IND vs ZIM: ભારતનો ત્રીજી વન ડેમાં 13 રનથી વિજય, ઝિમ્બાબ્વેને 3-0 થી ક્લીન સ્વીપ કર્યુ, શુભમન ગિલનુ શાનદાર પ્રદર્શન | India vs Zimbabwe 3rd odi match report IND vs ZIM odi today match full scorecard in Gujarati

IND Vs ZIM ODI Match Report Today: ઝિમ્બાબ્વે માટે સિકંદર રઝાએ શાનદાર સદી ફટકારી અને ભારતને હરાવવાની નજીક પહોંચી ગયો.

IND vs ZIM: ભારતનો ત્રીજી વન ડેમાં 13 રનથી વિજય, ઝિમ્બાબ્વેને 3-0 થી ક્લીન સ્વીપ કર્યુ, શુભમન ગિલનુ શાનદાર પ્રદર્શન

India vs Zimbabwe ODI સિરીઝ ભારતે 3-0 થી જીતી લીધી

આ વર્ષે ભારત અને ઝિમ્બાબ્વે (India vs Zimbabwe) ની ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી, જે આ વર્ષે હરારે સ્પોર્ટ્સ ક્લબમાં છેલ્લી વખત આમને સામને આવી હતી. ટીમ ઈન્ડિયાના કેપ્ટન કેએલ રાહુલે (KL Rahul) ફરી એકવાર ટોસ જીત્યો પરંતુ આ વખતે બેટિંગમાં વધુ સમય મળે તે માટે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. જો કે, વ્યક્તિગત રીતે તે પોતે તેનો ફાયદો ઉઠાવી શક્યો ન હતો અને શરૂઆત મેળવવા છતાં માત્ર 30 રન જ બનાવી શક્યો હતો. શિખર ધવન (Shikhar Dhawan) એ પણ ધીમી શરૂઆત બાદ આઉટ થયો હતો.

શુભમન ગિલ એ રંગ જમાવ્યો

આવી સ્થિતિમાં ભારતીય ટીમને શુભમન ગિલે સંભાળી હતી. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદથી સતત રન બનાવી રહેલા ગિલે ફરી એકવાર એવું જ કર્યું. તેણે ટીમ ઈન્ડિયાની ઈનિંગને પહેલા ગતિ આપી અને પછી રનનો વરસાદ કર્યો. આ દરમિયાન ગિલે ઈશાન કિશન સાથે 140 રનની ભાગીદારી કરી હતી, જેણે પોતે અડધી સદી ફટકારી હતી. વેસ્ટ ઈન્ડિઝમાં માત્ર 2 રનથી સદી ચૂકી ગયેલો ગિલ આ વખતે આ અડચણ પાર કરવામાં સફળ રહ્યો હતો. 23 વર્ષીય ગિલે માત્ર 82 બોલમાં પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ સદી પૂરી કરી હતી.

જોકે, ભારતનો મિડલ ઓર્ડર સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હતો. દીપક હુડા અને સંજુ સેમસન મોટી અસર કરી શક્યા ન હતા, જ્યારે ઓલરાઉન્ડર અક્ષર પટેલ અને શાર્દુલ ઠાકુર પણ આ વખતે નિષ્ફળ રહ્યા હતા. ગિલ છેલ્લી ઓવરમાં આઉટ થયો હતો. તેણે 97 બોલમાં 130 રન (15 ચોગ્ગા, 1 છગ્ગા) બનાવ્યા અને ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 289 રન બનાવ્યા.

Previous Post Next Post