એશિયા કપમાં કોહલી 100મી T20 ઇન્ટરનેશનલ મેચ પૂરી કરશે

[og_img]

  • પૂર્વ કપ્તાન વિરાટ કોહલી રચશે ઈતિહાસ
  • રોહિત શર્મા બાદ 100 T20 રમનાર બીજો ખેલાડી બનશે
  • એશિયા કપમાં પાકિસ્તાન સામેની મેચમાં કોહલી પર નજર

વિરાટ કોહલી 2019ની નવેમ્બરથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ભલે સદી ફટકારી શક્યો ના હોય પરંતુ 28મી ઓગસ્ટે એશિયા કપમાં પાકિસ્તાન સામે રમાનારી મેચમાં તમામની નજર તેની ઉપર રહેશે. પાકિસ્તાન સામેની મેચ કોહલીની કારકિર્દીની 100મી T20 ઇન્ટરનેશનલ મેચ રહેશે.

પાકિસ્તાન સામે કોહલી સુપરહિટ

T20 ફોર્મેટમાં પાકિસ્તાન સામે તેનો દેખાવ શાનદાર રહ્યો છે. તેણે પાકિસ્તાન સામે ઓવરઓલ સાત મેચમાં 77.75ની એવરેજથી 311 રન બનાવ્યા છે અને તે ત્રણ વખત મેન ઓફ ધ મેચ બન્યો હતો. એશિયા કપમાં તે પાકિસ્તાન સામે ઓવરઓલ ચાર મેચ રમ્યો છે અને બેમાં તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. કોહલી ભારતના સુકાની રોહિત શર્મા બાદ 100 T20 ઇન્ટરનેશનલ મેચ રમનાર ભારતનો બીજો ખેલાડી બની જશે.

પાકિસ્તાન સામે 183 રનની શાનદાર ઇનિંગ

એશિયા કપ વન-ડે ફોર્મેટમાં કોહલીએ 10 વર્ષ પહેલાં પાકિસ્તાન સામે 183 રનની ઇનિંગ રમી હતી.કોહલી 2016ના એશિયા કપ T20માં 49 રનની ઇનિંગ રમી હતી અને તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. ગયા વર્ષે T20 વર્લ્ડકપમાં દુબઈ ખાતે રમાયેલી મેચમાં પાકિસ્તાન સામે ભારતનો દસ વિકેટે પરાજય થયો હતો. પરંતુ આ મેચમાં વિરાટ કોહલીએ 57 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

أحدث أقدم