કાલુપુર દરવાજા ખાતે રૂ.100 કરોડના મ્યુનિ. પ્લોટ પર ‘ઓપરેશન ડીમોલીશન'

[og_img]

  • વર્ષો જૂના ગેરકાયદે દબાણો દૂર કરવાનો પ્રારંભ
  • મ્યુનિસિપલ રીઝર્વ પ્લોટ ખુલ્લો કરાયો
  • આસપાસના 70 ટકા દબાણો હટાવાયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્યઝોનના એસ્ટેટ અને ટીડીઓ વિભાગ દ્વારા શહેરમાં કાલુપુર દરવાજા પાસે બાબુ લટાની ચાલી અને આસપાસની જગ્યામાં 20 વર્ષ કરતા વધુ જુના ગેરકાયદે દબાણો દૂર કરીને રૂ. 100 કરોડનો મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્લોટ ખુલ્લો કરવામાં આવ્યો છે. શહેરના હાર્દ સમા કાલુપુર વિસ્તારમાં કાલુપુર દરવાજા નજીક આવેલ મ્યુનિ. કોર્પોરેશનની માલિકીના પ્લોટ પરના ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી સોમવારે સવારથી જ શરૂ કરવામાં આવી હતી અને સાંજ સુધીમાં લગભગ 70 ટકા જેટલી કામગીરી પૂરી થઈ છે. આવતીકાલે બાકીના દબાણો દૂર કરીને મ્યુનિ. કોર્પોરેશનનો પ્લોટ ખુલ્લો કરીને કબજો પરત મેળવવામાં આવશે.

ટી. પી ચેરમેન દેવાંગ દાણી અને સામાજિક કાર્યકર શિરીન પટેલે જણાવ્યું હતું કે, શહેરમાં કાલુપુર દરવાજા નજીક બાબુ લઠ્ઠાની ચાલી અને આસપાસ થયેલા ગેરકાયદે દબાણો અંગે વારંવાર નોટિસ આપવા છતાં ગેરકાયદે દબાણકર્તાઓ મ્યુનિ. નોટિસોને ઘોળીને પી ગયા હતા. કાલુપુર દરવાજા પાસે બાબુ લઠ્ઠાની ચાલી અને આસપાસના ગેરકાયદે દબાણો કરનારાઓ ભૂતકાળમાં હાઈકોર્ટમાં ગયા હતા અને સ્ટે આપવા માગણી કરી હતી. પરંતુ ગુજરાત હાઈકોર્ટે દબાણ કરનારાઓને સ્ટે આપ્યો નહોતો. આ ગેરકાયદે દબાણો હટાવવા અંગે ભૂતકાળમાં બે વખત પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો અને દબાણોની કાર્યવાહી હાથ ધરવાનું નક્કી કરાયું હતું. પરંતુ કેટલાક કારણોસર ડીમોલીશનનો અમલ થઈ શક્યો નહોતો.

મધ્ય ઝોનના ટીડીએ રમેશ તડવીએ જણાવ્યું હતુ કે, કાલુપુર દરવાજા નજીક ગેરકાયદે બાંધકામ, મકાન, દુકાન, સુપડાં સહિતના દબાણો દૂર કરવા માટે ટી.પી. સ્કીમનો અમલ કરવાની કાર્યવાહી દરમિયાન સુલેહ શાંતિ જળવાઈ રહે તે કેતુસર તા. 17 ઓગસ્ટ, 2022ના રોજ પોલીસ બદોબસ્તની માગણી કરાઈ હતી અને પોલીસ બંદોબસ્ત મળ્યા પછી તા. 22 ઓગસ્ટ, 2022ના રોજ સોમવારે સવારે 10 વાગ્યાથી ગેરકાયદે દબાણો હટાવવાનો અમલ શરૂ કરાયો હતો. શહેરના મધ્ય ઝોનમાં આવેલા ખાડિયા વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના રીઝર્વેશન પ્લોટમાં કરાયેલા ગેરકાયદે કોઈરયા અને ઝુંપડા સહિતના ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી દરમિયાન કાયદી અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર પોલીસ બંદોબસ્તની માગણી કરાઈ હતી.

જુઓ વિડીયો….

Previous Post Next Post