મહીસાગર જિલ્લામાં ચોરી કરતા 125 વીજ જોડાણો ઝડપાતા MGVCLએ 15 લાખનો દંડ ફટકાર્યો | MGVCL fined Rs 15 lakh after 125 electricity connections caught stealing in Mahisagar district

featured image


મહિસાગર (લુણાવાડા)એક કલાક પહેલા

  • 27 ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ

મહીસાગર જિલ્લામાં વીજ ચોરી અટકાવવા મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની વિભાગીય કચેરી મહીસાગર લુણાવાડા દ્વારા અલગ અલગ 27 ટીમો બનાવીને સબ ડિવિઝન વિસ્તારના ગામોમાં તાપસ હાથ ધરાઈ હતી. જેમાં જિલ્લાના તાલુકાઓમાં જઈ કર્મચારીઓ દ્વારા વીજ જોડાણોની તાપસ કરતા કેટલાક ઘર વપરાશ અને કેટલાક કોમર્શિયલ વપરાશના વીજ જોડાણો વીજ ચોરી કરતા MGVCL દ્વારા ઝડપાયા હતા.

જિલ્લાના અલગ અલગ તાલુકામાં વીજ ચોરીનો પર્દાફાશ
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની મહીસાગર જિલ્લા લુણાવાડા વિભાગીય કચેરી દ્વારા અલગ અલગ ૨૭ ટિમોની રચના કરવામાં આવી હતી જે ટિમો દ્વારા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સર્ચ વીજ ચોરી અંગેનું ઓપરેશન હાથ ધરાયુ હતું જેમાં વીરપુર, બાકોર, કોઠંબા, અને સંતરામપુર સબ ડીવીઝન વિસ્તારોના ગામોમાં ચેકીંગ દરમિયાન 565 વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી ઘર વપરાશ અને કોમર્શિયલ કુલ 125 વીજ જોડાનોમાં 15 લાખની વીજ ચોરી ઝડપાઇ છે.

વીજ ચોર ઉપર પોલીસ કાર્યવાહી કરી 24 કલાકમાં ફરિયાદ કરાશે
અમારી કચેરી દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેના અનુસંધાને ૨૭ ટિમો ચેકીંગ માટે તૈયાર કરવામાં આવેલી જેમાં વહેલી સવારે ૦૫:૩૦ કલાક થી ચેકીંગ હાથ ધરાયુ હતું જેમાં અમારા વીરપુર, બાકોર,કોઠંબા અને સંતરામપુર વિભાગના સબ ડિવિઝન વિસ્તારમાં અલગ અલગ ગામોમાં વીજ ચોરી માટેનું ચેકીંગ કરતા ૧૨૫ ઘર વપરાશ અને કોમર્શિયલ કનેકશન વીજ જોડાણમાં વીજ ચોરી કરતા હોવાનું મળી આવતા ૧૫ લાખનો દંડ કરી ૨૪ કલાકમાં પોલીસ ફરિયાદની કાર્યવાહી કરવામાં આવશે તેવું લુણાવાડા વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેર દિનેશભાઇ મોદી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post