સુપ્રીમ કોર્ટના આદેશ પછી 11 કેદીઓને જેલમુક્ત કરાયા; 18 વર્ષથી જેલમાં હતા બંધ | 11 prisoners released after Supreme Court order; He was in jail for 18 years

પંચમહાલ (ગોધરા)3 મિનિટ પહેલા

બિલકિસ બાનુ કેસના અગિયાર આરોપીઓને મુકત કરવામાં આવ્યા છે. જેમાં આ અગિયાર આરોપીઓને આજીવન કેદની સજા સીબીઆઇ સ્પેશિયલ કોર્ટે દ્વારા ફટકારવા આવી હતી. આરોપીઓ 18 વર્ષની સજા પૂરી કર્યા બાદ સુપ્રીમ કોર્ટમાં કેદીઓએ મુકત થવા માટે અરજી કરી હતી. તે અરજીના સંદર્ભમાં અગિયાર કેદીઓને મુક્ત કરવા માટે ગુજરાત સરકારને નિર્ણય લેવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર દ્વારા તમામ અગિયાર કેદીઓને મુક્ત કરવા હુકમ કર્યો હતો અને તમામ અગિયાર આરોપીઓને ગોધરા સબ જેલ માથી મુક્ત કરાયા હતા.

18 વર્ષની સજા પૂર્ણ કરી
પરિવારના સભ્યો અને મિત્રો દ્વારા સજા પૂરી કરી આવેલ અગિયાર લોકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આરોપીએ વાતચીતમાં જણાવ્યું કે 2002માં થયેલા સાબરમતી હત્યાકાંડની ઘટના બાદ કોમી રમખાણોના કેસ પૈકી લીમખેડા તાલુકામાં બનેલ કેસમાં તેમની એરેસ્ટ કરવામાં આવ્યા હતા. આ કેસ નામદાર સુપ્રીમ કોર્ટના હુકમથી સીબીઆઇ તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ 2004 માં તેઓને એરેસ્ટ કરી લઈ જવામાં આવ્યા હતા અને આ કેસ મહારાષ્ટ્રના મુંબઇ ખાતે ચલાવવામાં આવ્યો હતો. જેમાં તમામ અગિયાર લોકોને આજીવન કેદની સજા ફટકારી હતી અને તમામને મુંબઈની આર્થર રોડ જેલમાં અને નાશિક જેલમાં રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામને ગુજરાતની જેલમાં હોમટાઉનમાં ટ્રાન્સફર કરાયા હતા. અમે 18 વર્ષ ઉપરાંતની સજા પૂરી કરતા નામદાર સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. જેથી નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન પ્રમાણે ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા મુક્ત કરાયા હતા.

સજા દરમિયાન ઘણા સ્વજનો ગુમાવ્યા- સજા ભોગવનાર આરોપી
આજે અમે જેલ મુક્ત થવાથી પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. અમે નિર્દોષ હોવા છતાં ખાલી વિચારધારામાં ધરાવતા હોવાના કારણે અમારા ખોટી રીતે નામ આપવામાં આવ્યા છે અને એના કારણે અમને આજીવન કેદની સજા થઈ હતી. પરતું આજે જેલ મુક્ત થવાથી અને પરિવારજનો સાથે મેળાપ થવાથી બહુ ખુશી થાય છે અમે આ સમયગાળા દરમિયાન ઘણા સ્વજનો ગુમાવ્યા છે અને ઘણી બધી તકલીફો વેઠવી પડે છે અને ઘણા અપમાન સહન કર્યા છે. અમારી સાથે સજા ભોગવી રહેલા નરેશ ભાઈ મોઢિયાનું જેલવાસ દરમિયાન મૃત્યુ થયું હતું એ ખૂબ દુઃખદ ઘટના બની હતી. અમારી જોડે સજા ભોગવી રહેલા જશુકાકાની પત્ની, કેન્સરના કારણે મૃત્યુ થયું હતું બિપીન ભાઈ જોશી તેમના પગમાં તકલીફ હતી તે ખૂબ વિકટ સમસ્યા માથી બહાર આવ્યા હતા અને સાથે તેમની પત્ની હાલ કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે ત્યાર બાદ પ્રદીપભાઈ ની પત્નીની બન્ને કિડની ફેલ હોવાના કારણે મોત થયું હતું આ ઉપરાંત મિત્રો સાથે સ્વજનો દ્વારા જે સાથ સહકાર આપ્યો તેવા તમામ લોકોનો આભાર માન્યો હતો.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post