અમદાવાદમાં બે છોકરાઓ 101 બહેનોને ફ્રીમાં ઈ-રીક્ષા આપી પગભર કરશે, બસના પેસેન્જર પણ મહિલાઓ જ રહેશે | In Ahmedabad, two boys will provide free e-rickshaw to 101 sisters

અમદાવાદએક કલાક પહેલાલેખક: આનંદ મોદી

ભાઈ-બહેનોના પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન એ તો સહુ કોઈ જાણે છે. પરંતુ આજે નારી ક્યાં અબળા રહી છે, 21મી સદીમાં બહેનો પણ પગભર થઈ છે. આવામાં મહિલાઓને સુરક્ષા સાથે રોજગાર પૂરા પાડવાના લક્ષ્ય સાથે 2 વિદ્યાર્થીએ અનોખો પિંક રીક્ષાનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. શરુમાં 101 બહેનોને પગભર કરવાનું બીડું ઝડપનારા દીપ ભાલોડિયા અને જૈમિન પનારાએ આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પિંક રીક્ષા પ્રોજેક્ટની ખાસિયત એ હશે કે તેમાં ઈ-રીક્ષા ચલાવનાર પણ મહિલા હશે અને પેસેન્જર પણ મહિલા જ હશે. આ માટે મહિલાઓને વિના મૂલ્યે રીક્ષા ચલાવવાની ટ્રેનિંગ આપીને ઈ-રીક્ષા પણ અપાશે.

દિવસ હોય કે રાત, પિંક રીક્ષા ચાલતી જ રહેશે
મૂળ સૌરાષ્ટ્રના અને હાલ અમદાવાદમાં અભ્યાસ કરતા જૈમિન પનારા અને દીપ ભાલોડિયા પરિવર્તન સામાજિક સંસ્થા સાથે જોડાયેલા છે. બંને યુવકને વિચાર આવ્યો કે, જે યુવતી કે મહિલા પોતાનું ઘર છોડીને અન્ય જગ્યાએ ભણવા કે રોજગારી માટે આવે છે ત્યારે તેમના ઘરે તેમની સુરક્ષાને લઈને સતત ચિંતા થતી હોય છે. જેથી પિંક રીક્ષા પ્રોજેક્ટ શરૂ કરવાની તેમને જરૂરિયાત લાગી. આ પ્રોજેક્ટ થકી મહિલાને રોજગારી મળે અને અવરજવર કરવા માટે મહિલાઓને પણ મહિલા ડ્રાઇવર હોય તો સુરક્ષા પણ મળી શકે છે.

રીક્ષા-મહિલા પેસેન્જર બંનેનું ધ્યાન રાખવા ટ્રેનિંગ
આ પ્રોજેક્ટ માટે દિવ્યાંગ રીક્ષાચાલક અંકિતા શાહને તેમણે શોધી કાઢ્યા. અંકિતાબેન દિવ્યાંગ હોવા છતાં રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવે છે. અંકિતા શાહ સાથે બંનેએ પોતાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેકટ અંગે વાતચીત કરી હતી. જે બાદ અંકિતાબેનને જરૂરિયાતમંદ અને રીક્ષા ચલાવી શકે એવી 101 મહિલા શોધવાની કામગીરી સોંપાઈ. અંકિતાબેને 80 જેટલી રીક્ષાચાલક મહિલાઓને શોધી કાઢી. હવે બંને વિદ્યાર્થી દ્વારા આ મહિલાઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ટ્રેનિંગ બાદ તેમના લાયસન્સ કઢાવવા માટે વિદ્યાર્થીઓ જ મદદ કરશે અને તે બાદ મહિલાઓને નિઃશુલ્ક ઈ-રીક્ષા સોંપશે.

101 ઈ-રીક્ષાથી શરૂ થયેલો પ્રોજેક્ટ હજારોએ પહોંચશે
શરૂઆતમાં 101 ઈ-રીક્ષા અમદાવાદમાં ચાલશે. આ રીક્ષામાં ડ્રાઇવર મહિલા હશે અને ફક્ત મહિલા પેસેન્જરને જ બેસવા દેવાશે. મહિલાઓ નોકરી કે ભણવાના સ્થળેથી ગમે ત્યારે કોઈ પણ સમયે આવે ત્યારે તેમને પિકઅપ અને ડ્રોપ કરવામાં આવશે. મહિલાઓને રીક્ષા આપ્યા પહેલા મહિલાઓનું બેકગ્રાઉન્ડ પણ ચેક કરવામાં આવશે. તેમના ઘર તથા અન્ય રીતે પણ તપાસ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…

https://images.bhaskarassets.com/web2images/960/2022/08/10/11cover_1660149333.gif

Previous Post Next Post