરૂઆત થશે અને મિલેનિયમ માર્કેટ ખાતે તેનું સમાપન થશે. આ દ્રશ્યો સૌ કોઈને યાદ રહી જાય એ પ્રકારની યાત્રા હશે. આમ તો સુરત શહેરમાં લાખો ઘર અને સ્થળ એવા હશે કે જ્યાં તિરંગો લહેરાશે પરંતુ સુરતના ટેક્સટાઇલ વેપારીઓ આમાં ખૂબ જ ઉત્સાહ વધારે છે. આ યાત્રા ઐતિહાસિક યાત્રા પુરવાર થશે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post